વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 44 guests and no members online

મદદ

 


 



રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

“લઈનેઅગિયારમી દિશા” જેવું લાંબું-લચક નામ અગિયાર નવોદિત ગઝલકારોએપ્રકાશિત કરેલ એમના પ્રથમ ગઝલસંગ્રહનું છે.આજના યુગમાં જ્યાં બે ચાર માણસોને કોઈ સારું કામ કરવા માટે ભેગા કરવા અઘરા પડે છે ત્યાંઅગિયાર જણ એક કામ માટે સહમત થાય અને તે પણ માત્ર ચાર મહિનાનાં ટૂંકા ગાળમાં પુસ્તકપ્રકાશિત થાય એ ગઝલસગ્રહના લાંબા નામની જેમ ગુજરાતી સાહિત્ય જગતમાં એક અનોખો રેકૉર્ડજ કહેવાય.

આ આખી વાત એમ બની કે ગુજરાતના તમામ ખૂણેથી ગઝલના ઉપાસકો ભેગા થયા, અમરેલી, આદિપૂર, ધોળકા, અમદાવાદ,હિંમતનગર, નડિયાદ, ગોધર,સૂરત, વાપી અને મુંબઈ (જ્યાં જ્યાં વસે ગુજરાતીત્યાં સદાકાળ ગુજરાત). આ અલગ અલગ શહેરના કવિઓએક બીજા સાથે જોડાયા “સૉસિયલ નેટર્વક” નાંમાધ્યમથી..એટલે કે “ફેસબુક”. ધોળકાના શિક્ષકશ્રી મગનભાઈ મકવાણા સંચાલિત “ગઝલતો હું લખું” ગ્રૂપના અમે તમામ સભ્યો, અને પોતપોતાની રચનાઓ મૂકીનેએક બીજાની પાસેથી શીખવાનો પ્રયાસ કરતા હતા. ખાસ તો છંદના બંધારણ, તકતી, કાફિયા અને રદ્દિફની ચર્ચા ઉપરાંત જોડણી ,વ્યાકરણ , ગઝલનાં છૂટના નિયમો વિષે તંદુરસ્ત ચર્ચાથતી. ગ્રૂપનો એક વણ લખ્યો નિયમ હતો કે શીખવું અને શિખવાડવું અનેગઝલ સિવાયના કોઈ બીજા વિષય પર ચર્ચા નકરવી.

એક જુની વાર્તા યાદ આવે છે, ચાર માણસો ને આંખે પાટા બાંધીની કિધું કે જરા અડકીનેકહો કે આ શું છે?. એક જણ બોલ્યો કે થાંભલો છે, એક બોલ્યોના આતો પાઈપ છે. એક વળી દોરડું કહીને ખસી ગયો. મને ઘણી વાર થાય કે એ ચાર જણા ગઝલના વિદ્યાર્થીનહિ હોય. બાકી સાચી રીતે ગઝલ લખતો હોય એ તરત વિચારે આ કોની વાસ છે? આટલી ખરબચડી શું વસ્તુ છે? વાળ જેવું લાગે છે બરછટ છે.અને એથીય આગળ વધીને કદાચ એમ પણ વિચારે અને કરી પણનાખે કે લાવ ને ચૂંટલી ભરી જોઉં!. કંઈ અવાજ આવે છે!.



બસ કંઈ આવાજ વિચારથી આ ગઝલસંગ્રહના કવર પેજ થી લઈને અંતિમ પાના સુધીનીદરેક બાબત અમે જોઈ, ચકાસી, એકમેક સાથે રૂબરૂમાં ,ફોન પર અને પુસ્તક પ્રકાશિત કરવા માટે બનાવેલા નાનકડા ફોરમમાં તમામ બાબતો નેલખીને અગિયારે અગિયારની સંમતિ અને દલીલોને ધ્યાન પર લઈ નિર્ણય કર્યા. ગઝલને જે રીતેમઠારવી પડે એજ રીતે આખી આ “પ્રોસેસ” ને અમે અમારી રીતે મઠારી.

આજ ગઝલસંગ્રહના અને મિત્રોની ગઝલ/કાવ્ય પઠનનો કાર્યફ્રમ જેમણે અમને ડગલે ને પગલે સાથ આપ્યો છે એવા કવિ શ્રી ભાવેશભાઈ ભટ્ટ , કવિશ્રી અનિલભાઈ ચાવડા અને કવિ શ્રી ચંદ્રેશભાઈ મકવાણાની હાજરીમાં રાખેલ છે.........

કાલે તારીખ 20-જુલાઈ , શનિવારે

સાંજે 5:30 થી 8:30 ,

ગોવર્ધન સ્મૃતિ મંદિર , ગુજરાતી સાહિત્ય પરિષદ ,
આશ્રમ રોડ, અમદાવાદ

રાખેલ છે તો આપ સૌ મિત્રોને ભાવભીનું આમંત્રણ છે.

ગઝલસંગ્રહ નું એનડ્રોઈડ એપ્લિકેશનમાં

લોકાર્પણ ::

ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા, ચંદ્રેશ મકવાણા

મંચ સંચાલન::

તેજસ દવે

કાવ્યપઠન ::

પિયુષ પરમાર, તેજસ દવે, મનીષ પાઠક, તાહા મન્સૂરી, ચિન્મય શાસ્ત્રી, યોગેન્દુ જોષી, અનંત રાઠોડ, મોહસીન મીર, ચિરાગ ઝા, ટેરેન્સ જાની, પારૂલબેન ખખ્ખર, મગનભાઈ મકવાણા, મેહૂલ પટેલ, કાંતિભાઈ વાછાણી, મેહૂલ ભટ્ટ, ભાવેશ શાહ, પાર્થ શર્મા, મહેન્દ્ર પોશિયા

 

Zazi.com © 2009 . All right reserved