આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
પ્રિય મિત્રો,
"અવસર પરિવાર" ફરી એક વાર આપની સમક્ષ લઈ ને હાજર છે, એક ઔર અવસર પર્વ.. સંગાથે સંગીત માણવાનો અમુલ્ય લાહવો..
અમે તો ગીત ગુલાબી ગાશુ...
ગુજરાતના પ્રીય કવિ સુરેશ દલાલના ગીતોમા તરબોળ થવાનો રસભર અવસર
તારીખ: ૩૦મી સ્પ્ટેમ્બર ૨૦૧૨, રવિવાર સાંજે ૮ ૩૦ કલાકે
સ્થળ: લાયંસ ક્લબ હોલ, લેમન ટ્રી હોટેલ ની બાજુમા, મીઠાખળી ૬ રસ્તા, નવ્રંગપુરા, અમદાવાદ.
કવિના ચિર વીદાય પછી, અમદાવાદમાં કવિની કવિતા ઉજવ્વાનો પ્રથમ અવસર
તો માત્ર સાંભળવા જ નહી પણ સહુની સાથે ગાવા આપને સાદર નિમંત્રણ છે, ચોક્કસ પધારજો...
http://avsarparivar.com/?page_id=95 અહી ક્લીક કરી કાર્યક્રમમાં આપની હાજરી નોધાવો...
આપનો સ્નેહ અને ઉત્સાહ એ જ અવસર નો પ્રાણવાયુ છે, કાર્યક્રમ સંપુર્ણ પણે નિઃશુલ્ક છે, અવશ્ય પધારજો...
કાર્યક્રમ દરેક ગુજરાતી રસિયા માટે ખુલ્લો છે.. તો ચોક્કસ થી પધારજો…
કાર્યક્રમ સમયસર શરૂ થશે, વેળાસર આવી આપની જગા આરક્ક્ષીત કરવી, ખુરશીઓ મર્યાદીત હોવા થી, વહેલા તે પહેલા ના માધ્યામે પ્રવેષ છે.
સંપર્કઃ કાંક્ષિત મુનશીઃ 9879542505, ભુષણ મહેતાઃ 9377754325 યશ મહારાજા: 9377233681
૧૪ થી વધુ ગાયકો દ્વારા સુરેશ દલાલ એક સાથે એક જગ્યા એ ગવાય તેવો પહેલો મોકો.
ભારતની મથુરા બંજારા તરીકે ઓળખાતી આદિવાસીની ખુબ જ વિરલ જાતિને શોધવા માટે મારે એક સાહસપૂર્ણ પ્રવાસ ખેડવો પડ્યો હતો. મારો આ પ્રવાસ જ મારી કહાની છે.
મારી શોધની શરૂઆત થઇ 2002થી, જ્યારે મેં ગુજરાતમાં અમદાવાદ ખાતે આદિવાસી કેન્દ્ર ખાતે યોજાયેલા એક પ્રદર્શનમાં આદિવાસીની એક વિરલ જાતિનો ફોટો જોયો. મેં મારા જીવનમાં આવી જાતિ ક્યારેય જોઇ ન હતી. આ આદિવાસી જાતિનું સૌથી અભિન્ન અંગ તેમના માથા પર પહાડ જેવી મોટી ચોટીઓ હતી. હું તે ફોટોગ્રાફ જોઇને ખૂબ જ રોમાંચિત થઇ ગયો હતો અને મેં નક્કી કર્યું કે હું મારી જાતે આ વિરલ જાતિના ફોટોગ્રાફ લઇશ. મને વિરલ વસ્તુઓના ફોટા લેવા ખૂબ જ ગમે છે.
મે ગુજરાત વિદ્યાપીઠના સંગ્રહાલયના વસ્તુપાલ શ્રી અરવિંદ ઘોસાળકરને તે જાતિ વિશે પૂછ્યું. મને જાણવા મળ્યું કે તે ફોટો તેમણે પોતે 1960ના દાયકામાં લીધો હતો, અને 2002માં એવું લાગતું હતું કે આ જાતિ ચોક્કસ લુપ્ત થવાના આરે હશે. શ્રી ઘોસાળકરે જણાવ્યું કે આ જાતિ દક્ષિણ ભારતમાં વસે છે. તેઓ આદિવાસીઓની ફોટોગ્રાફી માટે આખા દેશમાં ફરતા હોવાથી તે ફોટો ચોક્કસ કઇ જગ્યાએ લેવાયેલો હતો તે તેમને તે સમયે યાદ ન હતું. મેં તે જાતિને શોધવાનું મનોમન નક્કી કરી લીધું. બાદમાં મેં શ્રી ઘોસાળકર પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. મારા સદનસીબે તેમને થોડી માહિતી મળી કે તે મથુરા બંજારા નામની જાતિ છે અને તે આંધ્રપ્રદેશમાં વસે છે. બસ, મારા માટે આટલું કાફી હતું. તે સમયે હું દ્રશ્ય-શ્રાવ્યનો વિદ્યાર્થી હતો અને અમદાવાદમાં અભ્યાસ કરતો હતો.
August-2012
સાઉથ કોરીઆ - શાકાહારી ભોજન
{gallery}alapzalak/2012/08{/gallery}
અલપઝલક-Between April to August-2012
South Korea Vegetarian Food You can eat
આમ તો સરખામણી કરવી એ કંઈ સાચી રીત નથી. પરંતુ આપણે આપણો કક્કો ખરો કરવા ઘણી વાર સરખામણી કરી નાંખીએ છીએ. તાજેતરમાં આપણા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં હરિફ કેશુભાઈને ઉદ્દેશીને કહ્યું કે બિહાર જાતિવાદનાં રાજકારણને કારણે પાછળ રહ્યું હતું. તો તરજ જ તેની પ્રતિક્રિયા રૂપે બિહારનાં મુખ્ય પ્રધાને કોમવાદનું રાજકારણ ખેલનારને આવું કહેવાનો અધિકાર નથી તેવું નિવેદન આપ્યું હતંુ. આમ મોદી વિરૂદ્ધ નિતિશનાં આ યુદ્ધને કારણે જ મને સાત વર્ષ પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી કવરેજ કરવા માટે મેં વિતાવેલા ત્રણ મહિના કરતા વધુ સમયની યાદ સ્મરણ પટ્ટ પર તાજી થઈ ગઇ.
મુંબઈમાં તો દરરોજ યુપીબિહારનાં લોકો વિરૂદ્ધનાં નિવેદનો સાંભળું છું. ખાસ કોઈ અસર થતી નથી. કારણકે બધુ લોકોને ભરમાવા માટે તેમજ સત્તા મેળવવા માટે જ હોય છે. તેમ છતા લોકોમાં વિવિધ જાતનાં પૂર્વગ્રહો હોય જ છે. હું પણ એમાંથી કંઇ બાકાત નથી. હૈદરાબાદની એક ટીવી ચેનલમાં કામ કરતો ત્યારે પણ બિહારનાં લોકો વિરૂદ્ધ એક અલગ પ્રકારનાં દ્વેષની લાગણી થતી. તેનું કારણ એ પણ હતું કે અમારી એક માત્ર ગુજરાતી ચેનલને બાદ કરતા ત્યાંથી પ્રસારીત થતી લગભગ તમામ યુ,પી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર તથા ઉર્દુ ચેનલમાં તમામ જગ્યાઓ પર બિહારથી આવેલા લોકોનો દબદબો હતો. અમારા ગુજરાતીઓ કરતા આ લોકો ઘણાં જ હોંશિયાર તમામ રીતે. તેઓની સાથે પરિચયમાં આવતો તો ઘણીવાર થતું કે આ લોકો આટલા બધાં હોંશિયાર છે તો પણ પ્રદેશ આટલો પછાત કેમ ?
સહમત નથી, પણ થવું પડશે, તું સાચી છે
આ માનવું મારું છે, ગમશે?, તું સાચી છે
આ તો થઈ રોજની વાત ક્યાં છે નવું
તારી હા, તો મારી ના નડશે,તું સાચી છે
ફરિયાદના ઢગલા આપ્યા છે મેં તે છતાં
તારી સહનશીલતા વરશે, તું સાચી છે
-
વિમલા ઠક્કરZazi.com © 2009 . All right reserved |
![]() |