આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આ શનિવારની એક સાંજ સંસ્કારનગરી વડોદરાને નામ...
"એક કવિ - એક સાંજ" કાર્યક્ર્મ અંતર્ગત વિવેક ટેલર અને તાહા મન્સુરી અને દ્વારા કાવ્યપઠન અને સર્જનપ્રક્રિયા વિશેની રોચક વાતોની ગોઠડી...
વડોદરાના સર્વ રસિકજનોને ભાવભીનું આમંત્રણ...
૨૫ મે, શનિવારે, સાંજે ૮:૪૫ કલાકે
@ વાણિજ્ય ભવન, રેસકોર્સ સર્કલ, અલ્કાપુરી, વડોદરા
નોંધ : નવા જુવાનીયાઓ કે જેમના લગ્ન નથી થયા અને ગર્લ ફ્રેન્ડ પટાવા મૂડ માં છે કે પટાઈ દીધી છે તેવા યુવાનીયાઓ ઈ ખાસ ઈચ્છા કરીને વાંચવા જેવો લેખ .
આમ તો થોડા દિવસો થી હું ખુશ જ રહેતો હોઉં છું કારણ કે થોડા સમય પહેલા જ એક નવી ગર્લ ફ્રેન્ડ આવી છે લાઈફ માં બકા..!!આમ તો ઘણી આવી ગઈ પણ આવી વેરાયટી ગર્લફ્રેન્ડ તો પહેલી જ વાર આવી છે. નમણી નાજુક , ધતુરા ના કોમલ ફૂલ જેવી આ નવી ફ્રેન્ડ છે મારી..!! આમ તો લોકો પરણ્યા પછી પત્ની ને ખુશ રાખવાના ઉપાયો કરતા જ હોય છે પણ આતો પરણ્યા પહેલા જ કેવી રીતે ખુશ રાખવી ગર્લ ફ્રેન્ડ ને તેના ઉપાયો છે.
ઉપાય ૧ :- રોજ રાત્રે બાર વાગે અને ફોન કરે મારે ચા અને મસ્કાબન ખાવાની ઈચ્છા થયી છે તો તમને મને પ્લીઝ ખાવા લઇ જાવને..?? તો આપને આપનું પેટ્રોલ બગાડી ને લાલદરવાજા એની સેવા કરવા જવાનું અને એ પણ પછી લકી માં ચા અને મસ્કાબન ખાવા તો ૧૮ રૂપિયા ના મસ્કાબન એવા બે મંગાવના,બે ચા મંગાવાની અને આપણા ખીશા ના રૂપિયા ખાલી કરવાના..:) અને પેટ્રોલ ના તો જુદાજ બકા..!!
ઉપાય ૨ : આગલા દિવસે ફોન કરીને કહે આપણે જમવા માણેક ચોક જઈશું..?? શું થાય આપણે પરાણે હા તો પડવી જ પડે એને ખુશ રાખવા..!! માટે જવું તો પડે જ..! ( આમ તો ખબર દરેક અમદાવાદી ને ખબર હોય કે માણેક ચોક માં સસ્તું જમવાનું મળે પણ પેલા મેડમ (ગ.ફ્રે) મુંબઈ વાસી એટલે એમને તો લારી નું જ ભાવે..?? આમ લારી પર જમવા ગયા તો ના ફાવ્યું મને છતાય ઘરે આવી ને પાછું ખાવું પડ્યું..ખાલી મને તો પિઝ્ઝા ભાવ્યા એ પણ સસ્તા ખવડાયા મીની પીઝા ૨૦ રૂપિયા ના એને તો મજ્જા પડી ગઈ..મને કે હું બીજી વાર આવીશ ને તો આપણે અહીં જ આવીશું મેં કહ્યું તમારી ઈચ્છા શિરોધાર્ય ..!!
“લઈનેઅગિયારમી દિશા” જેવું લાંબું-લચક નામ અગિયાર નવોદિત ગઝલકારોએપ્રકાશિત કરેલ એમના પ્રથમ ગઝલસંગ્રહનું છે.આજના યુગમાં જ્યાં બે ચાર માણસોને કોઈ સારું કામ કરવા માટે ભેગા કરવા અઘરા પડે છે ત્યાંઅગિયાર જણ એક કામ માટે સહમત થાય અને તે પણ માત્ર ચાર મહિનાનાં ટૂંકા ગાળમાં પુસ્તકપ્રકાશિત થાય એ ગઝલસગ્રહના લાંબા નામની જેમ ગુજરાતી સાહિત્ય જગતમાં એક અનોખો રેકૉર્ડજ કહેવાય.
આ આખી વાત એમ બની કે ગુજરાતના તમામ ખૂણેથી ગઝલના ઉપાસકો ભેગા થયા, અમરેલી, આદિપૂર, ધોળકા, અમદાવાદ,હિંમતનગર, નડિયાદ, ગોધર,સૂરત, વાપી અને મુંબઈ (જ્યાં જ્યાં વસે ગુજરાતીત્યાં સદાકાળ ગુજરાત). આ અલગ અલગ શહેરના કવિઓએક બીજા સાથે જોડાયા “સૉસિયલ નેટર્વક” નાંમાધ્યમથી..એટલે કે “ફેસબુક”. ધોળકાના શિક્ષકશ્રી મગનભાઈ મકવાણા સંચાલિત “ગઝલતો હું લખું” ગ્રૂપના અમે તમામ સભ્યો, અને પોતપોતાની રચનાઓ મૂકીનેએક બીજાની પાસેથી શીખવાનો પ્રયાસ કરતા હતા. ખાસ તો છંદના બંધારણ, તકતી, કાફિયા અને રદ્દિફની ચર્ચા ઉપરાંત જોડણી ,વ્યાકરણ , ગઝલનાં છૂટના નિયમો વિષે તંદુરસ્ત ચર્ચાથતી. ગ્રૂપનો એક વણ લખ્યો નિયમ હતો કે શીખવું અને શિખવાડવું અનેગઝલ સિવાયના કોઈ બીજા વિષય પર ચર્ચા નકરવી.
આ ગ્રૂપ દ્વારા ઘણા નવા મિત્રો થયા કે જેમને ગઝલ છંદ શાસ્ત્રમાં લખવાનોરસ હતો. આમાનાં એક મિત્ર હતા યોગેનદુ જોષી.એમની સાથી ચેટ દ્વારા અવનવા રદ્દિફ અને કાફિયા લઈને ગઝલ લખવાની શરૂઆત કરી. આમ કરતાંકરતાં લગભગ દોઢ વર્ષબાદ પ્રથમવાર હું યોગેન્દુ જોષીને મળ્યો. અમદાવાદના યોગેન્દુભાઈવાપીનાં કાંતિભાઈ સાથે પાછલા ચાર વર્ષથી ગઝલ વિષે ઓર્કુટ, ફેસબુક,ફોન પર ચર્ચા કરતા, શીખતા અને વળી એવી ઈચ્છા પણ હતી કેએક ગઝલસંગ્રહ પ્રગટ કરવો. એક કે બીજા કારણસર ગઝસંગ્રહ નું કામ આગળ વધતું નહોતું, એ વાત યોગેન્દુભાઈએમને કરી. વિજયચાર રસ્તા પાસે બે-ત્રણ કલાકની ચર્ચાને અંતે અમે હાથ મિલાવ્યા ને નક્કીકર્યું કે હવે ગઝલસંગ્રહ પ્રગટ કરીને રહેવું.
આમતો આજકાલ પુસ્તક છાવાનું કામ ઝડપ ભેરથાય છે. પણ એ પુસ્તક છપાવવા પાછળનો અમારો મૂળ હેતુ હતો કે જીવનના અલગ અલગ સ્તરે ઊભેલાઅગિયાર નવોદિત ગઝલકારો ની ગઝલ યાત્રા ક્યાંથી કેવી રીતે શરૂ થઈ અને ગઝલને અમે કેવીરીતે જોઈ ,જાણી અને શીખ્યા.
એક જુની વાર્તા યાદ આવે છે, ચાર માણસો ને આંખે પાટા બાંધીની કિધું કે જરા અડકીનેકહો કે આ શું છે?. એક જણ બોલ્યો કે થાંભલો છે, એક બોલ્યોના આતો પાઈપ છે. એક વળી દોરડું કહીને ખસી ગયો. મને ઘણી વાર થાય કે એ ચાર જણા ગઝલના વિદ્યાર્થીનહિ હોય. બાકી સાચી રીતે ગઝલ લખતો હોય એ તરત વિચારે આ કોની વાસ છે? આટલી ખરબચડી શું વસ્તુ છે? વાળ જેવું લાગે છે બરછટ છે.અને એથીય આગળ વધીને કદાચ એમ પણ વિચારે અનેકરી પણનાખે કે લાવ ને ચૂંટલી ભરી જોઉં!.
બસ કંઈ આવાજ વિચારથી આ ગઝલસંગ્રહના કવર પેજ થી લઈને અંતિમ પાના સુધીનીદરેક બાબત અમે જોઈ, ચકાસી, એકમેક સાથે રૂબરૂમાં ,ફોન પર અને પુસ્તક પ્રકાશિત કરવા માટે બનાવેલા નાનકડા ફોરમમાં તમામ બાબતોનેલખીને અગિયારે અગિયારની સંમતિ અને દલીલોને ધ્યાન પર લઈ નિર્ણય કર્યા. ગઝલને જે રીતેમઠારવી પડે એજ રીતે આખી આ “પ્રોસેસ” નેઅમે અમારી રીતે મઠારી. એ કેવી બની છે એતો તમે જ્યારે સંગ્રહ હાથ પર લેશો ત્યારે જાણીજ જશો.
"રજનીશભાઈથી મિસ્ટર.ફ્રૉઇડ...કૉમન-મૅન! આ આમ-આદમી છે. રોટી, કપડા 'ને મકાનનાં સ્વપ્ના જોતો આલુ-આદમી નહીં પણ, તેની ખુદની સમસ્યામાં બાથોડા ભરતો! ફ્રૉઇડ માટે ધર્મ વગેરેની મમત એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની અક્ષમતા હતી, મહાન માનવ જાતની! જયારે ફિટ્ઝ કરંટ-ટ્રેન્ડને-લોક-ધબકારને કે સાંપ્રત-સંસ્કૃતિને વ્યક્તિગત સાધનાનું સાધન ગણતાં નહીં કે સમાજનું! મારા સ્વપ્ના... હું જે તે અન્યત્ર ચાલી રહ્યું છે તેમાંથી ઈંટો પકડી પકડી હું ચણીશ!
ગલ્લા પરની ભાષામાં કહું તો સમયને હું વાપરીશ! ઓહ.... ગાલ્સવર્ધી "મેન ઑફ પ્રૉપર્ટી"માં સ્ત્રીઓની વાત કરતા હતા પણ અહીં તો સમયને સ્ત્રી બનાવી દીધી! જંગલનો કાનૂન? લૉ ઑફ ઇવોલ્યૂશન?! વ્હૉહોટ ધ હૅક! ફિટ્ઝ અને તેમની પત્ની ઝેલ્ડાના તંગ સંબંધ આપણા આજના આમ-આદમીના પતિ-પત્ની કે પ્રેમી-પ્રેયસીના સંબંધનું વાસ્તવિક-મૅટાફૉર છે! સાર્ત્ર 'ને સિમોન એ પદ્ય છે. આ ગદ્ય છે! ખેર, ફિટ્ઝ પાસે અર્નેસ્ટ હૅમિંગ્વે હતા ....તેમના કહેવા મુજબ તેમનો "કલાત્મક અંતરાત્મા "! ...અને
આપણે?... આપણી પાસે ? “
ઝિશાન મગજ ...હાથ છૂટાં ના કરે તો કઈ નહીં પગ છૂટાં કર. રેસ્ટ રૂમ ઇન ધ સ્કાય!...ઓત્તારી... આ તો કોઈ ઍબસ્ટ્રેક્ટ કવિતાનું શીર્ષક બની ગયું! ...સેફ્ટિ બેલ્ટ છોડી સ્વયંસંચાલિત રીતે આજુબાજુ જોતો તે આગળ વધ્યો ...વ્હૉટ આ ગેધરિંગ! ધ ગ્રેટ ગૅટ્સબાય નો એક ઓર સંવાદ યાદ આવી ગયો ..." મને મોટી પાર્ટીઓ ગમે છે. એ એકદમ નીજી હોય છે. નાની પાર્ટીઓમાં કશું એકાંતિકતા જેવું હોતું જ નથી! " ...
જૉર્ડન મહાશય અહીં આવો તમને એક બંધ કમરામાં એકદમ પ્રાઇવસી મળશે ...આ સો બંધ બારી અને બે બંધ બારણાના રૂમને જેલની કોટડી કહેવી કે ગ્રીનરૂમ કે કોઈ વિડિઓ ગેમનો કૉમ્પ્યુટરમાં તૈયાર થયેલો સૅટ?! અલબત્ત ! આ પ્લેન તો છે જ, એની ના નહીં !
“ આ વિજ્ઞાન પણ અજીબોગરીબ વસ્તુ છે! એમાંય મેડિકલ સાયન્સ રિસર્ચ કરે ત્યારે ઘણીવાર તે પાંસઠમી કળાનું પ્રદર્શન કરતું હોય છે! જો વિદ્યાર્થીઓનો કેસ-સ્ટડી કે સૅમ્પલ-સ્ટડી થાય તો? નિદાન વલ્દ નિર્ણય આવે કે માણસનું શરીર ભણવા માટે બનેલું જ નથી! એ નૅચરલિ રિસ્પૉન્ડ જ નથી કરતું! ઊલટું રિવોલ્ટ કરે છે. માનવી તો રમત-ગમત, રખડપટ્ટી 'ને રંગરેલિયા માટે
જ છે...અને વિશેષજ્ઞ પેટા-તારણો રજૂ કરે તે પહેલા બ્રેકમાં એડ આવશે- ફલાણું ખાઓ ઢીકણું કરો ...અને ટૂંકમાં અમને પૈસા આપી તમે ‘જલસા’ કરો! રિઅલ, નેચરલ, સાયન્ટિફિક જ-લ-સા! શું સારું-શું ખોટું એનું બ્રાન્ડીંગ! જીવનમાં ટીવી છે કે ટીવીમાં જીવન કે બધું સેઇમ ટુ સેઇમ?! તો... શું હસવું એ પ્રૉબ્લેમ છે? વારુ, અભણ, ગામડિયો 'ને ફર્સ્ટ ટાઈમર પણ જ્યારે સેક્સ કરે છે ત્યારે મેઇન-એક્ટ દરમિયાન ગંભીર હોય છે. દાંત કાઢીને કે કાઢ્યા વગર હસતો નથી! હા, પહેલા પછી વાત અલગ છે! ના, પચાસથી વધુ સ્નાયુઓનો ઉપયોગ કરતું હાસ્ય એ ઑરિજિનલ- ઑટોમૅટેડ પ્રક્રિયા નથી. ખુશ રહેવું કે આનંદ કે ‘ઍટ પીસ’ તે હાસ્ય નથી. હસવું એ ફોર સ્યૉર માનવીય...યાંત્રિક પ્રક્રિયા છે.
જંગલમાંથી ઉતારી આવવું અને મેડિસિન-મૅન હોવું!- માણસ જન્મે મૅચ્યૉર છે! એ રડે છે એની જાતે. ‘હસવું’... તેનું પ્રોગ્રામિંગ, ટીચિંગ કે ટ્રેઇનિંગ માત્ર શક્ય નથી પરંતુ ફરજીયાત છે! મા...મધર! અને ત્યાંથી શરૂ થાય છે માણસનો 'હું કશું નથી'થી 'હું શું છું' તે શોધવાનો દોર! મા એને કૉગ્નિશન આપે છે....હોમો સેપિયંસ સેપિયંસ રેસની સર્વાઇવલ-માસ્ટર-કિ! માતૃત્વ! હ્યુમન ઉર્ફે ‘ધ મમલ-મૅન’ શૂન્ય પાસે જઈને વિદ્યાર્થી બને છે. “
-
કવિ કાલીદાસZazi.com © 2009 . All right reserved | Feed Entries |