વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 219 guests and no members online

મદદ

 


 



રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.

સદાશિવ

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ
આશ્રમ-પ્રયોગાત્મક મંત્ર પદ્ધતિ-૮૦ થી ૧૦૦

Sri Sadashiv

  ૮૧. વેદમાં પ્રવેશ માટે ગાયત્રી મંત્ર પ્રથમ દ્વાર છે. અર્થાત્ ગાયત્રી મંત્રનો યથોચિત અભ્યાસ કર્યા વગર વેદ પાઠમાં અધિકાર મળતો નથી. (જીવન વિજ્ઞાન પાન ૧૧૮)

૮૨. ગાયત્રી મંત્રમાં આઠ અક્ષરના ત્રણ પાદ છે. પ્રાથમિક કોટિના અભ્યાસીને એક શ્વાસમાં આઠ આઠ અક્ષરનું એક પાદ બોલવાનું હોય છે એટલે કે એક શ્વાસમાં એક સાથે ત્રણ પાદ ન બોલતા ત્રણ શ્વાસમાં ત્રણ પાદ બોલીને મંત્ર કરે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૮)

૮૩. ત્રણ શ્વાસમાં ત્રણ પાદ બોલીને મંત્ર કરવાથી, થોડા સમયમાં શ્વાસ નળી શુદ્ધ થઇને અનાયાસ મંત્ર થવા લાગશે. ત્યારે એક શ્વાસમાં બે પાદનો અભ્યાસ કરે. સાથે મંત્રના સ્પષ્ટ ઉચ્ચારણ તરફ પણ ધ્યાન રાખે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૮) ૮૪. જ્યારે બે પાદ એક શ્વાસમાં અનાયાસ સિદ્ધ થાય અને ધારા પ્રવાહ કલાકો સુધી મંત્ર જપ કરવાની યોગ્યતા મેળવે, ત્યારે તે કાળાંતરમાં પૃથિવી તત્વ ઉપર કાબૂ મેળવે છે, અને ક્રિયા શક્તિમાં સિદ્ધ થઇને અબાધિતપણે ક્રિયા કરી શકે છે. આ પ્રમાણે ક્રિયા શક્તિમાં સિદ્ધ એ જ ઋગ્વેદી છે. ઋગ્વેદીને મંત્રના વર્ણના શુદ્ધ ઉચ્ચારણ ઉપર ખાસ ધ્યાન આપવું પડે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૮) ૮૫. જ્યારે એક શ્વાસમાં બત્રીશ અક્ષરનો મંત્ર બોલતા રહીને અનાયાસ કલાકો સુધી ધારા પ્રવાહ મંત્ર કરવાની યોગ્યતા મેળવે છે, ત્યારે તે જલ તત્વ ઉપર અધિકાર મેળવે છે અને ક્રિયા શક્તિ અને ઇચ્છા શક્તિરૂપી બે સિદ્ધિઓ પણ મેળવે છે. તે યજુર્વેદી થાય છે. યજુર્વેદીને કોઇ પણ મંત્રના પાઠ કે જપ વખતે વર્ણ અને સ્વર ઉપર વિશેષ લક્ષ રાખવું પડે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૮) ૮૬. જ્યારે એક જ શ્વાસમાં અડતાળીસ (૪૮) અક્ષરનો મંત્ર જપ કરતા રહીને અનાયાસ ધારા પ્રવાહ કલાકો સુધી મંત્ર જપ કરવાની યોગ્યતા મેળવે છે, ત્યારે તે તેજ તત્વ ઉપર અધિકાર મેળવે છે. અને ક્રિયા, ઇચ્છા અને જ્ઞાન આ ત્રિવિધ શક્તિ વડે શક્તિમાન થઇને ઈશ્વરત્વ મેળવે છે, એ ધારે તે કરી શકે છે. તેને મંત્રોચ્ચારમાં સ્પષ્ટ વર્ણ ઉચ્ચારણ, ઉદાત્ત-અનુદાત્ત સ્વરિત સ્વર અને હ્રસ્વ-દીર્ઘ-પ્લુત માત્રા – આ ત્રિવિધ પ્રક્રિયા ઉપર ખાસ ધ્યાન આપવું પડે છે. આ પ્રમાણે જે મંત્રના વિજ્ઞાન સાથે પરિચિત થઇ શકે છે, તે સામવેદી થઇ શકે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૮) ૮૭. જે અથર્વ વેદી છે તે ધારા પ્રવાહરૂપે ચોસઠ અક્ષરનો મંત્ર જપ કરી શકે છે. તે ચારે તત્વ ઉપર અધિકાર મેળવે છે, અને ક્રિયા, ઇચ્છા, જ્ઞાન એ ત્રિવિધ શક્તિથી સંપન્ન થાય છે. ઉપરાંત શક્તિત્રયના પ્રયોગમાં જેને પ્રજ્ઞાન કહેવામાં આવે છે, તેમાં પણ નિપુણ થાય છે. એને મંત્રોચ્ચારમાં વર્ણ, સ્વર, માત્રા અને અક્ષર ઉપર ભાર આપવા રૂપી (પ્રાણ-મહાપ્રાણ રૂપી) બળ આ ચાર પ્રક્રિયા ઉપર પણ ધ્યાન આપવું પડે છે. જે વાસ્તવિક અથર્વવેદી છે તે આંતર વિજ્ઞાન રૂપી જીવન વિજ્ઞાનમાં પૂર્ણત: નિપુણ થઇને લોકોનું જીવન ગઠન કરી શકે છે, અને જીવન સંશોધન તથા જીવન પરિવર્તન પણ કરી શકે છે. આ છે અથર્વવેદીની વિશિષ્ટતા. તેથી કોઇ પણ યજ્ઞ પ્રસંગમાં અથર્વવેદીને બ્રહ્મા બનાવવામાં આવે છે. અથર્વવેદીને વૈખરી, મધ્યમા, પશ્યંતી, પરા આ ચાર વાણી સિદ્ધ હોવાથી તે ચાર વાણીથી વેદ પાઠ કરી શકે છે, તેથી બ્રહ્માના ચાર મુખની કલ્પના કરવામાં આવી છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૯) ૮૮. ભારતીય વેદ રહસ્યાત્મક જ્ઞાનથી ભરપૂર છે. વેદ પાઠના પ્રતાએ મનુષ્યો વિવિધ પ્રકારની સિદ્ધિ કે શક્તિઓ મેળવી શકે છે. મનુષ્ય જ વેદ વિજ્ઞાન સમ્મત મંત્ર શક્તિને પ્રતાપે સિદ્ધ, યક્ષ, રાક્ષસ, ગંધર્વ થાય છે, દેવ થાય છે; ઇન્દ્ર, વરુણ, યમ આદિ પદવી મેળવે છે; બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર આદિ મહાન શક્તિશાળી પદવીઓ મેળવે છે અને ઋષિ મહર્ષિઓ પણ એ જ વેદ વિજ્ઞાનના પ્રતાપે થાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૯) ૮૯. જો આપણે વેદ વિજ્ઞાનને પુનર્ જીવિત કરી શકીએ તો ફરી આપણે પૂર્ણત: સુખી થઇ શકીએ અને બીજા કોઇ પણ દેશની આપણને અપેક્ષા રહે જ નહિ. અપિતુ બીજા દેશો આપની પાસે જીવન વિજ્ઞાન શીખવા આવશે. જેથી તેઓ પણ જીવનમાં વાસ્તવિક સુખ શું છે, તે જાણે સમજે અને અમલમાં મૂકી સુખી થાય. (જીવન વિજ્ઞાન પાન ૧૧૯) ૯૦. ઇશ્વર પ્રણિધાન ભાવનાત્મક સાધન છે, જ્યારે તપ અને સ્વાધ્યાય શારીરિક અને વાચિક ક્રિયાત્મક સાધન છે. તેથી સાધક શરીર, વાણી કે મન વડે જે કાંઇ કર્મ કરે તે સર્વ કર્મનું ફળ ઇશ્વરને અર્પણ કરી દે. (જીવન વિજ્ઞાન પાન ૧૨૦) ૯૧. સાધક શુદ્ધ હ્રદયે શુભ અશુભ દરેક કર્મનું ફળ ઇશ્વરને અર્પણ કરી દે તો તેનું મન શાંત થાય છે, કારણ કે અર્પણ પછી તેને શુભ કર્મ કરવાથી અભિમાન થતું નથી અને કદાચ અશુભ થઇ જાય તો તેમાં ગ્લાનિ ઉપજાતિ નથી. અને સાથે સાથે ઇશ્વર કૃપાને કારણે મન બળવાન બનતું હોવાથી ધીમે ધીમે અશુભ કર્મ થતાં અટકી પણ પડે છે. આ એક સાધક માટે મોટામાં મોટો લાભ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૨૦) ૯૨. જેઓ ધર્મ, અર્થ, કામ, મોક્ષ રૂપી ચતુર્વિધ પુરુષાર્થવાદી શ્રેયસ-પ્રેયસ ઉભયકામી સાધકો છે, તેઓ માટે સગુણ સાકાર ઇશ્વરની ઉપાસના સુલભ થઇ પડે છે. તેમ જ જેઓ વિવેક વૈરાગ્યમાં પ્રબળ છે, તેઓ માટે ઈશ્વર પ્રણિધાનની આવશ્યક્તા પણ નથી રહેતી, કેમકે એવા ઉચ્ચ કોટીના વિવેક વૈરાગ્યવાન સાધકો શરીર નિર્વાહ માટે ઉપયોગી અનિવાર્ય કર્મ સિવાય જ્યાં બીજા કર્મ ન જ કરતા હોય, ત્યાં કર્મ સમર્પણની અપેક્ષા પણ ન જ હોય. (જીવન વિજ્ઞાન પાન ૧૨૧) ૯૩. પરા જીવરૂપી ઇશ્વર કોટીના જ્ઞાનીઓ ઇશ્વર પ્રણિધાની એવા ક્રિયા યોગીઓનું કલ્યાણકારી માર્ગમાં સંચાલન કરવા માટે બહુ જ ઉપયોગી થઇ પડે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૨૩) ૯૪. ક્રિયા યોગીઓ પણ રુચિ, સંસ્કાર, પ્રકૃતિ અને અધિકાર અનુરૂપ વિભિન્ન કોટીના હોય છે અને પ્રાયશ: તેઓ જે જે મંત્ર કે સંકલ્પાત્મક વિનિયોગને કેન્દ્ર કરીને સાધન કરતા હોય છે, તે ઉપર પણ આધાર રાખે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૨૩) ૯૫. મંત્રાધીન દેવ હોવાથી મંત્રમાં અવ્યક્તરૂપે રહેલી ઇચ્છા અને જ્ઞાન શક્તિ અનુરૂપ તે તે દેવ દેવીઓ સાધકના હ્રદયમાં આવિર્ભાવ પામી સાધકને દર્શન આપે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૨૩) ૯૬. દેવ દેવીઓના દર્શન સમયે, સાધક પ્રથમત: વિમોહિત સ્થિતિમાં હોવાથી તેનામાં નિર્ણયાત્મક શક્તિ ઓછી હોય છે, એટલે આધિદૈવિક રાજ્યની ઘણી એવી શક્તિઓ, કે જે સ્વભાવત: રાગ દ્વેષ પરાયણ અને અમૂક ઇચ્છાઓથી વશુભૂત હોય છે, તે સાધકને અભિભૂત કરીને પોતાની ઇચ્છાઓની તૃપ્તિ કરી લે છે. ઘણી વખત આવી શક્તિઓ સાધકને દુ:ખી અને હેરાન પણ કરે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૨૩) ૯૭. કેટલીક શક્તિઓ સાધકને વિવિધ પ્રકારના પ્રલોભનો આપીને અને તેના મૂળ ધ્યેયમાંથી વિચલિત કરીને પોતપોતાની ઇચ્છાઓની તૃપ્તિ પણ કરી લે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૨૪)   ૯૮. સાધકના ઇષ્ટ મંત્રમાં રહેલી ઇષ્ટ શક્તિ જો પ્રબળ હોય અને સાધક જો ધ્યેયમાંથી વિચલિત ન થાય તો સ્વાર્થ-પરાયણ તુચ્છ શક્તિઓ ફાવી શક્તિ નથી. તેથી સાધકની સાધન નિષ્ઠા અને ધ્યેય ઉપર સાધકની ઉન્નતિ કે અવનતિ નિર્ભર રહે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૨૪) ૯૯. ક્રિયા યોગીઓને કોઇ પણ એક ઇષ્ટ મંત્રની અનિવાર્યપણે આવશ્યક્તા હોય છે. તે ઇષ્ટ મંત્ર સાથે કોઇ એક વિશિષ્ટ દેવ દેવીનો સંબંધ હોય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૨૪) ૧૦૦. ઇશ્વર પ્રણિધાની ક્રિયા યોગી સાધકોને ઉચિત છે કે સ્વ સ્વ ઇષ્ટ મંત્ર સાથે જે જે દેવ દેવીનો સંબંધ તે તે દેવ દેવીઓના લક્ષણ ઇતિહાસ, પુરાણ વગેરે ગ્રંથોનું વખતોવખત અધ્યનન-શ્રવણ કરતા રહીને જાણી લે અને મંત્ર જપ વખતે તે તે લક્ષણને અનુરૂપ દેવ દેવીઓના ધ્યાન અને ધારણા કરતા રહે, જેથી તેઓની ઇષ્ટ નિષ્ઠા સુદૃઢ બને, વિચલિત ન થાય. (જીવન વિજ્ઞાન પાન ૧૨૪)

User Rating: 5 / 5

Star ActiveStar ActiveStar ActiveStar ActiveStar Active

સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ
આશ્રમ-પ્રયોગાત્મક મંત્ર પદ્ધતિ-૬૧ થી ૮૦

Sri Sadashiv

૬૧. શ્વાસની ગતિ ઉપર આધાર રાખીને કરવામાં આવેલા વાચિક જપમાં પ્રાણાયામ તો થાય જ છે, અને પ્રત્યાહાર ક્રિયા પણ થાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)

૬૨. વાચિક જપમાં થતી પ્રત્યાહાર ક્રિયાના કારણે સીધા આકાશ તત્ત્વમાં ધારણા-ધ્યાન પણ થાય છે, કેમકે આ જપમાં મુખ્ય અવલંબનમંત્ર છે.    (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)

૬૩. મંત્ર શબ્દ છે અને શબ્દ એ આકાશનો ગુણ છે.  તેથી આકાશ તત્ત્વમાં જ ધારણા-ધ્યાન પણ થાય છે, અને આકાશ તત્ત્વનું સ્થાન કંઠ એટલે વિશુદ્ધ ચક્ર હોવાથી, નીચેના બધા ચક્રોને ભેદીને સીધા વિશુદ્ધ ચક્રમાં સ્થિત થવાય છે.  તેથી નીચેના ચક્રોમાં જે વિઘ્નો હોય છે તે વિઘ્નો નડતાં નથી અને સાથે સાથે ભાવનાત્મક અને વિચારાત્મક સાધન અમુક પ્રક્રિયાના આધારે અથવા તો ચિંતનના આધારે ચાલુ રાખવાથી સહજ સમાધિની સ્થિતિમાં પહોંચી શકાય છે.    (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)

૬૪. કેવળ પ્રાણાયામ વડે પૃથિવી, જળ, તેજ અને વાયુ આ ચાર તત્ત્વની શુદ્ધિ થઇ શકે છે.  પ્રાણાયામમાં વાયુ તત્ત્વનું પ્રાધાન્ય છે. વાયુ તત્ત્વ બીજા ત્રણ તત્ત્વનું કારણ હોવાથી વાયુની સાથે બીજા ત્રણ તત્ત્વની શુદ્ધિ થઇ શકે છે.    (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)

૬૫. આકાશ તત્ત્વ વાયુનું પણ કારણ હોવાથી કાર્ય કારણને શુદ્ધ કરી શકે નહિ.  તેથી કેવળ પ્રાણાયામ કરનારને આકાશ તત્ત્વની શુદ્ધિ થતી નથી.  જ્યારે મંત્ર આકાશ તત્ત્વમય હોવાથી મંત્ર જપ વડે આકાશ તત્ત્વની શુદ્ધિ થઇ શકે છે.    (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)

૬૬. કેવળ પ્રાણાયામ વડે મનની શુદ્ધિ થતી નથી, કારણ કે પ્રાણાયામ વડે કુંભકનો અભ્યાસ કરનારનું મન મૂર્છિત અવસ્થામાં રહે છે. તેથી મનમાં રહેલાં સંસ્કારો જેમના તેમ જ રહે છે.  (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

૬૭. ‘મન એ જ મનુષ્યોના બંધન અને મોક્ષનું કારણ હોય છે.  વાસના સહિત મન એ જ બંધનનું કારણ છે.  વાસના રહિત મન એ જ મુક્તિનું કારણ છે.’  આ શ્રુતિ વાક્ય અનુરૂપ મન એ જ સર્વ સુખ અને સર્વ દુ:ખનું કારણ હોવાથી મનની શુદ્ધિ એ જ જીવનની શુદ્ધિ બને છે.  (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

૬૮. સંસ્કારનો જથ્થો એ જ મનનું સ્વરૂપ છે.  શબ્દોનો ભંડાર એ જ સંસ્કાર છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

૬૯. સંસ્કાર સંકલ્પ-વિકલ્પને આશ્રિત છે.  જે કાંઇ સંકલ્પ-વિકલ્પ થાય છે તે દરેક વ્યક્તિ પોત પોતાની ભાષામાં કરે છે.  સંસ્કારને અનુરૂપ આપણે જે કાંઇ બોલીએ છીએ તે વાણી એટલે બહિર્ વાક્ ને આધારે બોલીએ છીએ અને સંસ્કારને અનુરૂપ જે કાંઇ સંકલ્પ-વિકલ્પ કરીએ છીએ તે મન એટલે આંતર્ વાક્ ના આધારે કરીએ છીએ.  મન અને વાણીમાં વિશેષ તફાવત છે જ નહિ.  મન સૂક્ષ્મ રૂપ છે, તેમાં સંસ્કાર પૂંજ કે ભાવનાઓ સૂક્ષ્મ રૂપે રહે છે, તેમાંથી અમુક ભાગના સંસ્કાર કે ભાવનાઓને વાણી સ્થૂળ રૂપે એટલે કે બીજાને સમજ પડે તે રીતે પ્રગટ કરે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ
આશ્રમ-પ્રયોગાત્મક મંત્ર પદ્ધતિ-૪૧ થી ૬૦
Sri Sadashiv

૪૧. પાંચે તેજ રૂપી અગ્નિઓ પ્રાણ દ્વારા મસ્તકના સપ્ત દ્વાર વાટે બહાર નીકળીને દિવ્ય શક્તિ રૂપે સાધકને છાઇ દે છે, આવરી લે છે. પ્રાણમાંથી નીકળેલી ક્રિયા શક્તિ રૂપી આ પ્રથમ સિદ્ધિ કે શક્તિ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૨)
૪૨. જે મંત્રનો જે દેવ હોય તે દેવનું વારંવાર મંત્ર સાથે સ્મરણ કરતા હોવાથી તે દેવ પ્રસન્ન થઇને પોતાનામાં રહેલી ઇચ્છા શક્તિ સહિત સાધકના મનમાં રમી જાય છે. અને સાધકની ઇચ્છાઓની સફળતામાં સહયોગ આપે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૨)
૪૩. મંત્રના જે ઋષિ હોય તે ઋષિનું પણ વારંવાર સ્મરણ કરતા હોવાથી મંત્ર દ્રષ્ટા ઋષિ, જેમનામાં મંત્રનું રહસ્યાત્મક જ્ઞાન સંપૂર્ણપણે અંતર્નિહિત હોય છે તે ઋષિ પ્રસન્ન થઇને સાધકના મસ્તકમાં વિરાજમાન થાય છે અને સાધકના અહંકાર તથા જ્ઞાન કે વિચાર શક્તિ ઉપર અધિકાર મેળવે છે. તથા સાધકનું કલ્યાણકારી માર્ગમાં સંચાલન કરીને સાધક સહિત બીજા ઘણાંનું કલ્યાણ સાધે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૨)
૪૪. કોઇ પણ વેદિક મંત્રના ઋષિ, દેવ અને છંદ સાથે પરિચિત થઇને જપ કરતા રહેવાથી મંત્ર સિદ્ધ થાય છે. મંત્ર સિદ્ધિ પછી સંકલ્પાત્મક વિનિયોગ વડે મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રયોગ વિધિઓ પણ સાધકની રુચિ, પ્રકૃતિ, સંસ્કાર અને અધિકાર અનુરૂપ પૃથક્ પૃથક્ હોય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૩)
૪૫. ગાયત્રી મંત્રના ઉદાહરણ સહિત મંત્ર વિજ્ઞાન વિષે લખું છું. ગાયત્રી મંત્રમાં ત્રણ પાદ અને ચોવીસ અક્ષરો છે. પ્રથમ પાદ ‘ૐ તત્ સવિતુર્ વરેણ્યમ્’ માં ‘ૐ’ એક અક્ષર બે માત્રા છે; ‘તત્’ એક અક્ષર બે માત્રા છે; ‘સ’ અને ‘વિ’ લઘુ હોવાથી એક એક અક્ષર અને એક એક માત્રા છે; ‘તુર્’ ગુરુ હોવાથી માત્રા બે પણ અક્ષર એક છે; ‘વ’ એક અક્ષર એક માત્રા છે;
‘રેણ્’ ગુરુ હોવાથી અક્ષર એક અને માત્રા બે છે. ‘યમ્’ ગુરુ હોવાથી માત્રા બે અક્ષર એક છે. આ પ્રમાણે પ્રથમ પાદમાં આઠ અક્ષર અને તેર માત્રા છે. દ્વિતીય પાદ ‘ભર્ગો દેવસ્ય ધીમહિ’ છે. તેમાં પણ લઘુ ગુરુ મળીને આઠ અક્ષર અને તેર માત્રા છે. તૃતીય પાદ ‘ધિયો યો ન: પ્રચોદયાત્’ છે. તેમાં પણ આઠ અક્ષર અને તેર માત્રા છે. સંપૂર્ણ મંત્રમાં ચોવીસ અક્ષર અને ઓગણચાળીસ માત્રા છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૧૩)
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries