આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
એમ કહેવાય છે કે જન્મ મરણ માનવીના હાથમાં નથી હોતા. આ વિધાન સોએ સો ટકા સાચું નથી.પચાસ ટકા ખરું. આત્મહત્યા દ્વારા મૃત્યુને ‘ઇચ્છા મૃત્યુ’માં પલટી શકાય છે. પરંતુ જન્મ લેવો ફરજિયાત છે. જીવનની પરીક્ષામાં મરજિયાત પ્રશ્નો આવે છે. સગાઓ માટે પણ આ વાત એટલી જ સાચી છે.સમજીને સગાં સાથે વહાલાં નો પ્રયોગ નથી કર્યો. કારણ કે બધા સગાં વહાલાં નથી હોતાં ને બધાં વહાલાં સગાં નથી હોતાં.આ સ્થિતિ દુઃખદ છે.સગાંઓ ફરજિયાત પ્રશ્ન રૂપે ભેટ મળેલાં છે. ઇચ્છિત જન્મ ના હોય, તો ઇચ્છિત સગાંઓના જ હોય ને !
‘દાદાને નમસ્તે કરો’ ‘મામાને પગે લાગો.’ હજી માંડ બોલતા શીખેલા બાળકને માથે સગાંઓ ઠોકી બેસાડવામાં આવે છે. વંશપરંપરાગત રાજાઓ પ્રજા માથે ઠોકી બેસાડાયા એવું જ સગાંઓનું હોય છે. પણ વહાલાઓ પ્રજામતથી ચૂંટાઈ આવેલા લોકપ્રિય નેતાઓ જેવા છે. પાંચ વર્ષ કે કયારેક તેનાથી પણ ઓછા સમયમાં નેતાને વિદાય લેવી પડે છે. તેવું જ મન પરથી ઊતરતાં વહાલાઓનું હોય છે. આટલી પાર્શ્વ ભૂમિકા સમજયા પછી આપણે માત્ર સગાંઓની જ વાત કરીશું. સગાંઓના મુખ્ય ત્રણ વિભાગો છે. અગણિત પેટા વિભાગોની વાત અહીં નહિ કરીએ. સગાંઓ કુદરતની ભેટ છે. એટલે સૃષ્ટિક્રમ મુજબ વિભાગો પાડીએ. પહેલા પ્રકારને લોહી તરસ્યા માંકડનો દરજ્જો આપીશું.
‘માસીનું ઘર આપણું જ કહેવાય શું ? સેન્ટની બાટલી ગમીને ? લઈ લે. ચિંતા નહિ કરવાની. ‘ભાણેજાં તો તાણેજાં’ કહેવાય. ભાણીનો જન્મજાત હક છે."
આમ તમારો લાભ (ગેરલાભ) બરાબર ઉઠાવે. પછી એમને મળવા જાઓ તો દૂધવાળાની અનિયમિતતાની વાત થાય, ભેળસેળ વાળું દૂધ આપે. બગડી જાય. આડીતેડી વાત કરી એક કપ ચા વગર જ વિદાય કરે. એને ઘેર ઉતરવાની હિંમત તમે કરો નહિ, તેની પૂરી કાળજી એ લે.
અચાનક બિન્દુબહેનને ઘેર અગત્યના કામે જવાનું થયું. બારણે ઘંટડી મારી. થોડીવારે બારણું ખૂલ્યું. સામે બિન્દુબહેન જ હતાં. "આવો ,આવો, અંદર આવોને!" એમણે સાડી આસપાસ વીંટાળેલી હતી. "કયાંક બજાર જાઓ છો?" એમને તૈયાર થતા જોઈ મેં પૂછયું. "હાલ આ મંડળમાં વાનગી હરિફાઈ છે તેમાં મારે નિર્ણાયક તરીકે જવાનું છે. પણ બેસોને હજી અર્ધા-પોણા કલાક પછી નીકળીશ." અંદરના બારણામાં હજી પગ જ કયો હશે, ને ફરી ઘંટડી રણકી." અત્યારે કોણ આવ્યું હશે? " બબડતાં બબડતાં બારણું સહેજ ખોલ્યું. "ઓ રમણ. તું છે? સવારે કેટલી રાહ જોઈ. છેક અત્યારે બપોરે આવ્યો?" રમણે કંઈ જવાબ વળ્યો, ને પછી અંદર આવી રસોડામાંથી જુદી રાખેલી બાટલીઓનો ટોપલો ઉપાડયો. હજી બિન્દુબહેન એ જ લેબાસમાં હતા. બબડતા બોલ્યાં: "આ લોકોને સમયનું ભાન જ હોતું નથી. પણ જો પાછો કાઢીશ, તો મહિના સુધી દેખાશે નહિ." પેલાએ કંઈ પાંચ-સાત રૂપિયા ઠરાવ્યા મુજબ બિન્દુબહેનને આપ્યા. તે પાકીટમાં જલદી મૂકીને એ અંદરના ઓરડામાં તૈયાર થવા ગયાં. થોડીવારમાં તૈયાર થઈને બહાર આવ્યા. મારા કામની વાત મેં પાંચ મિનિટમાં પતાવી દીધી ને અમે બન્ને સાથે જ નિકળ્યા.
-
અજ્ઞાતZazi.com © 2009 . All right reserved |
![]() |