આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
‘સન્ડે ઈ–મહેફીલ’ના અમારા સુજ્ઞ વાચકો સમક્ષ આજના ગઝલોના આ વીશીષ્ટ અંકને રજુ કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. તેની વીશીષ્ટતા એ છે કે, અત્યાર સુધી આપણે એક જ સર્જકના સર્જનને કવીતા, ગઝલ, ગીત સ્વરુપે અહીં જાણ્યું–માણ્યું–પ્રમાણ્યુ છે. પરંતુ આ વખતે અમે એક સાથે ૧૧ તરોતાજા, નવોદીત ગઝલકારોની પસંદ કરેલી એકએક ગઝલ (જગ્યાની મર્યાદામાં રહીને) આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. મીત્રો, આ અંકના ૧૧ સર્જકો એટલે : (૧) મગન મકવાણા (૨) મેહુલ ભટ્ટ (૩) ભાવેશ શાહ (૪) પારુલ ખખ્ખર (૫) મોહસીન મીર (૬) અનંત રાઠોડ (૭) ચીરાગ ઝા (૮) કાંતી વાછાણી (૯) ટેરેન્સ જાની (૧૦) મેહુલ પટેલ (૧૧) યોગેન્દુ જોશી.
‘......લઈને અગીયારમી દીશા’ ગઝલસંગ્રહની કહાણી એવી છે કે આ અગીયારે ગઝલકારો અલગ અલગ શહેરમાં રહે છે. આ તમામ સર્જકો ‘ફેસબુક’ના માધ્યમથી એકબીજાના સમ્પર્કમાં આવે છે અને સમાન રસ–રુચીને કારણે ગુજરાતી ગઝલસર્જન તરફ વળે છે. ફેસબુક પર ઉપલબ્ધ માહીતી તેમ જ અરસપરસના વૈચારીક આદાન–પ્રદાનથી બધા જ મીત્રો થોડા જ સમયમાં ગઝલની શાસ્ત્રીયતા અને બારીકીઓમાં મહારત હાંસલ કરે છે.
આ તમામ ગઝલકાર મીત્રોએ પોતપોતાની ઉત્તમ ૧૦ ગઝલો પસંદ કરીને પોતાના નેટ–સર્જનને પુસ્તકાકાર આપવા વીચાર્યું અને આજે આ અગીયાર કવીઓના સહીયારા સર્જનનું સુફળ તે આ ગઝલસંગ્રહનું પુસ્તક એટલે : ‘....લઈને અગીયારમી દીશા’.
પુસ્તક તૈયાર થઈ ગયું ત્યાં સુધી આ સર્જકો એકબીજાને રુબરુ તો કદી મળ્યા પણ નહોતા. હવે જ્યારે પુસ્તકમાં તેઓ એકબીજાની સાથે વસ્યા હોય ત્યારે, રુબરુ મળવાનો અવસર પણ તેમણે નજીકના ભુતકાળમાં જ સુરતમાં ઉભો કર્યો.
પુસ્તકનું વીમોચન સુરતના ગઝલકારશ્રી ગૌરાંગ ઠાકરના હસ્તે થયું. જાણીતા કવી અને આચાર્યશ્રી સુનીલ શાહની વીશીષ્ટ ઉપસ્થીતીમાં ૧૧ મીત્રો સાથે મુશાયરાનું આયોજન પણ કરાયું. અમને ‘સ.મ.’ના સંપાદકોને આ ઘટના ગૌરવ સમાન અને વીશીષ્ટ એટલા માટે લાગે છે કે, અમે કાગળ પર છપાયેલા સાહીત્યને, કાગળ પરથી કમ્પ્યુટર પર ઉતારવાનો પરીશ્રમ છેલ્લાં નવ વર્ષથી આરંભ્યો છે અને આ ગઝલસંગ્રહ, નેટજગત પરથી કાગળ પર અવતરે છે ! હવે આનાં સુફળ ‘...લઈને...’ જેવાં પુસ્તકો દ્વારા સાહીત્યપ્રેમીઓને મળી રહ્યાં છે તેનો અમને આનંદ છે. સાથે સાથે અનેક નવસર્જકોને પોતાના સર્જનના પ્રકાશનની નવી ‘દીશા’ મળી રહી છે. ‘સ.મ.’ના વાચકોનું પ્રોત્સાહન અમને સતત મળતું રહ્યું છે, ભવીષ્યે પણ મળતું રહેશે એવી અપેક્ષા છે.
–
જીવી શકવાનું એક કારણ રહે છે,
સ્મરણમાં કોઈ એવું જણ રહે છે.
ન પૂછો, શુષ્કતા રહે છે કે ભીનાશ ?
રહે છે એય, ને આ પણ રહે છે…!
કવિતા ને મમળાવાની કવિતા ને ભેટવાની
કવિતા ચગળતા ચગળતા તેને માણવાની
સરજાતી, સ્ફુર્ણા ને શરમાતી ગોતવાની
કવિની વ્હાલ ને બસ્ પામી ને જીવવાની
કવિતા ના ચિંતને થાતું આછું અજવાળું ને
લાગે તરતું આવે તરંગ ને થાય દેવના દર્શન
-રેખા શુક્લ
શીકાગો , ઈલીનોઈ, અમેરીકા
"લઈને ...... અગિયારમી દિશા"માંથી
આજે શ્રી મેહુલ પટેલ 'ઈશ' ની દસેય ગઝલના મારી દૃષ્ટિએ "હાસિલ -એ -ગઝલશેર" પ્રસ્તુત કરુ છુ.
(૧)
ફકીરોની સોબત ખરો રંગ લાવી,
નજર જ્યાં પડે ત્યાં અમારું જ ઘર છે !.
(૨)
અંધારનું શું મૂલ્ય છે સમજી જઈશ તરત,
ધોળો લીસોટો કર જરા, ધોળી દીવાલ પર.
(૩)
સનમની કરામત અજબ રીતની છે,
નયનમાં ડૂબે છે, મળે કાળજામાં.
(૪)
મુકદ્દરનાં પત્તાં તદ્દન પાંગળા છે,
બહુ સાચવીને સિફતથી રમું છું !
(૫)
ગળે મળવાની ઇચ્છાને દબાવી રાખ તું દિલમાં,
શરીરે બોંબ બાંધીને ઉવભેલો આત્મઘાતી છું !
લીલી ધરાના માનમાં, આકાશ નીચે આવ તું.
ના રહે કશા ગુમાનમાં, આકાશ નીચે આવ તું.
એ પણ તને જ પામવા દરરોજ ઊંચે જાય છે,
આદાન અને પ્રદાનમાં,આકાશ નીચે આવ તું.
-
મહાત્મા ગાંધીZazi.com © 2009 . All right reserved | Feed Entries |