આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
બધબકાર મુંબઈ ની આગામી કાવ્ય ગોષ્ઠી, એક એવા ગઝલકાર કે જેમણે માનહર ઉધાસને ગુજરાતી ગઝલ ગાતા કર્યા - એ કૈલાસ પંડિતની યાદમાં,
ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.
હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.
ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.
-કૈલાસ પંડિત
દિ. ૨૦ મી નવેમ્બર સાંજે ૪ કલાકે
ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને,
ગ્રાંટ રોડ,મુંબઈ ખાતે યોજાશે,
આપ સૌને પધારવા ભાવ ભર્યુ આમંત્રણ છે.
આપ કોઈ પાસે કૈલાસભાઈનો ફોટો હોય તો જરૂર ઈમેલ કરશો.
વધુ માહિતી માટે સંપર્ક - ૯૩૨૦૦૩૩૭૨૨
જય ગુર્જરી.
"અવસર કાવ્યોત્સવ"
કવિમિત્રોની દર મહિને એક વાર એકમેકના કાવ્યો માણાવાની તક....
અવસરના કવિમિત્રોએ દર મહિને એક વાર એકમેકના કાવ્યો માણાવાની તક શોધી લીધી છે.
આ કવિઓના મેળાવડાને "કાવ્યોત્સવ" નામ આપ્યું છે.
અવસરનો આગામી કાવ્યોત્સવ:
૧૬મી ઓક્ટોબર , રવિવાર, સાંજે ૦૪:૩૦ વાગે અક્ષર પ્રાથમિક શાળામાં યોજાશે.
તો દરેક મિત્ર કે જે કવિતા લખતા હોય કે શોખથી પોતાની લાગણીઓને શબ્દોની વાચા આપતાં હોય
તેમને અવસર કાવ્યોત્સવમાં જોડાવા નમ્ર વિનંતિ.
દરેક કવિતા પ્રેમીને આ ઉત્સવમાં જોડવા અવસરપરિવારનું ભાવભિનુ આમંત્રણ.
અક્ષર પ્રાથમિક શાળા
શ્રી નગર સોસાયટી ,કેશવબાગ વાડી ના સામે
નવા વાડજ સ્નાનાગર પાસે
નવાવાડજ, અમદાવાદ - 380013
વધુ માહિતી માટે સંપર્ક:
તાહા મન્સૂરી - 9924623249,
વિધિ પટેલ - facebook.com/maricheeka
અવસર પરીવાર
www.avsarparivar.com
સબંધના ત્રિકોણ ની એક બાજુ છે ડો. માધવ કે જે ન્યુરો સર્જન છે અને એમની સાથે કામ કરતી નર્સ બંસરી સાથે લગ્ન કરી લે છે. આ બે બાજુઓને જોડે છે બંસરીનો ભૂતકાળ અને પૂર્ણ કરે છે સબંધોનો ત્રિકોણ. શું ડો. માધવ બંસરી ની સાથે જીવનનું સમાધાન કરી લેશે? શું બંસરી તેના ભૂતકાળ ને ભૂલી શકશે? તપાસી જુવો “એક સાંવરીયો બીજો બાવરીયો”.
સંસ્થા નહીં પણ સાહિત્ય મહાન છે એ સિદ્ધ કરતાં ધબકાર મુંબઈ અને કલાગુર્જરી (સ્થાપક સંસ્થા) ના સંયુક્ત ઉપક્રમે ૩૦મી 'કાવ્ય ગોષ્ઠી - અક્ષર અર્ચના' કવિશ્રી જગદીશ જોશીને શબ્દાંજલી રૂપે , દસરથલાલ જોશી લાયબ્રેરી, વિલે પાર્લે ખાતે યોજાઈ.
શ્રી અક્ષય મેહતા અધ્યક્ષ્તા કરી, વિશેષ અતિથિ તરિકે સર્વશ્રી સુરેન્દ્ર કડિયા, સુરેશ જવેરી તથા જાણીતા સાહિત્યકાર યશવંતભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
-
કિવ કલાપીZazi.com © 2009 . All right reserved |
![]() |