વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 143 guests and no members online

મદદ

 


 



રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.

સાહિત્ય

સાહિત્ય સમાચાર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ગુજરાતી સુગમસંગીત ફાઉન્ડેશનના ઉપક્રમે કાવ્યધારા પ્રસ્તુત કરે છે - કાવ્ય મહોત્સવ - 2012

કવિઓ : ધ્રુવ ભટ્ટ, હરિકૃષ્ણ પાઠક, ધુની માંડલિયા, હર્ષદ ત્રિવેદી, ભરત વિંઝુડા, સંદીપ ભાટિયા, ગાયત્રી ભટ્ટ, ડો. મનોજ જોષી (જામનગર) અને કૃષ્ણ દવે


સમય: સાંજે 6:30 વાગે, શનિવાર,


તારીખ:21-01-2012


સ્થળ : ગુજરતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાછળ,આશ્રમ રોડ, અમદાવાદ


નિમંત્રક : કૃષ્ણ દવે,સંયોજક કાવ્યધારા

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



એક નાના અંતરાલ પછી ફરી એક વાર 'સુરત અવસર પરિવાર' યોજી રહ્યુ છે.

તમારી રચનાઓ, કૃતિઓ, ગઝલ કે કવિતા રજુ કરવાનો સુવર્ણ અવસર એટલે "અવસર કાવ્યોસ્તવ"

ગુજરાતનો એક માત્ર એવો પરિવાર (ગ્રુપ) જે સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરો માં પોતાના કાર્યક્રમો નિશુલ્ક યોજે છે,

આ કાર્યક્રમોં માં કોઇ પણ વ્યક્તિ ભાગ લઇ શકે છે,

કોઇ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં આવી શકે છે, પ્રવેશ નિશુલ્ક હોય છે.

આ આનંદના અવસર માં સહભાગી થવા 'સુરત અવસર પરિવાર' તરફથી દરેક ને ભાવભીનું આમંત્રણ

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

1997 માં “tripod” નામની શરૂઆત ની વેબપેજ (આજની બ્લોગ હોસ્ટ કરી આપતી બ્લોગર્સ અને વર્ડપ્રેસ જેવી) હોસ્ટ કરી આપતી વેબસાઈટ પર ગુજતાતી કવિતા મેગેઝીન “યાયાવર” ની શરુઆત કરી. ત્યાર બાદ શ્રી ચંદુ શાહ “નર્મદ” (www.narmad.com) અને મારા પરમ મિત્ર શ્રી વિપુલભાઈ જોષી ના સાથ-સહકાર અને માર્ગદર્શન સાથે “યાયાવર”-ગુજરાતી કવિતા માસિક નો 1998 થી પ્રારંભ થયો ઝાઝી.કોમ પર. ઈન્ટરનેટ અને “.કોમ” ના શરૂઆતના વર્ષોમાં ગુજરાતી ફોન્ટની મર્યાદા સાથે ધીમી ગતિએ કામની શરુઆત થઈ. માત્ર કવિતા માસિકથી શરુ કરેલી શરુઆત આગળ જતા 1998 થી www.zazi.com  ના સ્વરૂપે આગળ વધતી રહિ. લગભગ દર છ મહિને એક નવો વિભાગ (મહેફિલ , મુશાયરો, અલપઝલક , સંકલીત સમાચાર, ઈકાર્ડ, પ્રત્યંચા, લઘુ નવલિકા, ચિંતન, આરોગ્યગ્રામ) અને પ્રથમવાર ગુજરાતી નવલકથા ને ક્રમશ: ઈન્ટરનેટ પર પ્રસિધ્ધ કરી ગુજરાતી ભાષાનાં તમામ પાસાઓને વણી લેવાનો નમ્ર પ્રયાસ કર્યો જે આજે પણ કાર્યરત છે.


આજે 01-જાન્યુઆરી-2012 ના આ મંગળ દિવસે (મારા પિતા શ્રી નરેશભાઈ ચંદ્રશંકર ઝા નો જન્મ દિવસ ) 13 વર્ષ પુરા કરી 14માં વર્ષમાં પ્રવેશ  કરે છે ત્યારે આપ સૌ મિત્રો, વડિલો  નો ખરા દિલથી આભાર માનું છું.

2012 આપ સૌ માટે મંગળમય બની રહે એજ શુભેચ્છા.

લી.

ચિરાગ અને માનસી

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

અવસર પરિવાર દ્વારા આયોજિત "કાવ્યોત્સવ" એક એવો મંચ છે જેમાં આપણે છેલ્લાં ૭ મહિનાથી એકમેકની રચનાઓનો આનંદ ઉઠાવીએ છે.

અવસર કાવ્યોત્સવમાં એક નવું નજરાણું ઉમેરવાનો વિચાર છે.

"કવિનો કલશોર"

જેમાં આપણે  કોઈ એક કવિનાં કાવ્યોનું પઠન કરી અને તેનો આસ્વાદ કરીશુ, સાથે એકમેકનાં કાવ્યો તો ખરાજ

આ શુભવિચારની શરૂઆત "ગુજરાતનાં ગાલિબ" ગણાતા મરીઝ સાહેબની ગઝલોથી કરીશું.

તો આ વખતનાં કાવ્યોત્સવમાં આપણે માણીશું મરીઝ સાહેબની ગઝલો આપનાં જ મુખે અને સાથે આપની રચનાઓ તો ખરી જ.

તો આમંત્રણ છે દરેક મરીઝપ્રેમીને કે આવો અને મરીઝને વાંચો, સાંભળો અને માણો..

તારીખઃ ૨૦ નવેમ્બર, રવિવાર, સાંજે ૪:૩૦ કલાકે

અક્ષર પ્રાથમિક શાળા,
શ્રીનગર સોસાયટી,
કેશવબાગ વાડીની સામે,
નવાવાડજ સ્વિમિંગપુલની પાસે,
નવાવાડજ, અમદાવાદ-૧૩.

વધુ માહિતી માટે સંપર્કઃ

તાહા મન્સૂરી - ૯૯૨૪૬૨૩૨૪૯

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries