આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
વડોદરા,ગુજરાત,ભારત
સુશીલ****રોજ એક પારિજાતક નું ફુલ તને ઘરવું છે....સ્વીકારીશ ને ? સૂકીભાજીનું શાક જમતા જમતા વિચારમાં પડી ગઈ...ભાણે થી ઉઠી ગઈ...ભાઈએ ખુશ ખુશ થઈને વિદાયઆપેલી...સાસરે ડાહી થઈ ને રેહજે ની શિખામણ ખુબ ધ્યાન થી રોતા રોતા સાંભળેલી...પરદેશ છે આવી નહીં શકીએ પારકા દેશમાં ને અજાણ્યા માણસો...કેટલાય દિવસથી ચિંતા હોવાછંતા મા કહે તે પેહલા જાણી તો ગયેલીજ...આ અક્ષયને કયારેય ના સમજાયું સુશીલ ના આવ્યા પછી પણ...! એક વાર ની બળજબરી નું પરિણામ ...મારે શા માટ ભોગવવું જોઈએ...રોજરોજની ઝીણી ઝીણી બાબતો....ધરબાઈ ને બેઠેલો અગ્નિ.. જ્વાળામુખી થઈ ગયો...જ્યારે હાથ ઉપાડ્યો.... જણ્યા પછી પાળવાની જબાવદારી એજયુકેશન વગર અંતે નહીં જ થાય...ચીસપાડી ને મિનારા તૂટી પડ્યા...એક શાંત તળાવમાં કાંકરો નહીં પણ પથરો પડી ગયો. છોડી ને નહીં જઉ ને તો બંધાઈ જઈશ....ગોંધાઈ જઈશ...મરી જઈશ..!! મૌન કેટલા મહિનાચાલશે...આખરે રસ્તો ઝાંખો ભલે દેખાય ચાલવું પડશે...સુનીલને સાથે નહીં લેવાનો...રડતો મૂકી ને એક મા થઈ ને ચાલ્યા ગયે આજે દશ વર્ષ થઈ પણ ગયા...નાના ભરતો પગલા સુનીલરડતો રડતો આવ્યો...કોણ જાણે કેમ એના હાથ પર બાંધેલો પાટો મારા મૌનને ખળભળાવી ગયો...આમ કેમ જીવાશે?પિતા છે કે કસાઈ ??? હા એક રાવણ અહીં જીવે છે...!! સુંદર મજાનીમાંજરી આંખો ને મેંદી ભરેલા હાથો...બે ચોટલે કર્યો ગ્રહપ્રવેશ કેટલી બધી મુગ્ધતા..સંવેદના અને પછી સ્ત્રીપણા ની પરીક્ષા...મૌનની પરીક્ષા....માતા-પિતા નો જાકારો...સતત પેહરો ને યાદને મસળતી વાસ્તવિકતા નો અંત...સુશીલ ને છોડવો પડયો ને આજે કોર્ટમાં ખાવાખર્ચીના પૈસા માંગતા શરમ નથી આવી...બીજી અપેક્ષા તેની પાસે થી હોઈ પણ શું શકે???? વેલ ની જેમવળગી ને રહી તો....ફ્રોઝન ના સમય થયો ના સ્મૃતિ એ ખળખળ વેહવાનું બંધ કર્યુ...હા મારું અંગ મારે જુદુ કરવું પડ્યું...!! સુશીલ હું તારી મા છું પણ રહી નહીં તારી પાસે...પૂછે તો જણાવુંકઈ રીતે જીવી છે એક એક ક્ષણ મરીને !! તારું મૌન જ્યારે ખળભળે મને યાદ કરજે...આવીશને બેટા...એણે અબળા ને છંછેડી છે...પાઠ ભણાવા માટે જુદો કરેલો...પણ સાંભળ્યું કે તારા માટેબીજી મમ્મી લઈ આવે છે....તનેપણ ખુબ રંજાડે છે સાંભળી ને કકળે છે મારી આંતરડી.. તારા કુમળા હાથે કામ કરાવે છે... જઈ ને કોને કહું જે કાયમ તને સંભાળશે ....દિલથી ચાહશે.સગપણે જ્યારે છોડ્યો સથવારો..ધડધડ હૈયે ભાગેલી… ચર્ચ ની મદદ મળેલી....ત્યારે કેટલા ગુસ્સા ને ગળી ને જુસ્સામાં ભાગેલી...!! બંધન તોડ્યું તો યે વળગ્યું યાદોમાં ....ભાવિ હાથતાળીદઈ ને ભાગી જશે...તારે તારું ....અરેરે બચપણ માં મોટુ થઈ જાવું પડે છે...તું કહે છે ટેવાઈ ગયો છે..!!! ટેવાઈ ગયો કે અજ્જડ થઈ ગયેલો ...લેવાઈ ગયેલો...વિલાઈ ગયેલો...શોસાઈગયેલો.. કરમાઈ ગયેલો..??? આંખો અટવાણી ત્યારે મા એ પણ મૂકી દીધો..પૂછે છે જીંદગી હિસાબ ને ખોળો ખાલી છે...કોણ જાણે છે?? કોણ જાગે છે?? અવાક સુશીલ ક્યાં ક્યાં ભાગે છે????
સ્રુશીલ** એક પારિજાતક નું ફુલ તને ઘરવું છે....સ્વીકારીશ ને ? (2)
ગોરો ગોરો બફલા જેવો ટગર ટગર જો'તો ભાવિની ગુંચો ભરેલો લછ્છો..!! પેહલા ઓછા પગારમાં બધું પોસાતું ...સગા સંબંધી પણ સમાઈ જતા..હવે એક નથીસચવાતો...સંભાળાતો..ખામી કે ઓછપ..સાક્ષરની ભોંઠપ ?? આ નવા સમાજની ઓળખ? અસ્તિત્વના ટૂકડાને કચરા ની જેમ ઉપાડી ને ખસેડી દો નજરથી દૂર..આમાં નવાગંતુક નો કોઈદોષ ?? બાળપણે બાળહઠ ઓકે ગણાય..પણ હઠે ચડેલા માતાપિતાનું સંતાન બાળહઠ ક્યાંથી કરી શકે?? એને તો બાળપણ પણ શું છે ???એનો રોષ દોષમાં પ્રગટ થવાનોજ ને..ખરાબ રસ્તાપહેલા ખુલશે... અંધારે ભટકાઈ જશે ..ભરખાઈ જશે...મળશે પ્રેમાળ છેતરામણો હાથ તો ભોળવાઈ જશે, કંઇ રીતે અટકાવું?? એક હાથ દઈ ને હક જમાવું?? પેહલા ખોળે પધાર્યો..હનીમુનના દિવસોમાં પણ ઉત્સાહ ને મરતો જોયો..તોય અહીં આવવાનો મોહ ના છોડ્યો..આવી ને શું કાંદા કાઢ્યા? લગ્ન વખતે પપ્પાને હોસ્પિટલમાં એડમીટ કરેલા..એક ની એક દિકરીનાલગ્ન..દિકરી વ્હાલ નો દરિયો...વિદાય આવી ગઈ પાસે..પારકે ઘેર મોક્લતા પેહલા તો બીમાર પડી ગયા.પેનીક એટેક હતો બચી ગયા..આને જ્યારે મારી મુંઝવણ કહી તો કેમ કહી દીધુંમરી જજે ત્યાં પણ અહીં પાછી ન આવતી. ..બસ પ્રેમ બધો ખલાસ થઈ ગયો?? અને મેં પણ શું કર્યું? સુશીલ સાથે..વાઘના મોઢામાં માં ધકેલી ને ભાગી નીકળી..જેથી હું બંધન મુક્ત રહીપુરૂષને પાઠ ભણાવી શકુ !! ચર્ચવાળા જીસસ ક્રાઈસ્ટ, મસ્જીદવાળા અલ્લાહ, ઘર-ધણી ને ઉપરવાળા તો પુરૂષ ને હું એક સ્ત્રી થઈને ડરી ગઈ..ખસી ગઈ માં થઈને..?? હૈયે પત્થર મુકેલો કેહૈયું પત્થર થયું ને નીકળેલી..જાત સાથેના સંવાદો માં ન્યાય નો અપવાદ થઈ ગયો...સંભોગમાં નિર્દોષનું બાળપણ હણાઈ ગયું ને જીવવાની સજા મળી. દફ્તર ના બોજે ના મર્યો તોરાવણના હાથમાં ધરી દીધો..આમાં સુશીલ અવાચકને અજ્ઞાન રહી જશે? કોણ જવાબદાર?? કોને કહું હું ગુન્હેગાર !!
મેં જેવી બી.કોમ.ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી કે હું સહુને માટે ચર્ચાનું કારણ બની ગઈ. લાગતાં વળગતાં સહુ માટે ચિંતાનો વિષય બની ગઈ.મારાં કુટુંબીજનો મારાં માટે યોગ્ય મૂરતિયો શોધવા માટે સજ્જ બન્યાં. એમ તો અમે કાકા, મામા,ફોઈ કે વેવાઈ બધાં એક છાપરા નીચે રહેતાં નથી પણ ભારતીય સંયુક્ત કુટુંબની સંસ્કૃતિનું લોહી અમારા સહુની નસોમાં વહે છે.તેથી અમારા ખાનદાનની પ્રત્યેક વ્યક્તિ-ચાહે તે યુ. એસ.માં રહેતી હોય કે પાદરામાં-સહુ મોસાળમાં તથા પિતરાઈ સાગમટે એક જ કામમાં લાગી ગયાં-મારાં માટે ‘સુ-વર’નો શિકાર કરવાનું .એક દિવસ ડેડીના કઝીનનો ફોન લંડનથી આવે તો બીજા દિવસે દીદીની નણંદની જેઠાણીનો ફોન આવે.શાનાં માટે જાણો છો? અલબત્ત તેમનાં મિત્ર કે મિત્રના મામા કે સાળાનો દીકરો ઉંમરલાયક હોય અને તેમની દ્રષ્ટિએ મારા માટે સારો મૂરતિયો હોય.તેથી જ સ્તો!
સવાર સવારમાં ચા સાથે છાપું વાગોળતાં ડેડી હવે સૌથી પહેલાં મેટ્રીમોનીયલનું પાનું જુએ છે. એ દિવસો ગયાં કે તેમને સ્ટોક માર્કેટની ઉથલ-પુથલ વાંચવામાં રસ હોય. હવે તેઓ નેતાઓનાં કૌભાંડો વિશે વાંચી ઉકળતાં નથી.આજકાલ તેમનો ક્રિકેટનો ક્રેઝ પણ ઘટી ગયો છે અને સટોડિયાઓને ભાંડવાનું તો ભૂલી જ ગયાં છે.અર્જુનના લક્ષ્ય-વેધની જેમ તેમનું ધ્યાન માત્ર માછલીની આંખ જેવી લગ્નની જાહેર ખબર પર જ છે.અને આ પ્રકારની ‘વોન્ટેડ’ વાંચીને મને હસવું આવે છે.દરેક વ્યક્તિ-પોતાનાં રંગ,રૂપ,ગુણ,કેરિયર કે કલ્ચર ગમે તે હોય-એવી કન્યાની શોધમાં છે જે ‘સુશીલ,સ્માર્ટ.સુંદર,ઘરરખ્ખું.....’ હોય. હું અલબત્ત રૂપાળી ન કહેવાઉં પરંતુ નમણો ચહેરો,કોન્વેન્ટ એજ્યુકેશન,બોલવા ચાલવાની સ્માર્ટનેસ, પ્રસંગોપાતના મેક-અપથી આ જંગ જીતી જાઉં એવો ડેડી-મોમને વિશ્વાસ છે.
અને આ રણમેદાનમાં પહેલો સૈનિક પ્રવેશ્યો તે એક બેન્કનો ક્લાર્ક હતો જેના ઓફિસર થવાની ઘડીઓ ગણાતી હતી. એક આશાસ્પદ અને ઉજ્જવળ કારકિર્દી તેની રાહ જોતી ઉભી હતી.સફાઈબંધ કપડાં અને ચીપીને બોલવાની રીત-મને થયું તેનામાં ટીપીકલ ઓફિસરના બધાં જ લક્ષણો મોજુદ છે.
અંગ્રેજી.... અંગ્રેજી.... અંગ્રેજી....તેની જાદુઈ છડી બધે એવી છવાઈ ગઈ છે કે વાત જ ન પૂછો.ના, મારે આજે બિલાડીનાં ટોપની પેઠે ફૂટી નીકળેલ અંગ્રેજી માધ્યમની સ્કૂલની વાત નથી કરવી.કે પછી વસંતમાં રંગવૈભવ દર્શાવતાં ફૂલનાં ઝૂમખાંની જેમ ઉગી નીકળેલાં સ્પોકન ઈંગ્લીશના ક્લાસની પણ વાત નથી કરવી. એ વાત સર્વવિદિત છે કે સામાન્ય વ્યવહારમાં વાક્યરચના ગુજરાતી હોય, પણ મોટા ભાગનાં શબ્દો અંગ્રેજી હોય.જેમકે ‘મારી સિસ્ટરના મેરેજ ટ્વેન્ટી ફોર્થના છે.’ આવા સંભાષણની વાત કરવી નિરર્થક છે. કારણ આવા વાક્યોથી આપને ‘યુઝ્ડ ટુ’ થઇ ચુક્યા છીએ.અંગ્રેજીના સ્પેલિંગ અને ઉચ્ચાર વિશેની ગોલમાલનો નિર્દેશ નથી કરવો. એક જમાનાનાં લાડીલા હીરો ધર્મેન્દ્રએ મારેલાં ‘બી યુ ટી બટ તો પી યુ ટી પટ કેમ નહી’ એવાં ડાયલોગનો વાસી જોક નથી કહેવો.આજે તો એવાં અંગ્રેજી શબ્દોની વાત કરવી છે જે ગુજરાતી ભાષાનો હિસ્સો તો બન્યાં છે,એટલું જ નહિ તેનું પૂરેપૂરું ગુજરાતીકરણ થઇ ચૂક્યું છે.તેમાંના ઘણાખરા શબ્દોને તો આપણે ગુજરાતી વાઘા પહેરાવી દીધાં છે.
દર વેકેશન પડે એટલે ક્યાંક બહાર જવું પડે,એ શાસ્ત્રનો વળલખ્યો નિયમ છે.આપણા માટે નહિ તો બીજાને માટે પણ જવું પડે.કારણ પડોશી,સગા-વાલા,ઓળખીતા સહુ એક જ પ્રશ્ન કરે: ‘રજામાં ક્યાં જવાના?’ અને કાકા, મામા કે મને ત્યાંતો શું સગા ભાઈ-બહેનને ત્યાં જવાનું હવે ‘આઊટડેટેડ’ બની ગયું છે.
‘પિયર ક્યાંથી જાઉં?છોકરાવ ને ન ગમે’ કહી પોરસાતી વેવલી માતાઓનો ગુજરાતમાં તોટો નથી.રજામાં કોઈના ઘેર નહિ,ફરવા જ જવું પડે,દિવાળી સમયે ચાર દિવસ ઘરમાં રહેતાં લોકો હવે હાંસીને પાત્ર બની રહે છે.જેટલાં દુર જાવ કે વધારે ખર્ચ કરો,તેટલું તમારું સ્ટેટસ ઊંચું. અભ્યાસમાં સમયાંતરે જુદા જુદા ટ્રેન્ડ જોવા મળે છે.જેમકે વર્ષો પહેલાં મેડીકલની બોલબાલા હતી. પછી એન્જીનીરનો જમાનો આવ્યો. તેમાં પછી કમ્પ્યુટરની કમાલ આવી. કમ્પ્યુટર એન્જીનીર થવાય તો ઠીક નહીતર બી.એસ.સી.,નહીતર તેનાં નાનામોટાં કોર્સ પણ કરવા.માઈક્રોબાયોલોજી પછી બાયોટેક ને જીનેટિક..અને સી.એ.,એમબીએ -એમ જુવાળ ઉઠતા જાય છે અને શમી જાય છે.તેનાં જેમ જ એક જમાનો હતો લોકો વૈશ્નોદેવી ઉપડતા.કે પછી હરદ્વાર-દિલ્હી.પછી હવા ખાવાનાં સ્થળની બોલબાલા વધી.ઉટી,સિમલા કે માથેરાન વિષે ત્યાં આપણું ઘર હોય તેવી રીતે વાતો કરતાં થયા.વળી સાઉથની ‘ ઠેકડી’ પણ ચાલી.પણ ના,હવે તો જુદી વાત કરવાની.એકવીસમી સદીમાં દેશની બહાર ફરવા જવું પડે.પેકેજ ટુરની લોભામણી જાહેરખબરો લગભગ બધાને આકર્ષે છે. બીસનેસમાં પડેલાઓને પૈસા ખર્ચી કુટુંબને બહાર ફરવા લઇ જઈ,પછી વરસ-બે વરસ માત્ર ધંધામાં મન રાખી કમાવાનું,પત્નીની કોઈ કચકચ નહિ-એમાં સરવાળે ફાયદો દેખાય છે.એલ.ટી.સી.,ગાડીના બંને પૈડાની કમાણીની દોટ,અને આ બધાં કરતાંયે અંતહીન દેખાદેખી-બધાને લીધે હવે તો વિદેશ ફરવા જવાની ફેશન ફૂલીફાલી છે.
‘વુ ઇસ ધ મોસ્ટ મીસરેબલ એનિમલ ઓન અર્થ?’
એક દિવસ ક્લાસમાં મેં કોઈ વાર્તા સમજાવવાની પ્રસ્તાવના કરતાં પૂછ્યું.
ક્યાંક કોઈ ખૂણેથી જવાબ મળ્યો:
‘એન ઇંગ્લીશ ટીચર સર’
મને એક મીનીટ તેને તમાચો મારવાનું માન થયું,મારા-અંગ્રેજીનાં શિક્ષકને ભર્યા ક્લાસની વચ્ચે આવો જવાબ? ‘યે તેરી હિંમત?’ એવો ફિલ્મી ડાયલોગ પણ યાદ આવ્યો.મેં શિવના ત્રીજા નેત્ર જેવી ધગધગતી આંખ તેના તરફ ફેરવી, ત્યાં ગુસ્સો જાણે ઠરી ગયો.તેનાં મોં પર ન હતો કોઈ કટાક્ષ, નહી રમુજ, નહી ‘કેમ સંભળાવ્યુંને?’ એવો ગર્વનો ભાવ. ત્યાં તો હતી નિખાલસતા, નરી નિર્દોષતા.પોતે એવું તે શું બોલીનાખ્યું કે ટીચરને ગુસ્સે થવું પડે? એ નહી સમજી શકવાની અસમંજસ અને મૂંઝવણનો ભાવ ચોખ્ખો વર્તાઈ આવતો હતો.
-
જવાહરલાલ નહેરુZazi.com © 2009 . All right reserved |
![]() |