આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
OFFICE:
2/A Nilkant Apartment
Beside surat district bank
Behind Pujara Eye Hospital
Near Narmad Library Char Rasta
Ghod dod Road, Surat.
Mobile : 098245 18863
Resi phone 0261 2252857
ડૉકટર : ચંગુ દોસ્ત, તારા રિપોર્ટ જોતાં એવું લાગે છે કે તારે હવે વધારે કઠોળ ખાવા જોઈએ.
ચંગુ : ડોકટર સાહેબ, તમે મારા ભગવાન જેવા છો. છેલ્લા વીસ વર્ષોથી તમારી સલાહ માનું છું, તમારી સલાહનું હું સંપૂર્ણ પાલન કરું છું પણ પ્લીઝ મન કઠોળ ખાવાની સલાહ ન આપશો. કઠોળ ખાઉં છું ને મને પેટમાં એટલી બધી ગડબડ થાય છે કે ન પૂછો વાત. આખી રાત વાયુ છૂટેે છે.
બીજો પણ એક વાર્તાલાપ સાંભળવા જેવો છે.
એક ડોકટર અને દર્દી વચ્ચેનો સંવાદ સાંભળવા જેવો છે.
ડોકટર ઃ બેન, જરા વજન કાંટા પર ઊભા રહેશો, પ્લીઝ.
દર્દી ઃ મને તો શરમ લાગે છે અને મને તો ખબર છે કે એક-બે કિલો વજન તો વધી ગયું હશે.
ડોકટર ઃ હા, બેન વજનકાંટો બતાવે છે કે તમારું વજન જેટલું હોવું જોઈએ એના કરતા ઘણું વધારે છે. હવે તમારે ખાવામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.
દર્દી ઃ સાહેબ, સાચું કહું તો, હું કંઈ જ ખાતી નથી. ઘી-તેલ તો વર્ષોથી બંધ છે. ફરસાણ-મીઠાઈને તો અડકતી નથી અને ચોખાની તો મેં પાંચ વર્ષથી બાધા જ લઈ લીધી છે. આજે તો ચોખા ખાધાને પાંચ વર્ષ તો થઈ ગયા છે. સાહેબ, તો પણ વજન ઓછું થતું નથી.
ઘી
ઘી વિષય પણ ઘણો વિવાદાસ્પદ છે. આગળના જમાનામાં લોકો વાડકે વાડકે ઘી પીવાનું પસંદ કરતા હતા. ઘીમાંથી બનાવેલા લાડુ ખાવાની તો જાણે હરીફાઈ ચાલતી હતી અને નવાઈ એ વાત છે તે તમારા દાદાને કોઈ હાર્ટએટેક કે હાઈપરકોલેસ્ટ્રોલ કે ડાયાબીટીસની બિમારી સતાવતી ન હતી. જયારે આજે ડાયેટીંગ કરનાર ઘીને બિલકુલ અડકતા નથી. વજનને ધ્યાનમાં રાખીને ચાલનાર ઘીથી દૂર ભાગે છે અને સૌથી વધારે હાર્ટઅટેક કે વજનવૃદ્ધિ, ડાયાબીટીસ કે કેન્સરનો વ્યાધિ આ જ જગતને જોવા મળે છે. આવું વાંચીને સામાન્ય માનવી વધારે મુંઝવણ અનુભવે છે કે ઘી ખાવાથી વજન, કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ વધે છે. એટલે જેટલું ઓછું ખવાય ત્યાં સુધી સારું. પણ આપણે કંઈ યોગી નથી એટલે ઘી ખાવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. એટલે મધ્યમ માર્ગ અપનાવવા જેવો છે કે ચોવીસ કલાકમાં એક નાની ચમચી
અમારા યોગ સેન્ટરમાં ગુજરાતની બહુ જાણીતી ડેરીના મેનેજીંગ ડિરેકટર યોગ શીખવા માટે આવતા હતા. એમના પ્રવચનમાં એમણે એક વાત કરી હતી, તે યાદ આવે છે. એટલે કહેવાની ઇચ્છા રોકી શકતો નથી, વકતાએ એક દલીલ કરી હતી.
વિશ્વના વિકસિત દેશોમાં ફકત ગાયનું જ દૂઘ પીવામાં આવે છે, જયારે ભારત દેશમાં માત્ર ભેંસનું દૂધ પીવામાં આવે છે. જે મારી દ્રષ્ટિએ ખોટું છે.
આ દલીલના સમર્થનમાં મહર્ષિ વાગ્ભટ્ટે રચિત આયુર્વેદના અષ્ટાંગહ્યદય નામના પુસ્તકની બીજી એક વાત જાણીને તમને આનંદ થશે. મહર્ષિ વાગ્ભટ્ટે ઉત્તમમાં ઉત્તમ દૂધ તરીકે ગાયના દૂધનું વર્ણન કર્યુ છે. પરંતુ કનિષ્ઠ દૂઘ તરીકે ભેંસના દૂધનો ઉલ્લેખ કર્યો છે. કનિષ્ઠ એટલે ત્યાગવા યોગ્ય. કનિષ્ઠ એટલે ખરાબમાં ખરાબ. કદાચ જેનો આપણા જીવનમાં પ્રવેશ પણ ના થવો જોઇએ.
ભારત દેશ વિવિધતાઓથી તરબતર છે. દરેક ક્ષેત્રમાં એટલું બધું વૈવિધ્ય દેખાય છે, જેટલું કદાચ દુનિયાના બીજા કોઈ દેશમાં જોવા મળતું નહીં હોય. આહાર અંગેની માન્યતાઓમાં પણ એટલું જ વૈવિધ્ય જોવા મળે છે. દરેક રાજયમાં, પ્રત્યેક શહેરમાં, લગભગ બધી જ પ્રજામાં આહાર અંગેની પરિકલ્પના જુદી જુદી છે. આપણા ઈતિહાસ પર પણ નજર નાંખશો તો જણાશે કે, ભૂતકાળમાં આહાર અંગેના મંતવ્યોમાં પણ કેટલી બધી વિવિધતા જોવા મળતી હતી. જેમ કે....
આયુર્વેદનો બહુ જાણીતો ત્રિદોષનો સિદ્ધાંત. વાત, પિત્ત અને કફ એ ત્રણ દોષ છે. તમે જે આહાર લેશો તેના પરિણામે વાત, પિત્ત અને કફના પ્રમાણમાં વધઘટ થશે અને પરિણામે થયેલા રોગો મટી જશે અને સ્વાસ્થ્ય ટકી રહેશે. ઘણા આયુર્વેદના જ્ઞાન માટે દાદીમાના નુસખા શબ્દ વાપરે છે અને વાત પણ સાચી છે. આજે આયુર્વેદના જાણીતા સ્વાસ્થ્યપ્રદ સિદ્ધાંતોનાં આધારે, જો તમને શરદી, ખાંસી હોય તો દાદીમા કહે છે કે ભાઈ, તું આદુ-તુલસી-ફૂદીનો નાંખીને ઊકાળો પી લે અથવા હળદરવાળું દૂધ પી લે, ગરમ પાણીનો બાફ લે. એ દ્ભષ્ટિએ આપણું રસોડું જ આપણું દવાખાનું છે.
-
અજ્ઞાતZazi.com © 2009 . All right reserved | Feed Entries |