આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
શ્રાવણ મહિનો એટલે ઉત્સવોનો મહિનો... એક ટાણા, ઉપવાસનો મહિનો... એમાય આ વખતે તો રમઝાન પણ સાથે જ છે ! ને થોડા દિવસોમાં જૈન લોકોના વ્રત પણ શરુ થશે ! પણ આ બધા માં સૌથી મઝેદાર હિંદુ લોકોના કહેવાતા ઉપવાસ/એકટાણા હોય છે... એય ને મજે થી સાબુદાણા ની ખીચડી, શીંગ બટેટાની ખીચડી ભર પેટ આરોગવાના અને દ્વારીકાવાલા ઠાકોરજી ને ય ભજવાના ! જોકે હવે તો સાદી સીધી રાજગરાની પૂરી કે સાબુદાણા ની ખીચડી ઓલ્ડ ફેશનડ કહેવાય છે ! હવે તો લોકો તરલા દલાલ અને સંજીવ કપૂર ની કૃપા થી ફરાળી પીઝા, ફરાળી મિસળ, ફરાળી દહીં વડા, ફરાળી પેન કેક, ફરાળી કોફતા કરી, ફરાળી પુરણપોળી અને ફરાળી પાસ્તા સુધી પ્રગતિ કરી ગયા છે !! ફરાળી રેસીપી ગૂગલ કરશો તો ૧૬,૫૦૦ પેજ મળી આવશે ! અને નીતનવી વાનગી ઓ ઉભરાશે ! ફરાળી હેશ બ્રાઉન્સ જેવું અદભૂત નામ ધરાવતી ફરાળી વાનગી પણ મળશે !
પણ આમાં મારા જેવા વૈદ્યનો આત્મો એટલે દુભાય છે કે લોકો આવું બધું અવનવું ઠાંસી ઠાંસીને એટલા માંદા પડે છે અને આ શ્રાવણ મહિનાના વ્રતનો ઓરીજીનલ મહિમા વિસરાય જાય છે ! શ્રાવણ મહિનામાં વ્રત રાખવાનું આયુર્વેદિક વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણી ડાઈજેસ્તીવ ફાયર લો હોય. જમવાનું બરાબર પચે નહિ. બધા એન્ઝાય્મ અત્યારે બરાબર કામ ન કરતા હોય એટલે ઋષિ મુનીઓ એ એક જ વાર જમવું એવું સમજાવ્યું. લોકો ન સમજ્યા એટલે ધાર્મિક કારણો જોડીને શ્રાવણ મહિનાને ઓફિશિયલી એકતાના સ્પેશીયલ બનાવી દીધો ....પણ લોકોને તો ફળ આહાર ને બદલે ફરાળી હેશ બ્રાઉનસ ઝાપતવી છે ! તમે કોઈ પણ જનરલ પ્રેક્તિશ્નર ને પુછજો.. આખા વરસમાં સીઝન ક્યારે કહેવાય ! એ તરત કહેશે શ્રાવણ મહિનો !! લોકો આખા વરસ માં ન કમાય એટલું એક મહિનામાં કમાય લ્યે છે !
તો શું કરવું ! ભગવાન ને કેમ પ્રસન્ન કરવા ?? મારા તરફથી થોડા નવતર ઉપવાસ એકટાણા નું લીસ્ટ આપું છું ! અજમાવી જોજો ! ફરાળી હેશ બ્રાઉનસ ખાઈને કરતા વ્રત જેટલું જ પુણ્ય મળશે !
૧. આખો શ્રાવણ મહિનો ફેસબુક પર લોગ ઇન નહિ થવાનું
૨. શરૂઆતમાં કંઈક ડીફ્ફરંટ હોવાનો આભાસ કરાવીને ટીપીકલ એકતા કપૂર ની થઇ ગયેલી "બડે અચ્છે લગતે હૈ " સીરીયલ નહિ જોવાની !
૩. એજ રીતે ઇમોશનલ અત્યાચાર, કે રાખી સાવંતની અજબ ગજબ ની સીરીયલ નો એક મહિના માટે ત્યાગ કરવો !
૪. બીડી પીતી કેટરીના નું મેરે બ્રધર કી દુલ્હનનું નવું ગીત નહિ જોવાનું !
૫. સચિન ની ૧૦૦ મી સદી ની રાહ નહિ જોવાની !
જે સેવક અથવા અધિકારી રાજાની વ્યક્તિગત સેવા નહીં કરતા રાજ્યપાલનની જવાબદારીમાં સહયોગ આપે છે, તે સેવક કે અધિકારી ઉપર રાજા વિશેષ પ્રસન્ન થાય છે. કરણકે રાજાની વ્યક્તિગત સેવા માટે તો ઘણાં બુધ્ધિહીન એવા સેવા કમના નિપુણ દાસ દાસીઓ મળી રહે છે. પરંતુ રજ્યપાલન માટે તો રાજા તથા રાજ્યના વાસ્તવિક સ્વરુપ સાથે પરિચિત વિદ્વન બુધ્ધિમાનની અપેક્ષા હોય છે. આવા ઉચ્ચ કોટિના અધિકારી વર્ગ રાજાની આજ્ઞાનું પાલન કરતા હોવા છતાં રાજાના સ્થૂળ શરીર માત્રને સર્વસ્વ નથી માનતા. તેઓ રાજાના ધ્યેય, આદર્શ કે સિધ્ધાંત સાથે પોતાના ધ્યેય, આદર્શ કે સિધ્ધાંત વડે એકતા સાધતા રહિને જે રીતે સમગ્ર રાજ્ય સહિત રાજાનું હિત સધાય તે રીતે ઉપાય કરતા રહે છે. આ પ્રમાણેના અધિકારી વર્ગ ઉપર રાજા વધારે પ્રસન્ન થાય છે.
જોગીન્દ્રપણું તો શિવજી તમારું મેં જ્યાણું,
જટામાં ઘાલીને શિવજી આ ક્યાંથી આન્યું?
લીલી પીળી પટોળી ને અંગે છે ગોરી
શીદને છુપાવો શિવજી છતી થઈ છે ચોરી.
કોઈ લાવ્યા કેડે ઘાલી, કોઈ લાવ્યા હાથે ઝાલી,
જટામાં ઘાલીને કોઈ નથી લાવ્યં નારી.
હોડ બકો તો શિવજી જટા રે છોડાવું,
જટામાંથી નારી નીકળે તો કદી ન બોલાવું
કૈલાસે ઉભા શિવજી એમ જ બોલે,
દ્વાર ઊઘાડોની વાત જ બોલે.
ભસ્મ ચોળીને શિવજી વાળ્યો આડો આંક રે,
આંકડાની ઝુંપડીમાં ગંગા માંગે ભાગ રે.
ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે,
મરમની વાત તો કોઈ નવ જાણે.
આંક ધતુરો શિવજી વિજયાના ભોગી,
નરસૈંયાનો સ્વામી જુનાગઢનો જોગી.
...............................................
તમારા લેખ, કવિતા,સમાચાર, ફોટા,વાતૉ, નવલકથા અહિં ઈમેઈલ કરો. This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. .
નોંધ : જો વળતરની અપેક્ષા હોય તો તે અંગેની વિગત મોકલવા વિનંતી.
તમારી પાસે સમાચાર છે?? તમારા પોતાના સમાચાર ? તો તમે એને અહિં રજુ કરો? http://review.zazi.com
ઝાઝી જોડાણ :http://connect.zazi.com
Chirag Jha Zazi
Create Your Badge
-
ટૉલ્સટૉયZazi.com © 2009 . All right reserved | Feed Entries |