આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
માનવ તણી આંખમાં જો કૈં દયા મળશે નહીં.
આ નગરના બાગમાં તાજી હવા મળશે નહીં.
જો બધા આંગણ હશે રંગીન માનવ રક્ત થી,
પ્રેમનાં રાગો તણી કોઈ સદા મળશે નહીં.
વેદનાનો ભાર લૈ ભટકી રહી ઇન્સાનિયત,
છે બધા શાહી તબીબ કોઈ દવા મળશે નહીં.
અવસર પરિવાર , આપ સૌ પરિવારજનો ના આશીર્વાદ અને હેત ના સિંચન થી દિવસે દિવસે વિકસતો જાય છે . એ આપણા સમગ્ર પરિવાર માટે હર્ષ ની વાત છે , પણ વધુ હરખ એ વાત નો છે કે આ વસંતે અવસર ના વૃક્ષ પર એક નવી કુંપળ ફુંટશે . એ મ્હોરશે અને આપણને મ્હાલવાનું કારણ આપશે .
મિત્રો , છેલ્લા ઘણા સમય થી આપણે અવસર ના ઓથારે ,કાવ્યો તથા ગઝલ ને "કાવ્યોત્સવ " ના માધ્યમ થી માણતા આવ્યા છીએ . અવસર પરિવાર એ ઉત્સવ ના આનંદ ને બમણો કરવા જઈ રહ્યો છે .
અવસર પરિવાર એક એવા કાર્યક્રમ નું આયોજન કરવા જઈ રહ્યો છે , જ્યાં આપણે દરેક વખતે માણીશું જુદા જુદા કવિઓ ના સાનિધ્યને ,
કવિ પાસે થી જાણીશું એમની કવિતાઓ વિષે , કવિતા પ્રત્યેના અભિગમ અને એમની જીવની વિષે .
એક સિદ્ધહસ્ત કવિ , અને એમની માંહ્ય નો સામાન્ય માણસ , એ બે વચ્ચે ની સફર ક્યારેક એક કાવ્ય સ્વરૂપે કહી શકાય ,ક્યારેક એક પંક્તિ માં વર્ણવાય તો ક્યારેક એને આખી નવલકથા નું સ્વરૂપ આપવું પડે, અને એ કવિ ના જ સ્વ-મુખે સંભાળવા મળે તો ....! એના થી રૂડું બીજું કઈ ના હોય એમજ ને ?
દર બે અથવા ત્રણ મહિના ના અંતરાલે સિદ્ધહસ્ત કવિ ને અવસર ના આંગણે આમંત્રિત કરી , કવિતા ના તમામ ચાહક તથા ઉપાસક વર્ગ ની સમક્ષ રજુ કરવાનો એક અનેરો પ્રસંગ થશે .
આ વિચારો નો સમન્વય ,નવોદિત કવિ માટે માર્ગદર્શન બની રહેશે તો કોઈ માટે સ્વયમ ને મઠારવા ની માહિતી . અને હા ... જે તે કવિ ના કાવ્યો નો આસ્વાદ તો માણીશું જ માણીશું .
આ ઉપક્રમ નું નામ "અવસર-કાવ્ય ગોષ્ઠી" રાખી શકાય એવો એક પ્રાથમિક વિચાર છે (સૂચનો આવકાર્ય).
રેહમત અટારીએ વાટુ જો'તી ચપટી ખોજ
માલિક ભવને ચપટી ચપટી મોજે ખોજ
ગિરતી વિજળી લકીરે મળતી આશિષ રોજ
હોય દિલે કશ્મકશ ભળતી આશિષ ખોજ
શબ્દ-કુંડળીએ ભાગ્ય-ભસ્મ બળતી રોજ
આ રીતે વાટ શબરીને જોવાય નૈં,
રામ પણ ના મળે એને, બોરાંય નૈં.
થાય ત્યાંથી ભડાકા કરે પાનખર,
આ વખત સ્હેજ પણ ખરવું પોસાય નૈં.
બાપના હ્રદયમાં એક મહત્વનું સ્થાન દિકરી
જાણે ઈશ્વરનું અણમોલ વરદાન દિકરી
કરો જેટલું એટલું જ વધે વ્હાલ ને
મા-બાપના દિકમાં થઈ રહેતી જાન દિકરી
-
કવિ નાનાલાલZazi.com © 2009 . All right reserved | Feed Entries |