આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ
૨૧. કોઇ પણ મંત્રોચ્ચારમાં 1. ઉદાત્ત, ૨. અનુદાત્ત ૩. સ્વરિત સ્વર, હ્રસ્વ, દીર્ઘ, પ્લુત માત્રા અને ૪. બળ એટલે ઉચ્ચારણ વખતે અક્ષર ઉપર આપવામાં આવતો ભાર આ ચાર બાબતો વિષે ધ્યાન રાખીને સારી રીતે મંત્રોચ્ચાર કરવામાં આવે તો તેના આંદોલનો પાંચે પ્રાણ મારફતે શરીર, વાણી, મન અને બુદ્ધિની શુદ્ધિ કરે છે. પરંતુ ભાવના શુદ્ધિ અને વિચાર શુદ્ધિ માટે મંત્રોના અર્થ ચિંતનની આવશ્યક્તા હોય છે. અથવા તો વારંવાર વિનિયોગનું આવર્તન કરવાની જરૂર હોય છે. અર્થાત્ આ મંત્ર જપ પાછળ શો હેતુ છે, કઇ ઇચ્છાને કેન્દ્ર કરીને આ જપ તપ આદિ સાધન કરી રહ્યો છું તેનો વારંવાર સંકલ્પ કરતા રહેવાથી ઇચ્છા શક્તિની અભિવૃદ્ધિ થાય છે અને સાથે સાથે ભાવના અને વિચારોને પણ પોષણ મળે છે અને તે પ્રમાણે સાધનમાં સફળતા મળે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૭)૨૨. મંત્રોચ્ચાર કે શબ્દોચ્ચારમાં પ્રાણની જેમ વાણીની પણ બહુ જ ઉપયોગિતા છે. કેમકે વાણી વડે શબ્દોચ્ચાર થાય છે. વાણી મુખ્ય સાધન છે. વાણીના દેવતા એટલે કારણ તેજ હોવાથી આપણે જે કાંઇ ખાઇએ છીએ તેમાંથી વાણી સૌથી શ્રેષ્ઠ તત્ત્વને લઇ લે છે કે જે તત્ત્વ શરીર માટે બહુ ઉપયોગી હોય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૭) ૨૩. આપણે જે અન્ન ખાઇએ છીએ તેના ત્રણ વિધાન થાય છે; જે સ્થૂળ ધાતુ છે, તે મળ બને છે, જે મધ્યમ છે તે માંસ બને છે અને જે સૂક્ષ્મ છે તે મન બને છે. આપણે જે જળ પીએ છીએ તેના ત્રણ વિધાન છે; સ્થૂળ મૂત્ર થાય છે, મધ્યમ લોહી થાય છે અને સૂક્ષ્મ વડે પ્રાણ થાય છે. ઘી, તેલ જેવા તેજસ તત્ત્વ ખાવાથી, તેના પણ ત્રણ વિધાન થાય છે; સ્થૂળ ધાતુમાંથી હાડકાં બને છે. મધ્યમ માંથી મજ્જા એટલે અસ્થિના પોલાણમાં રહેલું સત્ત્વ બને છે. અને અણિષ્ઠ એટલે સૂક્ષ્મ તત્ત્વ માંથી વાક્ (વાણી) બને છે. આમ અન્નમય મન છે, આપોમય પ્રાણ છે અને તેજોમય વાક્ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૮) ૨૪. જેમ દહીંને મથવાથી અણિમા છે, સૂક્ષ્મ છે તે ઉપર આવે છે. અને તે ઘી બને છે, તેમજ જે અન્ન ખાવાથી, જે સૂક્ષ્મ તત્ત્વ ઉપર ચઢે છે તે મન બને છે. જળ પીવાથી જે સૂક્ષ્મ છે તે ઉપર આવે છે અને તે પ્રાણ થાય છે. તેજ તત્ત્વ ખાવાથી જે સૂક્ષ્મ છે તે ઉપર આવે છે અને તે વાક્ બને છે. આમ અન્નમય મન છે, આપોમય પ્રાણ છે અને તેજોમય વાક્ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૮)Read more: આશ્રમ-પ્રયોગાત્મક મંત્ર પદ્ધતિ- ૨૧ થી ૪૦ Add new comment
સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ
વૈજ્ઞાનિક મંત્ર યોગી સ્વામી ‘શ્રી સદાશિવ’
[શ્રી સદાશિવ આશ્રમ, મોટેરા, પોસ્ટ: સાબરમતી, અમદાવાદ ૩૮૦૦૦૫, ગુજરાત (ભારત)] પ્રેરિત, કોઇ પણ ધર્મના કોઇ પણ મંત્રના વેદિક રીતે છંદબદ્ધ નિયમિત ઉચ્ચારણથી જીવનનું સર્વ પ્રકારે સંશોધન અને વિકસન થઇ શકે છે. આ બાબત બતાવતા, એમના જ સાહિત્યમાંથી, સ્વ-ઉમેરણ સિવાય, વાક્ય રચનામાં ઘટતા ફેરફાર કરીને, વિધાનોનું સંકલન કરેલું છે. આ સંકલનનું શીર્ષક છે - ‘દૈનિક જીવનમાં વેદિક રીતે પ્રયોગાત્મક મંત્રોચ્ચારણ પદ્ધતિ.’ દૈનિક જીવનમાં આ વિધાનો પ્રયોગાત્મક અને અનુભવગમ્ય છે. ૧. વાસ્તવિક જીવન એટલે સાદી રહેણી કરણી અને ઉચ્ચ વિચાર. (simple living and high thinking), નહિ કે ઉંચી રહેણી કરણી અને અધમ વિચાર (and not high living and mean thinking). (જીવન વિજ્ઞાન પાન ૧૮) ૨. જીવનને યજ્ઞ માનવામાં આવે છે. ‘યજ્ઞૌ વૈ વિષ્ણુ:’. વિષ્ણુ એ વ્યાપક તત્ત્વ છે, તેથી જે વ્યાપક ભાવના છે એ જ યજ્ઞ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૮) ૩. જો માતા પિતા ‘જીવન યજ્ઞ’ વ્રતી હોય અને આજુબાજુનું વાતાવરણ પણ સાનુકૂળ હોય તો તે બાળકો નાનપણથી જ પરાર્થે સ્વ સુખના બલિદાન રૂપી ત્યાગ અને પરાર્થે દુ:ખ સહન કરવા રૂપી તપના સંસ્કાર વડે જીવન ઘડતર કરવા લાગી જાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૮) ૪. વેદ એટલે જ્ઞાન. દેવ (વેદ શબ્દને ઉલ્ટાવિએ તો દેવ થાય) એટલે પ્રકાશ. મંત્ર એટલે શક્તિ સંપન્ન શબ્દોનો સમુચ્ચય. (જીવન વિજ્ઞાન પાન ૧૯) ૫. વૈજ્ઞાનિક પદ્ધતિથી સતત મંત્રોનું ઉચ્ચારણ કરતા રહેવાથી મંત્ર દિવ્ય શક્તિ વડે સંપન્ન થાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૯) ૬. બાળકો જ્યારે સમજ સાથે ત્યાગ તપ કરવામાં યોગ્યતા મેળવે છે, ત્યારે તેઓને વેદિક સંસ્કાર વડે દ્વિજ બનાવવામાં આવે છે, અર્થાત્ ત્યાગ, તપ અને સંસ્કાર દ્વારા શુદ્ર મટીને દ્વિજ થાય છે, એટલે કે તેઓમાં જે સ્વાર્થ ભાવના હતી, તે મરી જાય છે અને પરાર્થ જીવન રૂપી દ્વિતીય જન્મ થાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૯) ૭. બાળકોના સ્વ-વિદ્યા, બુદ્ધિ, સંસ્કાર વડે જીવનના ઝડપી વિકાસ માટે, બાળકોના ઉપનયન (પાસે લઇ જવું) સંસ્કાર કરવામાં આવે છે. આ ઉપનયન સંસ્કાર એક જીવનની પરિપાટી હતી. આ એક પ્રાણાગ્નિ વિદ્યા છે. ઉપવીત (જનોઇ) પ્રાણનું પ્રતિક છે. આ પ્રાણમય કોષને અન્નમય કોષ અર્થાત્ સ્થૂળ શરીરમાંથી પૃથક્ કરી ક્રમશ: આધિદૈવિક અને આધ્યાત્મિક રાજયમાં પ્રવેશ કરી તે તે રાજ્યમાંથી શક્તિ અને જ્ઞાન મેળવવા માટે પ્રાચીન કાળની વેદિક વિજ્ઞાનની એક અમોઘ પદ્ધતિ હતી. (જીવન વિજ્ઞાન પાન ૧૯) 8. બાળકોને ઉપનયન સંસ્કાર વખતે સાવિત્રી મંત્ર વડે (જેને ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે) સંસ્કાર આપવામાં આવતા. શક્તિ સંપન્ન ગુરુઓ કે આચાર્યો તે તે મંત્રના તે તે વિભિન્ન શક્તિ સંપન્ન દેવતાઓનું આવાહન કરીને બાળકો કે સાધકોમાં શક્તિનું સંક્રમણ કરતા હતા. અને શક્તિપાત વિદ્યા કહેવામાં આવે છે. આ શક્તિપાત વિદ્યા વડે જીવનને રૂપાંતરિત કરી શકાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૯) ૯. જેમ ઘરને સારી પેઠે સુધારવાથી ઘર ધણી સુધરતો નથી, તેવી જ રીતે કેવળ શરીરને સુંદર સુગઠિત કરી સુસજ્જિત અને સુરક્ષિત રાખવાથી તેમાં રહેનાર જીવાત્મા સુધરી શકતો નથી, કારણ કે ભૌતિક વિદ્યા કેવળ આહાર નિદ્રા આદિના ભૌતિક સુખને કેન્દ્ર કરીને રચેલી હોવાથી ભૌતિક વિદ્યાથી ભૌતિક સુખ સિવાય અન્ય કોઇ આધિદૈવિક કે આધ્યાત્મિક વિચાર મળી શકવાના નથી. (જીવન વિજ્ઞાન પાન ૨૦) ૧૦. સાધારણ કીડીથી માંડીને બૃહદ્ આકાર હાથી જેવાના શરીરને પણ ઉપાડીને હરતું-ફરતું રાખનાર એવું કોઇ અદ્રશ્ય તત્ત્વ નીકળી ગયા બાદ બધાં જ શરીરો નિશ્ચેષ્ટ અર્થાત્ જડ થઇને પડી રહે છે. આ સ્થૂળમાં રહેલા અદ્રશ્ય આત્માને સંસ્કૃત અને વિકસિત કરવા માટે અલૌકિક ઉપાય અને અદ્રશ્ય શક્તિની આવશ્ક્યતા છે. આવી જે અલૌકિક સંસ્કાર વિદ્યા છે તેને આધિદૈવિક વિદ્યા કહેવામાં આવે છે. (જીવન વિજ્ઞાન પાન ૨૧)
26 - ઑગસ્ટ - 2017, સાંજે 6 તો 9 , આત્મા હોલ , સીટી ગોલ્ડની સામે , આશ્રમ રોડ, અમદાવાદ.
વેદના છ મહત્વપૂર્ણ અંગો છે. 1) શિક્ષા , 2) કલ્પ , 3) નિરુક્ત, 4) વ્યાકરણ , 5) જ્યોતિષ અને જ રીતે 6) છંદ, કે જેનું મહત્વ બાકીનાં પાંચ અંગોથી ઓછું નથી. અને માટેજ છંદને વેદના ચરણ કહ્યા છે (છંદ પાદૌ તુ વેદસ્ય) . જેમ ચરણ વગર ચાલવું શક્ય નથી, એજ પ્રમાણે છંદ વગરની રચનાની ગતિ શક્ય નથી. જેમ જેમ છંદોનો વિકાસ થયો એમ એની સુરક્ષા માટે છંદ આચાર્યોએ છંદના નિયમો લખવાનો પ્રારંભ કર્યો.
બ્રાહ્મણ ગ્રંથોમાં છંદોના ઉલ્લેખ પછી શાંખાયન શ્રૉતસૂત્રમાં પ્રથમવાર છંદની શાસ્ત્રીય ચર્ચા જોવા મળે છે. આ ગ્રંથમાં ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતી નામના સાત છંદોનો ઉલ્લેખ મળે છે. છંદો ના આ નામ પહેલા ત્રિપદા, પુર:, કકુભ, વિરાટ, સત:, નિચૃત અને ભુરિક જેવા ઉપનામો સાથે કેટલાક છંદોની પાદ અને વર્ણની ગણતરી પણ મળે છે.
ત્યાર પછી પંતજલિનું નિદાનસૂત્ર, શૌનકનું ઋક્પ્રાતિશાખ્ય અને કાત્યાયનનું ઋક્સર્વાનુક્રમણીમાં ઉપરના સાત છંદ પર વિચાર મંથન કરેલું છે. કેટલાક છંદ શાસ્ત્રી/ પ્રવક્તાઓ જેમકે તાન્ડી, ક્રૌષ્ટુકિ, યાસ્ક, સૌતવ, કાશ્યપ, શાકલ્ય, રાત અને માંડવ્યના નામનો ઉલ્લેખ પિંગળ છંદ સૂત્રમાં મળે છે, પણ એમના દ્વારા તૈયાર થયેલા છંદ શાસ્ત્રના ગ્રંથ પ્રાપ્ત નથી.
વિચારમાંથી જન્મે છે શબ્દ
શબ્દમાંથી સમજ
સમજમાંથી વર્તન
વર્તનમાંથી આદત
આદતમાંથી ધ્યેય
ધ્યેયમાંથી કર્મ
કર્મથી ઘડાય છે વ્યક્તિત્વ
આ વ્યક્તિત્વ એ જ છે
આપણું જીવન
-ગીરીશ દેસાઈ , હ્યુસ્ટન
-
આનંદશંકર ધ્રુવZazi.com © 2009 . All right reserved | Feed Entries |