આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સમાગમ દરમિયાન સ્ત્રી-પુરુષ અધવચ્ચે (અધૂરા સ્ખલનની થોડીક ક્ષણો પૂર્વે) અટકી જાય અને એકમેકને અળગા થઈ જાય એને ‘કોઈપ્સ ઈન્ટરપ્ટસ્ટ’ ઊર્ફે ‘સ્ખલન વિક્ષેપ’ કહેવાય છે.
પહેલા પ્રકારના ‘સમાગમવિક્ષેપ’માં યુગલ રતિક્રીડાથી અળગા થયા બાદ પુરુષ સ્ખલન સુધી અચૂક પહોંચે છે પણ વીર્યનું વહન બહાર કરી દે છે.
જયારે બીજા પ્રકારના ‘કોઈટસ ઈન્ટરપ્ટસ’માં અલગ થયેલા સ્ત્રીપુરુષ રતિક્રીડા જ નહીં બલ્કે તમામ કામપ્રવૃત્તિઓ અટકાવી દે છે અને બેમાંથી કોઈ ચરમસીમા સુધી પહોંચતું નથી.
જો યુગલ ચાલુ સંભોગે વચ્ચે થોડીવાર માટે અટકી જાય અને ત્યારબાદ ફરીવાર સમાગમ થાય તો તેને ‘કોઈટસ ઈન્ટરપ્ટસ’ નહીં કહેવાય. આવા ક્ષણિક વિક્ષેપ પ્રાકૃતિક યા ઊપજાવેલા હોઈ શકે છે. થાક, ડીસ્કમ્ફર્ટ,પોઝીશન ચેઈન્જ, કોન્ડોમ પહેરવાની ક્રિયા વગેરે કારણે ઘણા યુગલો પલભર માટે સમાગમ અટકાવી દે છે. અને ફરીપાછા કામક્રીડામાં પરોવાઈ જાય છે. આવા અકારણ અને સાહજિક સમાગમભંગને ‘ઈન્ટરપ્શન’ તરીકે નથી જોવાતું.
સેકસના કર્મમાં સામાન્યતઃ એક પુરુષ તથા એક સ્ત્રી સંકળાય છે. પણ કેટલાક અસામાન્ય સંજોગોમાં એક થી વધારે સ્ત્રી-પુરુષો સાથે મળીને કામસુખ માણે છે. આ ઘટનાને ‘ગ્રૃપ સેકસ’ યા ‘સામુહિક કામક્રીડા’ કહેવામાં આવે છે.
આ સમૂહ ત્રણ, ચાર યા પાંચ-દસ જણાનો પણ હોઈ શકે છે.
સેકસોલોજીના વિદેશી પાઠયપુસ્તકો જેવા કે ‘હ્યુમન લવીંગ’ (બાય માસ્ટર્સ એન્ડ જહોન્સન)માં જાતીય, વિકૃતીઓના પ્રકરણમાં ‘ગ્રૃપ સેકસ’નો ઉલ્લેખ નથી. અન્ય ટેકસબુકસમાં ય નથી. એનો અર્થ એ થાય કે પશ્ચિમના દેશોમાં ‘સમૂહ સેકસ’ને વિકૃત ગણવામાં આવતો નથી.
અલબત્ત, આપણા આજના ભારતીય માપદંડો મુજબ ગ્રૃપ સેકસ એ ‘નોર્મલ’ પ્રવૃત્તિ પણ નથી જ. એ ભલે સેકસની વિકૃતિ ન હોય પણ એ એક સામાજિક વિકૃતિ તો અચૂક જ છે. કેમકે સેકસ એ છેવટે તો બે પુખ્ત વયના સ્ત્રી પુરુષો વચ્ચે અપેક્ષિત કામવ્યવહાર છે.
કેટલીક સ્ત્રીઓના યોનિમાર્ગ વારંવારની ડીલીવરી બાદ શ્લથ, શીથીલ, ઢીલાશપૂર્ણ, લૂઝ અને પકડરહિતતા થઈ જતાં હોય છે. આથી શિશ્ન ઉપર જોઈએ તેટલી ઘર્ષણયુકત પકડ નથી આવી શકતી આથી સમાગમની મૂવમેન્ટસ દરમિયાન તેઓને અપેક્ષિત આનંદ નથી મળી શકતો. અલબત્ત ડીલીવરી વગર પણ ઉંમર યા પ્રાકૃતિક કારણોસર આ ઢીલાશ આવી શકે છે. આ પુરુષને હસ્તમૈથુન વધુ આનંદપ્રદ લાગી શકે છે.
અણઆવડત સીમ્પલ લેક ઓફ નોલેજ, આસનો અનેક પ્રકારના હોય છે. સ્ત્રીના પગ પહોળા હોય તો શિશ્ન-યોનિનો સંપર્ક પ્રવાહ બની શકતો નથી. આથી આવા ભીંસનો ધારણ કરનાર યુગલને કામાનંદ ઓછો મળી શકે છે. ક્રિસલેગ્ઝ, પશ્વપ્રવેશ જેવા આસનો વિષે ન જાણનાર પુરુષો હસ્તમૈથુનમાં સરી પડી શકે છે.
હસ્તમૈથુનમાં હાથ ( યા અન્ય પદાર્થો ) ઉપર વ્યકિતનો પોતાનો કાબૂ હોય છે. તેને ઝડપ, દબાણ, ઘર્ષણ, સ્થિતિ વગેરે પુરુષથી પોતાથી સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે. આથી અપેક્ષિત આનંદ મળે છે. આમ હસ્તમૈથુન દરમિયાનના મીકેનીકલ - ફીમીકલ ફેકટર્સ વધારે વેરબલ હોય છે.
સામાન્ય રીતે આ બાબત નવપરિણિત યુવતીને લાગુ પડે છે, પણ કેટલાક કિસ્સામાં વિવાહિત યુવતીની જીવનમાં પણ આ પ્રશ્ન આવી ચડે છે.
આછી પાતળી બીક તો દરેક છોકરીને હોય છે. જેને દૂર કરવા કોઈ વિશેષ પગલા લેવાની જરૂર નથી. જો એ બીક એટલી બધી હોય કે લગ્નબાદના મહીનાઓ સુધી પતિપત્ની એકબીજાથી નજીક ન આવી શકે તો આવી બીકનો ઇલાજ કરવો રહ્યો.
અતિશય ગભરૂ સ્ત્રીએ સીધો સેકસનો સામનો ન કરવો. પતિ સાથે ચર્ચા કર્યા બાદ તેની મદદ લેવી. અને શરૂઆત આછા, પ્રણય હળવી નિકટતા, વાતચીત વગેરેમાં કલાકો વિતાવવાથી કરવી.
તેઓએ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું. પહેલું અઠવાડિયું જનનાંગોનો સીધો સ્પર્શ ટાળવો. ત્યારબાદ એને વસ્ત્રારૂઢ અવસ્થામાં સ્પર્શવા. ત્યારબાદ જ તેનો સીધો અંગુલીસ્પર્શ કરવો.
સેકસ લાઈફમાં શરૂ શરૂમાં પાર્ટનર શરમાય તેને કાયમી શરમ-સંકોચ ન સમજશો. ઘણી છોકરીઓ થોડા મહીનાના જાતીય સંસર્ગ બાદ નિઃસંકોચ થઈ જાય છે.
છોકરાઓ પણ કયારેક શરમાળ હોઈ શકે છે.
શરમાળ પણાનું યોગ્ય નિદાન ચોકસાઈપૂર્વક જ કરજો. કેમકે ઘણીવાર પાર્ટનરને શરમના બહાના હેઠળ ભય, ડિપ્રેશન, છુપો રોષ, ઘૃણા, તિરસ્કાર, અણસમજ, અણ આવડત, ભ્રમ અથવા અણગમો હોય છે. જેના ઉપાયો અલગ છે.
-
સ્વામી વિવેકાનંદ સ્વામીZazi.com © 2009 . All right reserved | Feed Entries |