વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 36 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્નીની યાદદાજીત બહુ ખરાબ છે.
બધું ભૂલી જયા છે ?
ના, બધુ યાદ રાખે છે.

કેસૂડાં - કિશોર રાવળ



New Address:

Kishor Raval
0923 B Ayrdale Crescent
Philadelphia PA 19128, USA

email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

phone number : 215 482 0924

Web : www.kesuda.com

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

અમારા ભાવનગરના લીલાબેન ઉપર દીકરાનો અને દીકરાની વહુનો અમેરિકા આવવાનો ઘણો આગ્રહ થતાં, એ આગ્રહને વશ થઈ લીલાબેને અમેરિકા જવાના ચક્રો ગતિમાન કરી દીધા. અંગ્રેજીનો એક કક્કો પણ ન આવડે પણ કંઈ ગાંજયા જાય તેવા ન હતાં. અમદાવાદ જઈને પાસપોર્ટ કઢાવ્યો. મુંબઇ જઈને વીઝાની લાઈનમાં ઉભા રહી વીઝા લઈ આવ્યા. રિસર્ચ કરીને તેજ અરસામાં અમેરિકા જતા માણાવદરના નીતિનભાઈને ગોતી કાઢ્‌યા એટલું જ નહિ પણ તેમની બાજુમાં સીટ પણ પાકી કરાવી દીધી. સથવારા વગર ચાલે પણ દુભાષિયા વગર અડચણ પડે. ગુજરાતી બોલતા ઇમિગ્રેશન ઓફિસર અમેરિકામાં મળતા નથી એવું સાંભળ્યું હતું.

મંગળ મંગળ કરતાં એર-ઇન્ડિયાની છત્રછાયા નીચે ખાતાં, પીતાં (ખાલી સોડા લેમન અને જયૂસ જ, બીજું કંઈ ન સમજતા હોં?) પણ બધાને ત્યાં નીચી મુંડીએ કંઈ પણ ફરિયાદ કર્યા વગર છાનામાના ખાઈ લેતા જોયા અને જરા નવાઈ લાગી. ઘરે તો એક શાક અને એક કઠોળ બનાવ્યાં હોય તો પણ લોકોનું ટિચકું ચડે કે ,"એક જ શાક બનાવ્યું?" -અને ભાવતું શાક થયું હોય તો પાછળ ખાવાના છે તેનો વિચાર કર્યા વગર ઝાપટે. ઘરનાં માણસો કરતા, એરોપ્લેનના માણસો માટે રાંધવું સ્હેલું!

સંગીતની બધી ચેનલોમાંથી શાસ્ત્રીય સંગીતની ચેનલ શોધી કિશોરી આમોનકર, ભીમસેન જોષી, પંડિત જસરાજના સાન્નિધ્યમાં ન્યુયોર્ક પહોંચ્યાં. હેમખેમ દીકરાના ઘરમાં પહોંચી ગોઠવાઈ ગયા. સપ્તાહાંતે દીકરો અને વહુ બહાર ફેરવવા લઈ જાય કાંતો કોઈ બીજાં દોસ્તોને ત્યાં જમવા કે અમેરિકાની સૃષ્ટિ દેખાડવા. બાકીના દિવસોમાં ઘરમાં એકલા મઝા આવતી. સવારના છોકરાંઓને તાજો નાસ્તો બનાવી, ખવડાવી વિદાય આપે અને પછી દેશમાંથી લાવેલી કસેટ પર સંગીત માણે. થોડી ગુજરાતી ચોપડીઓ, માસિકો વાંચતાં બેસે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


(ચિત્ર: કિશોર રાવળ)


મારા બાપાજી રંગીલા આદમી હતા.  તેમણે તખલ્લુસ રાખેલુ મોજીલાલ એ એક જ શબ્દ તેમને વર્ણવવા માટે પૂરતો હતો. પણ તક હાથમાં આવી છે તો મને જરા વિસ્તારીને કહેવા દો.

કપડાંનો ખૂબ જ શોખ. ભાવનગરના બધા કાપડિયાઓ તેમને ઓળખે. કંઈ નવું શર્ટિન્ગ આવ્યું હોય,  લિવરપૂલનું ઇંગ્લિશ કોટનું કાપડ કે ધોતી- જોટાઓ આવ્યાં હોય તો રસ્તે આડા ઉતરી બાપાજીને પકડી દુકાને લઈ જાય.  જેરામ દરજીને અવારનવાર પહેરણ કે કોટ બનાવવાનું કામ મળતું રહે. માથે કાશ્મીરી ભરત કરેલી ટોપી, કાળી ટોપી રાખે પણ ભાગ્યે જ પહેરતાં. રૂપેરી હાથાવાળી એક લાકડી રાખે ખાસ તો સ્ટાઈલ માટે જ પણ કૂતરાં કાઢવા ઘણી કામ આવતી. બાટાના જોડા બજારમાં આવ્યા એટલે બાપાજી પહેલાં ઘરાક અને જોડાએ એવું વશીકરણ કર્યું કે ન પૂછો વાત. તેમના માનીતા મોચી પાસે ગયા." જો આનું નામ જોડા. ખરીદીને પગમાં નાખ્યા એટલે જાણે પવનપાવડી. તારા જોડાને બે મહિના માખણ ચોપડો કે ઘી. પગ પર  ડંખ બે-ત્રણ વાર પડે અને રુઝાય ત્યાં સુધી જોડા લેવામાં ભૂલ કરી એવો સંતાપ રહે. તું દુકાનમાં આ રાખવા માંડ અને પરમાણા લેવાનાં બંધ કર. વૈંતરું કરતાં આખી જિંદગી નીકળશે અને બે પૈસા ભેળો નહિ થા!  આમાં જ લાભ છે." થોડું મીઠાશથી સમજાવી, થોડું ઘઘલાવી, થોડું આદુ ખાઈને તેને બાટાના જોડા રાખતો કરી દીધો. તે અને તેના વારસદારો વર્ષો સુધી તેમનો ઉપકાર ભુલ્યા નહિં.

સંગીતનો ગજબનો શોખ. અઠવાડિયામાં ત્રણ વખત સંગીત શીખવાડવા અને  સાથે તબલા વગાડવા માટે વાસુદેવકાકા આવે.  તે આવે એટલે, બન્ને જણા ચા પીને ગળાં સાફ કરે. પછી નીચે ગાદી ઉપર બાપાજી ફ્રાન્સના સૂરોવાળું એક હારિમોનિયમ લઈને બેસે. વાસુદેવકાકા  તબલા અને ભોણિયાના ગલેફ ઉતારી, નીચે ઇંઢોણીઓ ગોઠવી, એક ક્રોમ-પ્લેટેડ હથોડીથી વાજાની કાળી બે પર તબલું મેળવતા.  પછી રાગ રાગિણીની ગતો ચાલે,"સદા શિવ ભજ મના..."

ભાતખંડેએ જયારે ભારતીય સંગીત ગ્રંથસ્થ કર્યું ત્યારે તેના ત્રણે ભાગ ઘરમાં આવી ગયા. અને તેના પરિણામે પંડિતો વચ્ચે ક્યારેક વિખવાદ થઈ જતો. એક વખત મલ્હાર કોનો સાચો, ભાતખંડેનો કે વાસુદેવકાકાનો તેની ચર્ચા ચાલી. ભાતખંડે કહે કે રિષભ  વાદી અને પંચમ  સંવાદી અને વાસુદેવકાકાના મત પ્રમાણે  મ વાદી અને સા  સંવાદી. બે દિવસ પછી બાપાજી ભાતખંડેનો મલ્હાર વગાડતા હતા ત્યારે વરસાદ શરુ થયો અને ચર્ચાનો નિકાલ  આવ્યો. વાસુદેવકાકાએ કાન પકડ્‌યા, "ઈ સાચો લાગે છે!"

બીજો શોખ મુસાફરીનો. ટુંકી મુસાફરી હોય તો ફર્સ્ટ ક્લાસમાં લઈ જાય અને તેની રસમ શીખવાડે. એક વખત બાપાજીના મિત્ર ભગવાનદાસ જાનીને ઘરે શિહોર જવા નીકળ્યા, મને લીધો સાથે.  "ચાલ કિશોરિયા, તને પણ રસુબેન સાથે મઝા આવશે.સવારે જઈ ને સાંજે પાછા આવશું."

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

By Kishor Raval - Ganga બીજા ગામનાં માણસો "આ તો ભાનવગરનાં" એમ કહીને અમારી ભાવનગરિયાની ઓળખાણ આપે ત્યારે તમે એમ માનતા હો કે જવાબમાં ગુસ્સો કરીને એક વડચકું મળશે તો એ તમારી ધારણા પાયા વગરની છે.  અમે સમજી શકીએ છીએ કે બે જ અક્ષર ઉલટસુલટ કરીને આ રમુજ કરવાની લાલચ એટલી પ્રબળ અને લોભામણી છે કે મક્કમ મનનાં જ તેનો સામનો કરી શકે. મોટાભાગના તો લપસી જ જાય! જવાબમાં અચુક જ "હા, મોટાભાઈ, અમે સાવ ભાનવગરનાં" એમ કહીને એક મીઠું સ્મિત જ મળે.

એ અમારા ભાવનગરની જે જમાનાની વાત કરું છું ત્યારે ગામની સીમાઓ નાની હતી.  ઘોઘા દરવાજાથી ખાર દરવાજા સુધીની બે માઇલના પટમાં શહેરની મુખ્ય બજાર અને મોટા ભાગની વસ્તી.  એક ફાંટો વોરા બજાર અને નાગર પોળમાં થઈ ખોડિયાર દરવાજે નીકળે અને ત્યાંથી ખોડિયારમાનાં મંદિર સુધી જાય. બીજો ફાંટો હેરિસ રોડથી આંબા ચોક, સંઘેડિયા બજાર અને સ્ટેશન જઈ વિરમે. તેની પેલી બાજુ સ્મશાન અને થોડે આગળ પારસીનો ભસ્તો.

ઘોઘા દરવાજાની એક શાન  હતી. એક બાજુ ગંગાજળિયાનું તળાવ અને તેને કાંઠે કોઈ કાબેલ શિલ્પીએ આરસમાં કંડારેલી ગંગાજળિયાની દેરી.  તળાવમાં બારે માસ પાણી રહે. સાંજે સૂર્યાસ્તના અવનવા રંગોની પશ્ચાદ્‌ભૂમીકામાં એ દેરી જૂઓ તો ખાલી પરીકથાઓમાં વાંચેલી અને કલ્પેલી સુંદર સૃષ્ટી જોવા મળે. મનમાં જરૂર ખાત્રી થાય કે જગત મિથ્યા નથી.

તળાવની બીજી બાજુએ મોતીબાગનો મહેલ જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહનો દરબાર ભરાય.  દેશી ઝાડવાંઓ, અસોપાલવ, આંબા, લાલ પીળી અને સફેદ કરેણ, જાસુસ અને તેમાં અંગ્રેજોનાં બાગકામનાં પ્રેમ અને  દ્રષ્ટીનું નિરુપણ થાય એટલે સોનામાં સુગંધ અને સંગીત. વાહ, વાહ પોકારો.  મોતીબાગની ફરતા, કાંગરાવાળા ગઢમાં મોતીબાગ ક્લબ જેમાં શું થતું તે મોટા ભાગના લોકોને મન એક સમશ્યા હતી.

ત્યાંથી જમણી બાજુ જાવ તો પિલ ગાર્ડન.  પિલ ગાર્ડનમાં  સાડા ચાર જાનવરનું એક ઝૂ. એક વાઘ, એક બોખો સિંહ અને બે રાજાએ પકડેલા દિપડા.- અને બાકીનું અડધું કયું તે ઓળખાય નહિ એવા રૂપમાં. એ ચાર જાનવરોને રોજ ખોરાક જોઈએ ને? વાઘ, સિંહ જોવામાં રસ પડે તેના કરતાં વાઘ સિંહને નીરવામાં આવતાં માંસના ટુકડાને જોઈને પડતો.  એક વખત મારાથી બોલાઈ ગયું કે આ તો તરબૂચ જેવું લાગે છે એટલે મારાં બા છ મહિના તરબૂચ ન ખાઈ શક્યાં.  "મારા રોયાએ તરબૂચ ખાતી બંધ કરી" એમ ઠપકો મળ્યો.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries