આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
નગરમાં તું આવે દોસ્ત મળતો જજે
હજી મોડું ક્યાં થયું છે લડતો જજે
રમત પડતી મૂકી દોડી જ્યાં તું ગયો
નવું સરનામું હવે તો લખતો જજે
ખબર છે પેલી લખોટી રમતા હતા
જુની ગબ્બીની જગા તું ભરતો જજે
હું ક્યાં કોઈ વાત વાસી કરવાનો છું
જુની વાતો ને તું તાજી કરતો જજે
નથી મારો ઠાઠ દ્વારકા જેવો પણ
તું તાંદુલની પોટલીને ધરતો જજે
તમારી બસ છે અસર કે ઝાઝી થયા
લો મળવાનું આમ રાખી હસતો જજે
-
કવિ નાનાલાલZazi.com © 2009 . All right reserved |
Comments
Have to jyre INDIA avavnu thay tyre chookas malto jaIish.
Yadi.