આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સાઉથ ઇસ્ટ હાઇસ્કુલ, બ્રેડેન્ટન, ફ્લોરીડામાં ૧૨મા ગ્રેડમાં, આઈ-બી સાથે અભ્યાસ કરતા ડોક્ટર કીર્તિબેન અને એન્જીનીઅર વિજયભાઈ સોલંકી ના પુત્ર યાત્રિકે, બાલ્ટીમોર ખાતે ગત જુલાઈ માં યોજાયેલ ટીએસએ (ટેકનીકલ સ્ટુડન્ટસ એસોસીએશન) ની રાષ્ટ્રીય (અમેરિકા) કક્ષાની હરીફાઈમાં પ્રથમ વિજેતા બની 'નેશનલ ચેમ્પિયન'નું ટાઈટલ મેળવ્યું હતું.
હાલ સિંગાપોર માં યોજાયેલી વર્લ્ડ ફાઈનલ્સ માં દુનિયાભર માં થી આવેલી ૩૧ ટીમો સાથે તા. ૨૦,૨૧ અને ૨૨ દરમ્યાન, જાપાન, ચીન, જર્મની જેવા દેશો સાથે યાત્રિક સોલંકી અને તેની ટીમે તીવ્ર હરીફાઈ કરી હતી.
શીર્ષક થોડું વિચિત્ર લાગશે પણ, હકીકતમાં શીર્ષક અમે I.T. Jobs that nobody wants to do એવું વિચાર્યુ હતું. પણ, અત્યારનો ટ્રેન્ડ જોતા આઈ.ટી. જોબ્સમાં હું પણ બન્યો આઈ.ટી. કે સોફ્ટવૅર એંજિનયર - એવું વધુ યોગ્ય લાગે છે. તાજેતરમાં ૧૦-૧૨ અને IIT JEEનું પરિણામ આવ્યું ત્યારે ઊભરાઈ ગયેલ છાપાં અને એ જ બીબાઢાળ વિચારો જોતાં આ લેખ કંઈક અસર પાડે તો સાર્થક થઈ જઈશ :)
સોફ્ટવૅર એંજિનયર છું એવું હું કોઈને કહું ત્યારે લોકો તરત કહે છે, યાર આપણે પણ વેબસાઈટ બનાવવી છે. જો હું એમ કહું કે કોમ્પ્યુટર એન્જિનિયર છું તો કહે યાર, મારું વિન્ડોઝ બરોબર ચાલતું નથી કે પછી પેન-ડ્રાઈવમાં વાયરસ છે. શું કરવું હવે? તો આપણે જોઈએ જરાક હટકે ક્ષેત્રો જેમાં આવનારા ૨-૫-૧૦ કે ૧૫ વર્ષોમાં કારકિર્દી બનાવવી એ જરા હટકે જ હશે.
મેક, વિન્ડોઝ કે લિનક્સ - મારે શું કરવું?
આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે જો તમે ગુંચવાતા હોવ તો આ લેખ તમારા માટે છે!
ઓપરેટિંગ સિસ્ટમ એટલે તમારા કોમ્પ્યુટરનો આત્મા. તેના વગર કોમ્પ્યુટરનું ડબલું એકદમ નક્કામું. પથરો. હા - ઓપરેટિંગ સિસ્ટમ એટલે કોમ્પ્યુટરનો જીવ. હવે, આવી મહત્વની વસ્તુની પસંદગી કરવી એ અતિ મહત્વનું છે. મોટાભાગે તમે જ્યારે કોમ્પ્યુટર ખરીદો ત્યારે તેની જોડે જ ઓપરેટિંગ સિસ્ટમ આવે છે (જેને OEM - ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરર આવૃત્તિ)કહે છે. તમે તેના રુપિયા તમારા હાર્ડવેર (ડેસ્કટોપ, લેપટોપ..) જોડે જ ચૂકવી દો છો. અમુક કંપનીઓ તમને ખરીદતા પહેલાં ઓપરેટિંગ સિસ્ટમ પસંદ કરવાની તક આપે છે - ત્યારે આવી તકનો લાભ ઉઠાવવો જોઈએ. તો, હવે જોઈએ કે કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં શું ખાસ છે.
એમ તો ગુજરાત એ ગુજરાત જ છે. પણ, આપણે વાત કરી રહ્યા છીએ - ગુજરાત હજી સુધી આઈ.ટી. એટલે કે ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે બેંગ્લુરુ કેમ નથી? - એ વિશે. ગુજરાતનું ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈલેક્ટ્રીસીટી, આઈ.ટી. ક્ષેત્રે હોંશિયાર યુવાનો તેમજ સરકારનો સહયોગ હોવા છતાં આપણે આઈ.ટી.માં આગળ કેમ નથી? હું લગભગ દર વર્ષે બેંગ્લુરુની મુલાકાત લઉં છું અને સ્વાભાવિક રીતે ગુજરાતમાં રહેલો છું અને આઈ.ટી. ક્ષેત્રે ૨૦૦૦ની સાલથી ચાંચ પરોવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને ગાંધીનગર ખાતેનાં ઈન્ફોસીટીની મુલાકાત લીધા પછી આપણાં મુખ્ય સવાલ પર ચર્ચા કરીએ.
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved | Feed Entries |