વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 71 guests and no members online

મદદ

 


 રમુજ

દર્દી :ડોકટર સાહેબ, ઓપરેશન પહેલાં તો તમે કહ્યું હતું કે દસ હજારનો ખર્ચ થશે. હવે બાર હજાર કેમ માંગો છો?

ડોકટર :વાસ્તવમાં વાત એમ છે કે તમારું ઓપરેશન કરતી વખતે મારું પાકીટ તમારા પેટમાં રહી ગયું છે. એમાં બે હજાર રૂપિયા હતા.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

મેક, વિન્ડોઝ કે લિનક્સ - મારે શું કરવું?

આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે જો તમે ગુંચવાતા હોવ તો આ લેખ તમારા માટે છે!

ઓપરેટિંગ સિસ્ટમ એટલે તમારા કોમ્પ્યુટરનો આત્મા. તેના વગર કોમ્પ્યુટરનું ડબલું એકદમ નક્કામું. પથરો. હા - ઓપરેટિંગ સિસ્ટમ એટલે કોમ્પ્યુટરનો જીવ. હવે, આવી મહત્વની વસ્તુની પસંદગી કરવી એ અતિ મહત્વનું છે. મોટાભાગે તમે જ્યારે કોમ્પ્યુટર ખરીદો ત્યારે તેની જોડે જ ઓપરેટિંગ સિસ્ટમ આવે છે (જેને OEM - ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરર આવૃત્તિ)કહે છે. તમે તેના રુપિયા તમારા હાર્ડવેર (ડેસ્કટોપ, લેપટોપ..) જોડે જ ચૂકવી દો છો. અમુક કંપનીઓ તમને ખરીદતા પહેલાં ઓપરેટિંગ સિસ્ટમ પસંદ કરવાની તક આપે છે - ત્યારે આવી તકનો લાભ ઉઠાવવો જોઈએ. તો, હવે જોઈએ કે કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં શું ખાસ છે.


શરુઆત કરીએ જૂના અને જાણીતાં વિન્ડોઝ થી. માઈક્રોસોફ્ટની આ ઓપરેટિંગ સિસ્ટમ છેક ૧૯૯૩થી ધૂમ મચાવી રહી છે - અને તેનું મુખ્ય કારણ છે કે - તે મોટાભાગનાં કોમ્પ્યુટર OEM આવૃત્તિ વડે જોડે જ આવે છે. શીખવામાં એકદમ સરળ છે અને મોટાભાગનાં હાર્ડવેર (એટલે કે પ્રિન્ટર, સ્કેનર, કેમેરા વગેરે..) જોડે સરળતાથી કામ કરે છે. સામાન્ય રીતે મોટાભાગનાં થર્ડ પાર્ટી સોફ્ટવેર તેની જોડે એકદમ - કોઈ પણ માથાંકૂટ વગર કામ કરે છે. લોકોની પસંદગી. હવે, મુશ્કેલીએ કે આમાં કોમ્પ્યુટર વાયરસનો ભારે ત્રાસ. કોમ્પ્યુટર જગતમાં કોઈ પણ સોફ્ટવેર કરતાં વધુ મહત્વની વસ્તુ છે - ડેટા એટલે કે માહિતી. હવે, જો વાયરસ આપણી માહિતીને વળગે તો મુશ્કેલી. એન્ટિ-વાયરસ નામનાં ભૂવાઓ મળે છે, પણ ખરે વખતે તેઓ ધૂણવાનું બંધ કરી દે તો કહેવાય નહી. વિન્ડોઝની વિવિધ આવૃત્તિઓ આવે છે. દા.ત. આ લેખ લખાય છે ત્યારે, વિન્ડોઝ ૭ ચાલી રહ્યું છે. તેની ત્રણ-ચાર આવૃત્તિઓ મળે છે. જોઈને પસંદગી કરવી કારણકે, દા.ત. હોમ બેઝિક (Home Basic) નામની આવૃત્તિ તમને માત્ર ત્રણ જ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે ચાલવા દે છે. છે ને મજાક?

હવે જોઈએ મેક વિશે. મેકિન્ટોશ અને ટૂંકમાં મેક એ એપલ નામની જાણીતી કંપનીની પ્રોડક્ટ છે. એપલ કંપની તેના સુંદર અને સુગમ કાર્યક્રમો અને હાર્ડવેર (આઈફોન, આઈપેડ) માટે જાણીતી છે. મેકની ખાસિયત એ કે તેનાં દરેક કાર્યક્રમો તેનાં યુઝર ઈન્ટરફેસ (UI) નું પાલન કરતાં હોવાથી, તમને કોઈપણ કાર્યક્રમ વાપરવામાં સરળ પડે છે. બીજું એ કે મેક એ યુનિક્સ (UNIX) અને ફ્રી-બીએસડી (FreeBSD) નામની ઓપરેટિંગ સિસ્ટમ્સનાં પાયા પર બનેલ છે. હવે, આ પાયો એટલો મજબૂત છે કે મેકમાં વાયરસનો કોઈ ડર નથી અથવા તો બહુ જ ઓછા પ્રમાણમાં વાયરસની શક્યતા છે. વિન્ડોઝની જેમ મોટાભાગનાં હાર્ડવેર આ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે. લોકોને જોઈતા કાર્યક્રમો પણ મળી રહે છે. ખાટલે મોટી ખોડ કઈ? એ કે મેક ઓપરેટિંગ સિસ્ટમ માત્ર એપલનાં કોમ્પ્યુટરમાં જ ચાલે. તમારા એસેમ્બલ કરેલ પીસીમાં ન ચાલે. એપલનાં કોમ્પ્યુટર સામાન્ય રીતે મોંઘા આવે છે, એ ધ્યાન રાખવું.

હવે? લિનક્સ. આ ઓપરેટિંગ સિસ્ટમ થોડી અલગ છે. અલગ એટલે કે પહેલી મોટી વાત એ કે એ મફત છે. તમને થાય કે મફત? હા. મફત તો ખરી પણ મુક્ત એટલેકે ઓપનસોર્સ. તમે જો તેમાં કંઈ ફેરફાર કરવા માંગતા હોવ તો, તે પણ કરી શકો. સામાન્ય માણસની દ્રષ્ટિએ જોઈએ તો લિનક્સનો મોટો ફાયદો એ કે - વાયરસ વગેરેની તેના પર કોઈ અસર થતી નથી. મફત છે અને તમે ફાવો તેમ વાપરી શકો છો. મોટાભાગનાં રાઉટર (router) અને સુપર કોમ્પ્યુટર્સમાં લિનક્સ વપરાય છે. મોટાભાગનાં વેબ સર્વર્સ (Web Servers) લિનક્સ પર ચાલે છે. લિનક્સનો ગેરફાયદો એ કે શીખવામાં તમને કંઈક અંશે મુશ્કેલી પડે (કારણ કે, તમે જન્મથી વિન્ડોઝ જ વાપરેલ હોય!) પણ, પછીથી તે વિન્ડોઝ જેવું જ સરળ છે. હવે, ઉબુન્ટુ (http://www.ubuntu.com) જેવાં લિનક્સના આવ્યા પછી - તે એકદમ સરળ છે. તમે ઉબુન્ટુની વેબસાઈટ પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો.

પણ, મારે કઈ ઓપરેટિંગ સિસ્ટમ વાપરવી? આ પ્રશ્નનું શું?

સરળ. જો તમે નવાં હોવ અને તમારા ડેટાનું જરાય મહત્વ ન હોય અને ઓપરેટિંગ સિસ્ટમથી તમને કંઈ ફેર ન પડતો હોવ અને તમે જો ફોટોશોપ કે ટેલી (એકાઉન્ટિંગ સોફ્ટવેર) ન વાપરતાં હોવ તો, લિનક્સ અજમાવી જુઓ. જો તમે ડિઝાઈનર હોવ, એક વખત એપલનું મેક વાપરો (ડિઝાઈન સેન્સમાં ૫૦ ટકાની વૃધ્ધિની ગેરંટી!). જો તમે હાલ પૂરતી તમારી ઓપરેટિંગ સિસ્ટમ ન બદલી શકતા હોવ તો લિનક્સ-વિન્ડોઝ બન્ને સાથે પણ ચલાવી શકાય છે. એ માટે આપણે બીજા લેખની રાહ જોવી પડશે!

કોર ડમ્પ::
એક પુસ્તક પ્રદર્શનમાં, એ: હું ક.મા.મુન્શીને મળ્યો હતો. હું: તો તમે
કેટલા વર્ષનાં છો? એ: ૨૭ હું: હમમ. ધન્ય છો તમે.

કાર્તિક મિસ્ત્રી
૧૦-૦૫-૨૦૧૦, સોમવાર.

 

Zazi.com © 2009 . All right reserved