આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
મારી બિહાર વિધાનસભા ચૂંટણી કવરેજનો એક ટીવી જનાર્લીસ્ટ તરીકેના અનુભવનો આ બીજો ભાગ હું લખી રહ્યો છું. ગુજરાતની આ ચૂંટણીમાં વારંવાર કંઈને કંઇ કારણસર ગુજરાત તથા બિહારની વાતો થયા જ કરે છે.બિહાર વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પણ ગુજરાતના કોમી રમખાણનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. તે સમયે ઘણાં વખતથી હું ગુજરાત તથા બિહારની કોઇ સરખામણી થઈ શકે તેવી સ્ટોરીની ફિરાકમાં હતો ત્યાં તો લાલુ પ્રસાદ યાદવે ગુજરાતમાંથી કેટલાંક મુસ્લિમ ધર્મગુરૂઓને બોલાવ્યા હતા. જેઓ ગુજરાતમાં મુસ્લિમો પર કેવો અત્યાચાર થયો હતો તેની વાત કરવાના હતા. જેથી મુસ્લિમો ડરના માર્યા કે પછી સલામતીનાં નામ પર તેમની પાર્ટીને જ મત આપે. યાદવ તથા મુસ્લિમ વોટના આધારે જ તેમની પાર્ટીને સતત જીત મળતી હતી પરંતુ આ વખતે કદાચ મુસ્લિમ વોટ બેંક નિતિશ કુમારની પાર્ટીની તરફ ઢળે તેવી શક્યતા હતી. તેથી ચૂંટણી જીતવા આવા દાવપેચ આવશ્યક હતા.
ઘર્મગુરૂઓની ફતવા કાઢવાની તાકતને કારણે જ નેતાઓ તમામ બાવાઓ તથા મૌલવીના શરણે જતા હોય છે. આ ફતવો શબ્દ પણ મને બહુ ગમે છે આમ તો તેનો ખરો અર્થ ધાર્મિક આદેશ એમ થાય પરંતુ આપણે તેનો નકારાત્મક અર્થ જ વધુ લઈએ છીએ. સરકારનો કોઈ મનગઢત આદેશ, કે પછી ચૂંટણી દરમ્યાન ફલાણા કે ઠિકણાં પક્ષને પછી ચોક્કસ ઉમેદવારના પક્ષમાં મત આપવાનો આદેશ. શરૂઆતમાં તો આ મોલવીઓના આદેશનું થોડું ઘણું મહત્વ હતું પરંતુ હવે તો કોન્ગ્રેસ વાળા લાવ્યા ન હોય તો પણ બીજેપી વાળા કોઇની પાસે 500 રૂપીયા આપીને લખાવી લાવે અને પેપરોમાં 50,000 રૂપીયા ખર્ચીને જાહેરાત કરે કે જુઓ આ બધા તો કોન્ગ્રેસને જ મત આપશે આમ કરીને હિંદુ મતોનું પણ ઘ્રુવીકરણ થાય અને ફતવોનો લાભ ભલતો જ લઈ જાય. આ બધુ હોવા છતાંય તેનું મહત્વ ઓછું તો નથી જ.
કોઈ પણ ચૂંટણી હિંદુ મુસ્લિમ કે પછી જાતિવાદ વગર જીતી જ ન શકાય. કોલેજમાં હતા ત્યારે ઘણાં સ્વપ્નશીલ હતા આજે પણ છીએ પરંતુ જાણીએ છે આવું જ બધું રાજકારણમાં ચાલતું હોય. અમારો એક મિત્ર જનરલ સેક્રેટરી (જીએસ)ની ચૂંટણીમાં ઉભો રહ્યો. અમારો એક ખાસ મિત્ર મુસ્લિમ હતો. તે એક વખત આવીને કહેવા લાગ્યો કે આપણો હરિફ જીએસ ઉમેદવાર મારે ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે આપણે બંને મુસ્લિમ છીએ તેથી તારે મને સર્પોટ કરવો જોઇએ. અમને બઘાને બહુ જ ગુસ્સો આવ્યો કે કોલેજની ચૂંટણીમાં પણ આવી રીતે હિંદુ મુસ્લિમ લાવવામાં આવે છે તેને હરાવવો જ જોઈએ. યેનકેન પ્રકારે અમારા હરિફને હરાવવાની ગાંઠ વાળી દિધી હતી. કોલેજમાં અમુક સંપ્રદાયના ઘણાં વિદ્યાર્થી હતા. તો તેમનાં જ એક જાણીતા ધાર્મિક ગુરૂનાં પ્રવચનમાં અમે જતા. સ્વામીજીનો જયજયકાર બોલાવતા અને તેમણે ફતવો અમારા ઉમેદવારની તરફેણમાં કાઢ્યો હતો. કોલેજની ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ અમે જીતી ગયા હતા. તેમાં ફતવાનો પણ મોટો ફાળો હતો. તે ઉપરાંત અમે કોલેજની આદીવાસી વોટ બેન્ક ગણાતી હોસ્ટેલોમાં દારૂ તથા મટનની પાર્ટીઓ પણ આપી હતી.જો કોલેજના ઇલેકશન જીતવા માટે આ બઘું કરવું પડ્યું હતુ તો આ તો વિધાનસભાનું ઇલેકશન હતું આ જીતવા માટે તો શું ન થાય.
અમારા ભાવનગરના લીલાબેન ઉપર દીકરાનો અને દીકરાની વહુનો અમેરિકા આવવાનો ઘણો આગ્રહ થતાં, એ આગ્રહને વશ થઈ લીલાબેને અમેરિકા જવાના ચક્રો ગતિમાન કરી દીધા. અંગ્રેજીનો એક કક્કો પણ ન આવડે પણ કંઈ ગાંજયા જાય તેવા ન હતાં. અમદાવાદ જઈને પાસપોર્ટ કઢાવ્યો. મુંબઇ જઈને વીઝાની લાઈનમાં ઉભા રહી વીઝા લઈ આવ્યા. રિસર્ચ કરીને તેજ અરસામાં અમેરિકા જતા માણાવદરના નીતિનભાઈને ગોતી કાઢ્યા એટલું જ નહિ પણ તેમની બાજુમાં સીટ પણ પાકી કરાવી દીધી. સથવારા વગર ચાલે પણ દુભાષિયા વગર અડચણ પડે. ગુજરાતી બોલતા ઇમિગ્રેશન ઓફિસર અમેરિકામાં મળતા નથી એવું સાંભળ્યું હતું.
મંગળ મંગળ કરતાં એર-ઇન્ડિયાની છત્રછાયા નીચે ખાતાં, પીતાં (ખાલી સોડા લેમન અને જયૂસ જ, બીજું કંઈ ન સમજતા હોં?) પણ બધાને ત્યાં નીચી મુંડીએ કંઈ પણ ફરિયાદ કર્યા વગર છાનામાના ખાઈ લેતા જોયા અને જરા નવાઈ લાગી. ઘરે તો એક શાક અને એક કઠોળ બનાવ્યાં હોય તો પણ લોકોનું ટિચકું ચડે કે ,"એક જ શાક બનાવ્યું?" -અને ભાવતું શાક થયું હોય તો પાછળ ખાવાના છે તેનો વિચાર કર્યા વગર ઝાપટે. ઘરનાં માણસો કરતા, એરોપ્લેનના માણસો માટે રાંધવું સ્હેલું!
સંગીતની બધી ચેનલોમાંથી શાસ્ત્રીય સંગીતની ચેનલ શોધી કિશોરી આમોનકર, ભીમસેન જોષી, પંડિત જસરાજના સાન્નિધ્યમાં ન્યુયોર્ક પહોંચ્યાં. હેમખેમ દીકરાના ઘરમાં પહોંચી ગોઠવાઈ ગયા. સપ્તાહાંતે દીકરો અને વહુ બહાર ફેરવવા લઈ જાય કાંતો કોઈ બીજાં દોસ્તોને ત્યાં જમવા કે અમેરિકાની સૃષ્ટિ દેખાડવા. બાકીના દિવસોમાં ઘરમાં એકલા મઝા આવતી. સવારના છોકરાંઓને તાજો નાસ્તો બનાવી, ખવડાવી વિદાય આપે અને પછી દેશમાંથી લાવેલી કસેટ પર સંગીત માણે. થોડી ગુજરાતી ચોપડીઓ, માસિકો વાંચતાં બેસે.
જય જય ભારત માત અમારી,
જય જય ભારત માત!
દેવ તણી દુલારી
અમારી જય જય ભારત માત ! !
સત્ય અહિંસા અને દયાના
બુધ્ધ, મહાવીર, ગાંધી જેવા
જ્યોતિર્ધર વિખ્યાત
તમારા સંતાનો એ માત !
અમારી જય જય ભારત માત ! !
શૂરવીર ને અણનમ ટેકી
સંત, ભક્ત, કવિ, જ્ઞાની, ત્યાગી
અગણિત ને અભિજાત
તમારા સંતાનો એ માત !
અમારી જય જય ભારત માત ! !
કાળાં ધોળાં કાબર ચીતરાં
ગલુડીઆંની ટોળી,
એક સવારે અમ શેરીમાં
આવી પહોંચી ભોળી!
આમ કૂદે ને તેમ કૂદે
ને દોડમદોડી કરે !
શિકાગો આર્ટ સર્કલના મિત્રો,
ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર, નાટ્યકાર અને અનેક ટેલીવિઝન શ્રેણીઓનાં લેખિકા કાજ્ળ ઓઝા-વૈધ શિકાગોની ટૂંકી મુલાકાતે આવેલાં છે. અમને જણાવતાં આનન્દ થાય છે કે તેમનો કાર્યક્ર્મ
"સર્જક સાથે ઍક સાંજ"
સપ્ટેમ્બર ૨૫, મંગળવારે
સાંજે સાત વાગે
આર્ટ ઓફ લિવિંગ સેન્ટર
(Art of Living Center,
1251 N. Plum Grove road,
Suite # 110,
Schaumburg .IL 60173
).
પર યોજવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં કાજલ ઓઝા-વૈધ તેમનાં સર્જન વિષે, જીવનમાં હકારાત્મક અભિગમ(Positive Attitude) ના મહત્વ અને સ્ત્રી-પુરુષ સંબંધો વિષે વાત કરશે. પ્રોગ્રામના અંતે પ્રશ્નોત્તારી પણ થશે. આ કાર્યક્રમની કોઈ ટીકીટ કે પ્રવેશ-ફી નથી. દરેક ગુજરાતી ભાષાના પ્રેમીને આ અનેરી સાંજમાં પધારવાનું અમારું હાર્દિક આમંત્રણ છે. આ વિષે વધારે માહિતી વિનેશ વિરાણી (Phone:847-612-3495) અને સબીર ક્પાસી (Phone:847-331-7215) નો સંપર્ક કરવાથી મળી શકશે.
શિકાગો આર્ટ સર્કલ વતી,
ડૉ. અશરફ ડબાવાલા
-
અજ્ઞાતZazi.com © 2009 . All right reserved |
![]() |