વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 186 guests and no members online

મદદ

 


 રમુજ

દર્દી :ડોકટર સાહેબ, ઓપરેશન પહેલાં તો તમે કહ્યું હતું કે દસ હજારનો ખર્ચ થશે. હવે બાર હજાર કેમ માંગો છો?

ડોકટર :વાસ્તવમાં વાત એમ છે કે તમારું ઓપરેશન કરતી વખતે મારું પાકીટ તમારા પેટમાં રહી ગયું છે. એમાં બે હજાર રૂપિયા હતા.

સાહિત્ય

સાહિત્ય સમાચાર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયોગુજરાતી સાહિત્ય અકાદમી (યુ. કે) યોજે છે.....

પ્રથમ પંકિતના ગઝલકાર અને કવિ શ્રી જવાહએર બક્ષી સાથે એક સાંજ


મીરાં પ્રેમ દિવાની


ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી


નગરમાં ઊતરી પડયાં છે અવાજનાંટોળાં...
હું પાસે જઈશ તો એ સૂનકાર થઈ જાશેનહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
લે! તારી આંખમાં ઝાકળ બનું, જો!આયનામાંહું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું
સત્ય છું પણ સાવ અંગત પત્ર છું


વાર : શુક્ર્વાર
તારીખ : 23 સ્પેમ્બર 2011
સમય : સાંજે 6.00 થી 8.00 કલાક
સ્થળ :
Sherwood Clinic
Sherwood House (Entry from right side)
176 Northolt Road
South Harrow HA20NP

Phone :
+44 203 490 4612

સૌ સુહ્રદોને આમંત્રણ
ભદ્રા વડગામા – મહામંત્રી, ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે)
Entry is free however voluntary contribution of £10 towards such programmes is appreciated.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

શિકાગો આર્ટ સર્કલ રજૂ કરે છે.....ગુજરાતી ગઝલની એક રસભરી સાંજ

ગુજરાતી ગઝલ મહેફિલ

આ કાર્યક્ર્મમાં ભાગ લેવા ભારતથી ખાસ પધારે છે ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકાર - રાજેશ વ્યાસ “મિસ્કીન”

કવિઓ :

રાજેશ વ્યાસ “મિસ્કીન” ( અમદાવાદ )
અશરફ ડબાવાલા ( શિકાગો )
ભરત દેસાઈ  ( શિકાગો )
અબ્દુલ વહીદ “સોઝ” ( શિકાગો )
મધુમતી મહેતા ( શિકાગો )
સપના વિજાપુરા ( શિકાગો )

કાર્યક્ર્મ નું સંચાલન રાજેશ વ્યાસ “મિસ્કીન” પોતાની વિશિષ્ઠ શૈલીમાં કરશે.

Tickets:  આ કાર્યક્ર્મની કોઈ પ્રવેશફી કે ટિકિટ નથી.

Date: September 17, 2011 Saturday Time: 7:00PM Sharp

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveચંદ્રમણિ પ્રકાશન આવતી કાલના વાર્તાકારોનું આજનું માસિક

ગુજરાતી ભાષામાં હાલ બીજા સાહિત્યપ્રકારોની સરખામણીએ વાર્તાનું સ્વરૂપ ગુણવત્તા અને ફાલની દૃષ્ટિએ ઝંખવાઈ રહ્યું છે. ત્યારે સશક્ત, અને તેજસ્વી એવા નવા વાર્તાકારોની નવી શ્રેણીના ઉદગમ, સંવર્ધન અને પ્રતિષ્ઠા કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ અને બીજા કેટલાક સમર્થ સાહિત્યકારોના સહયોગમાં ખાસ નવોદિતો માટેના નવા વાર્તામાસિક ‘મમતા’નો પ્રારંભ તા, ૧૧–૧૧–૧૧થી થઈ રહ્યો છે.

આ ઝુંબેશના પહેલા ચરણરૂપે વાર્તાક્ષેત્રે નવી પ્રતિભાઓને શોધીને બહાર લાવવા માટે ‘મમતા’એ એક વિશેષ વાર્તા સ્પર્ધાનું આયોજન કર્યું છે. અને તેમાં ભાગ લેવા માટે જાણ્યા-અજાણ્યા તમામ વાર્તાકારોને જાહેર નિમંત્રણ છે,

આ વાર્તાસ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.

1. વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર થયાની તારીખ સુધીમાં જેમનું એક પણ પુસ્તક પ્રકટ ન થયું હોય તેઓ જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
2. વાર્તાનું લખાણ સરળ હોય ને વાર્તાતત્ત્વ સુરેખ હોય તે જરૂરી છે.
3. વાર્તા કોઈ સામયિક, દૈનિક, રેડિયો, ઇન્ટરનેટ કે બીજે કશેય પ્રકાશિત કે પ્રસારિત થયેલી ન હોવી જોઇએ.
4. વાર્તાની શબ્દસંખ્યા મહત્તમ 2000 શબ્દોની છે. તે ઓપન વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરેલી હોય અને તેની જોડણી સાર્થ શબ્દકોશ અનુસાર હોય તે ઇચ્છનીય છે.
5. વાર્તાના મથાળે માત્ર વાર્તાનું શીર્ષક જ હોવું જોઇએ. લેખકનું નામ, સરનામું, ટેલિફોન, સેલ ફોન નંબર અને ઇ–મેલ આઇડી એક અલગ કાગળમાં જે તે શીર્ષક્ના સંદર્ભ સાથે આપવું અનિવાર્ય છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveરાષ્ટ્રીય શાયર મેઘાણી સાહેબની  જ્ન્મ જયંતિ છે. દિ. ૨૧.૮.૨૦૧૧ના ધબકાર મુંબઈ દ્વારા એમને શબ્દાંજલી અર્પિત કરાઈ હતી - ધબકાર મુંબઈની 29મી કાવ્ય ગોષ્ઠી આશિત હૈદરાબાદીના નેતૃત્વ હેઠળ ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને ગ્રાન્ટ રોડ, મુંબઈ ખાતે યોજાઈ હતી. આ ગોષ્ઠી રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સમર્પિત કરાઈ હતી. આ પ્રસંગે હસમુખ ગડા, હેમા મહેતા,અશોલ મહેત, લાભશંકર જાની અને ચંદુભાઈ ફ્રેમવાલાએ મેઘાણીની અમર રચનઓને કંઠ આપ્યો હતો. સંગીત રાજેશ નાગડાએ આપ્યું હતું.

મૂઠી ધાન વિના નાના બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:
અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે -
ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries