આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
" ૐ નમઃ શિવાય ....ૐ નમઃ શિવાય .." ને મેં ત્રાંબા ની લોટી ના સમગ્ર દૂધ થી ભોલેનાથ નો દગ્ધીભીષેક કર્યો .
" અલ્યા હવે તો આફરો ચડ્યો છે હો..." ભોલેનાથ થી ના રહેવાયું ને એ બોલી પડ્યા .
" પણ બાબા , શ્રાવણ મહિનો છે એટલે લોકો ભક્તિભાવ થી અભિષેક તો કરવાના જ , એમાં છૂટકો જ નથી " મેં ભક્તોચિત દલીલ કરી.
" વાત તો સાચી છે પણ , બાકી ના મહિના , બધા ક્યાં જાવ છો ...!"
" અહીયાજ હોઈએ છીએ . ક્યાં જવાના? સોશીઅલ કામોમાં , નોકરી ધંધા ના કામ માં , એમ ક્યાંક ને ક્યાંક બીઝી હોઈએ . શું કરીએ ?, સંસારી જીવ છીએ તે આ બધી માયા માં પડ્યા સિવાય છૂટકો નહિ . પણ આ શ્રાવણ મહિનો છે તો સારું છે . એ બહાને મન થોડું ભક્તિભાવ માં પરોવાય છે ને ,હૃદય નિર્મળ થઇ જાય છે , . "
નાના બાળક ના જોર જોર થી રડવા નો અવાજ સાંભળી ને હું કુતુહલ સહજ ભાવે ઘર ની બહાર આવ્યો . એક ભાઈ એના ચારેક વરસ ના બાળક ને બાલ-મંદિર માં ( સુધરેલી ભાષા માં કહું તો પ્લે હોમ માં મુકવા જતા હતા) , પણ ઘર ના માહોલ ની બહાર ના રહેવા ટેવાયેલું એ બાળક રડતું હતું
" તારે ચોકલેટ ખાવી છે ને , જો હું સાંજે તને લઇ આપીશ " બાળક ને શાંત પાડવા માટે લાલચ અપાઈ રહી હતી. પણ બાળક નાં શબ્દો તો ઘર માંગી રહ્યા હતા , માં ના પાલવ ની આડશ , માંગી રહ્યા હતા .
શાળા જીવન ના શરુઆત ના દિવસો આવા જ હોય છે . માં ની હુંફ ભરી સોડ છોડી ને શાળાએ જવાનું , નવા શબ્દો અને એકડા શીખવાના . નવા મિત્રો , રિશેષ માં નાસ્તો કરવાની મઝા , એમાય બીજા ના ડબ્બા નો નાસ્તો હંમેશા સ્વાદિષ્ટ લાગતો . નાની નાની ચીજો માટે જીદ અને ધમપછાડા . ક્યારેક મળતી સમજાવટ, તો ક્યારેક મળતો મેથીપાક . એ તોફાન ની ફરિયાદો અને એ નાના નાના ઇનામો . શૈશવ કેટકેટલી મીઠાશભરી પળો ને હંમેશ માટે લઇ ને ચાલ્યું ગયું નૈ...
-
રવિશંકર મહારાજZazi.com © 2009 . All right reserved | Feed Entries |