આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
નગરમાં તું આવે દોસ્ત મળતો જજે
હજી મોડું ક્યાં થયું છે લડતો જજે
રમત પડતી મૂકી દોડી જ્યાં તું ગયો
નવું સરનામું હવે તો લખતો જજે
ખબર છે પેલી લખોટી રમતા હતા
જુની ગબ્બીની જગા તું ભરતો જજે
મળ્યો'તો તું મને મારા શમણે કોણ માનશે ?
ધર્યું’તું મેં તનમન તારા ચરણે કોણ માનશે ?
મળ્યો'તો રામ રૂપે તું શબરી ને એના આંગણે,
ને આજ મારા રૂદિયાને પ્રાંગણે કોણ માનશે..??
ખડકી ખોલીને બેઠી હું દ્વારે …તારા સત્કારમાં
મોસમનું નામ ખાલી,હ્રદયકુંજે ઝુમું… તારા સત્કારમાં
ફુલોની ફોરમનો લાવી ખજાનો… તારા સત્કારમાં
ઉરમાં મિલનની લાગી એક અગન… તારા સત્કારમાં
રૂમઝુમ રેલાયો નટખટ અંધકાર …તારા સત્કારમાં
મનનો મોરલો ગાયે મધરાતે મલ્હાર… તારા સત્કારમાં
તમરાં તો બોલે તરુવરપુંજમાં …તારા સત્કારમાં
આભ વીંટળાયું અવની ના અંગે… તારા સત્કારમાં
-
ગુરુ રામદાસZazi.com © 2009 . All right reserved | Feed Entries |