આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
1997 માં “tripod” નામની શરૂઆત ની વેબપેજ (આજની બ્લોગ હોસ્ટ કરી આપતી બ્લોગર્સ અને વર્ડપ્રેસ જેવી) હોસ્ટ કરી આપતી વેબસાઈટ પર ગુજતાતી કવિતા મેગેઝીન “યાયાવર” ની શરુઆત કરી. ત્યાર બાદ શ્રી ચંદુ શાહ “નર્મદ” (www.narmad.com) અને મારા પરમ મિત્ર શ્રી વિપુલભાઈ જોષી ના સાથ-સહકાર અને માર્ગદર્શન સાથે “યાયાવર”-ગુજરાતી કવિતા માસિક નો 1998 થી પ્રારંભ થયો ઝાઝી.કોમ પર. ઈન્ટરનેટ અને “.કોમ” ના શરૂઆતના વર્ષોમાં ગુજરાતી ફોન્ટની મર્યાદા સાથે ધીમી ગતિએ કામની શરુઆત થઈ. માત્ર કવિતા માસિકથી શરુ કરેલી શરુઆત આગળ જતા 1998 થી www.zazi.com ના સ્વરૂપે આગળ વધતી રહિ. લગભગ દર છ મહિને એક નવો વિભાગ (મહેફિલ , મુશાયરો, અલપઝલક , સંકલીત સમાચાર, ઈકાર્ડ, પ્રત્યંચા, લઘુ નવલિકા, ચિંતન, આરોગ્યગ્રામ) અને પ્રથમવાર ગુજરાતી નવલકથા ને ક્રમશ: ઈન્ટરનેટ પર પ્રસિધ્ધ કરી ગુજરાતી ભાષાનાં તમામ પાસાઓને વણી લેવાનો નમ્ર પ્રયાસ કર્યો જે આજે પણ કાર્યરત છે.
આજે 01-જાન્યુઆરી-2012 ના આ મંગળ દિવસે (મારા પિતા શ્રી નરેશભાઈ ચંદ્રશંકર ઝા નો જન્મ દિવસ ) 13 વર્ષ પુરા કરી 14માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આપ સૌ મિત્રો, વડિલો નો ખરા દિલથી આભાર માનું છું.
2012 આપ સૌ માટે મંગળમય બની રહે એજ શુભેચ્છા.
લી.
ચિરાગ અને માનસી
(ચિત્ર: કિશોર રાવળ)
મારા બાપાજી રંગીલા આદમી હતા. તેમણે તખલ્લુસ રાખેલુ મોજીલાલ એ એક જ શબ્દ તેમને વર્ણવવા માટે પૂરતો હતો. પણ તક હાથમાં આવી છે તો મને જરા વિસ્તારીને કહેવા દો.
કપડાંનો ખૂબ જ શોખ. ભાવનગરના બધા કાપડિયાઓ તેમને ઓળખે. કંઈ નવું શર્ટિન્ગ આવ્યું હોય, લિવરપૂલનું ઇંગ્લિશ કોટનું કાપડ કે ધોતી- જોટાઓ આવ્યાં હોય તો રસ્તે આડા ઉતરી બાપાજીને પકડી દુકાને લઈ જાય. જેરામ દરજીને અવારનવાર પહેરણ કે કોટ બનાવવાનું કામ મળતું રહે. માથે કાશ્મીરી ભરત કરેલી ટોપી, કાળી ટોપી રાખે પણ ભાગ્યે જ પહેરતાં. રૂપેરી હાથાવાળી એક લાકડી રાખે ખાસ તો સ્ટાઈલ માટે જ પણ કૂતરાં કાઢવા ઘણી કામ આવતી. બાટાના જોડા બજારમાં આવ્યા એટલે બાપાજી પહેલાં ઘરાક અને જોડાએ એવું વશીકરણ કર્યું કે ન પૂછો વાત. તેમના માનીતા મોચી પાસે ગયા." જો આનું નામ જોડા. ખરીદીને પગમાં નાખ્યા એટલે જાણે પવનપાવડી. તારા જોડાને બે મહિના માખણ ચોપડો કે ઘી. પગ પર ડંખ બે-ત્રણ વાર પડે અને રુઝાય ત્યાં સુધી જોડા લેવામાં ભૂલ કરી એવો સંતાપ રહે. તું દુકાનમાં આ રાખવા માંડ અને પરમાણા લેવાનાં બંધ કર. વૈંતરું કરતાં આખી જિંદગી નીકળશે અને બે પૈસા ભેળો નહિ થા! આમાં જ લાભ છે." થોડું મીઠાશથી સમજાવી, થોડું ઘઘલાવી, થોડું આદુ ખાઈને તેને બાટાના જોડા રાખતો કરી દીધો. તે અને તેના વારસદારો વર્ષો સુધી તેમનો ઉપકાર ભુલ્યા નહિં.
સંગીતનો ગજબનો શોખ. અઠવાડિયામાં ત્રણ વખત સંગીત શીખવાડવા અને સાથે તબલા વગાડવા માટે વાસુદેવકાકા આવે. તે આવે એટલે, બન્ને જણા ચા પીને ગળાં સાફ કરે. પછી નીચે ગાદી ઉપર બાપાજી ફ્રાન્સના સૂરોવાળું એક હારિમોનિયમ લઈને બેસે. વાસુદેવકાકા તબલા અને ભોણિયાના ગલેફ ઉતારી, નીચે ઇંઢોણીઓ ગોઠવી, એક ક્રોમ-પ્લેટેડ હથોડીથી વાજાની કાળી બે પર તબલું મેળવતા. પછી રાગ રાગિણીની ગતો ચાલે,"સદા શિવ ભજ મના..."
ભાતખંડેએ જયારે ભારતીય સંગીત ગ્રંથસ્થ કર્યું ત્યારે તેના ત્રણે ભાગ ઘરમાં આવી ગયા. અને તેના પરિણામે પંડિતો વચ્ચે ક્યારેક વિખવાદ થઈ જતો. એક વખત મલ્હાર કોનો સાચો, ભાતખંડેનો કે વાસુદેવકાકાનો તેની ચર્ચા ચાલી. ભાતખંડે કહે કે રિષભ વાદી અને પંચમ સંવાદી અને વાસુદેવકાકાના મત પ્રમાણે મ વાદી અને સા સંવાદી. બે દિવસ પછી બાપાજી ભાતખંડેનો મલ્હાર વગાડતા હતા ત્યારે વરસાદ શરુ થયો અને ચર્ચાનો નિકાલ આવ્યો. વાસુદેવકાકાએ કાન પકડ્યા, "ઈ સાચો લાગે છે!"
બીજો શોખ મુસાફરીનો. ટુંકી મુસાફરી હોય તો ફર્સ્ટ ક્લાસમાં લઈ જાય અને તેની રસમ શીખવાડે. એક વખત બાપાજીના મિત્ર ભગવાનદાસ જાનીને ઘરે શિહોર જવા નીકળ્યા, મને લીધો સાથે. "ચાલ કિશોરિયા, તને પણ રસુબેન સાથે મઝા આવશે.સવારે જઈ ને સાંજે પાછા આવશું."
November-2011
રેનિઅર પર્વત (Mount Rainier
વોશીંગ્ટન , અમેરીકા
{gallery}alapzalak/2011/11{/gallery}
અલપઝલક-November-2011
Washington,USA
અવસર પરિવાર દ્વારા આયોજિત "કાવ્યોત્સવ" એક એવો મંચ છે જેમાં આપણે છેલ્લાં ૭ મહિનાથી એકમેકની રચનાઓનો આનંદ ઉઠાવીએ છે.
અવસર કાવ્યોત્સવમાં એક નવું નજરાણું ઉમેરવાનો વિચાર છે.
"કવિનો કલશોર"
જેમાં આપણે કોઈ એક કવિનાં કાવ્યોનું પઠન કરી અને તેનો આસ્વાદ કરીશુ, સાથે એકમેકનાં કાવ્યો તો ખરાજ
આ શુભવિચારની શરૂઆત "ગુજરાતનાં ગાલિબ" ગણાતા મરીઝ સાહેબની ગઝલોથી કરીશું.
તો આ વખતનાં કાવ્યોત્સવમાં આપણે માણીશું મરીઝ સાહેબની ગઝલો આપનાં જ મુખે અને સાથે આપની રચનાઓ તો ખરી જ.
તો આમંત્રણ છે દરેક મરીઝપ્રેમીને કે આવો અને મરીઝને વાંચો, સાંભળો અને માણો..
તારીખઃ ૨૦ નવેમ્બર, રવિવાર, સાંજે ૪:૩૦ કલાકે
અક્ષર પ્રાથમિક શાળા,
શ્રીનગર સોસાયટી,
કેશવબાગ વાડીની સામે,
નવાવાડજ સ્વિમિંગપુલની પાસે,
નવાવાડજ, અમદાવાદ-૧૩.
વધુ માહિતી માટે સંપર્કઃ
તાહા મન્સૂરી - ૯૯૨૪૬૨૩૨૪૯
બીજા ગામનાં માણસો "આ તો ભાનવગરનાં" એમ કહીને અમારી ભાવનગરિયાની ઓળખાણ આપે ત્યારે તમે એમ માનતા હો કે જવાબમાં ગુસ્સો કરીને એક વડચકું મળશે તો એ તમારી ધારણા પાયા વગરની છે. અમે સમજી શકીએ છીએ કે બે જ અક્ષર ઉલટસુલટ કરીને આ રમુજ કરવાની લાલચ એટલી પ્રબળ અને લોભામણી છે કે મક્કમ મનનાં જ તેનો સામનો કરી શકે. મોટાભાગના તો લપસી જ જાય! જવાબમાં અચુક જ "હા, મોટાભાઈ, અમે સાવ ભાનવગરનાં" એમ કહીને એક મીઠું સ્મિત જ મળે.
એ અમારા ભાવનગરની જે જમાનાની વાત કરું છું ત્યારે ગામની સીમાઓ નાની હતી. ઘોઘા દરવાજાથી ખાર દરવાજા સુધીની બે માઇલના પટમાં શહેરની મુખ્ય બજાર અને મોટા ભાગની વસ્તી. એક ફાંટો વોરા બજાર અને નાગર પોળમાં થઈ ખોડિયાર દરવાજે નીકળે અને ત્યાંથી ખોડિયારમાનાં મંદિર સુધી જાય. બીજો ફાંટો હેરિસ રોડથી આંબા ચોક, સંઘેડિયા બજાર અને સ્ટેશન જઈ વિરમે. તેની પેલી બાજુ સ્મશાન અને થોડે આગળ પારસીનો ભસ્તો.
ઘોઘા દરવાજાની એક શાન હતી. એક બાજુ ગંગાજળિયાનું તળાવ અને તેને કાંઠે કોઈ કાબેલ શિલ્પીએ આરસમાં કંડારેલી ગંગાજળિયાની દેરી. તળાવમાં બારે માસ પાણી રહે. સાંજે સૂર્યાસ્તના અવનવા રંગોની પશ્ચાદ્ભૂમીકામાં એ દેરી જૂઓ તો ખાલી પરીકથાઓમાં વાંચેલી અને કલ્પેલી સુંદર સૃષ્ટી જોવા મળે. મનમાં જરૂર ખાત્રી થાય કે જગત મિથ્યા નથી.
તળાવની બીજી બાજુએ મોતીબાગનો મહેલ જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહનો દરબાર ભરાય. દેશી ઝાડવાંઓ, અસોપાલવ, આંબા, લાલ પીળી અને સફેદ કરેણ, જાસુસ અને તેમાં અંગ્રેજોનાં બાગકામનાં પ્રેમ અને દ્રષ્ટીનું નિરુપણ થાય એટલે સોનામાં સુગંધ અને સંગીત. વાહ, વાહ પોકારો. મોતીબાગની ફરતા, કાંગરાવાળા ગઢમાં મોતીબાગ ક્લબ જેમાં શું થતું તે મોટા ભાગના લોકોને મન એક સમશ્યા હતી.
ત્યાંથી જમણી બાજુ જાવ તો પિલ ગાર્ડન. પિલ ગાર્ડનમાં સાડા ચાર જાનવરનું એક ઝૂ. એક વાઘ, એક બોખો સિંહ અને બે રાજાએ પકડેલા દિપડા.- અને બાકીનું અડધું કયું તે ઓળખાય નહિ એવા રૂપમાં. એ ચાર જાનવરોને રોજ ખોરાક જોઈએ ને? વાઘ, સિંહ જોવામાં રસ પડે તેના કરતાં વાઘ સિંહને નીરવામાં આવતાં માંસના ટુકડાને જોઈને પડતો. એક વખત મારાથી બોલાઈ ગયું કે આ તો તરબૂચ જેવું લાગે છે એટલે મારાં બા છ મહિના તરબૂચ ન ખાઈ શક્યાં. "મારા રોયાએ તરબૂચ ખાતી બંધ કરી" એમ ઠપકો મળ્યો.
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved |
![]() |