વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 105 guests and no members online

મદદ

 


 રમુજ

એક પોલીસવાળાએ પોતાના મિત્રને કહયું , સ્ત્રીઓ ગાડી એટલા માટે ધીમી ચલાવે છે કે દુઘર્ટના ન થાય .કારણ કે દુઘર્ટના થાય તો એની સાચી ઉંમર અખબારમાં છપાઈ જાય.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


“લઈનેઅગિયારમી દિશા” જેવું લાંબું-લચક નામ અગિયાર નવોદિત ગઝલકારોએપ્રકાશિત કરેલ એમના પ્રથમ ગઝલસંગ્રહનું  છે.આજના યુગમાં જ્યાં બે ચાર માણસોને કોઈ સારું કામ કરવા માટે ભેગા કરવા અઘરા પડે છે ત્યાંઅગિયાર જણ એક કામ માટે સહમત થાય અને તે પણ માત્ર ચાર મહિનાનાં ટૂંકા ગાળમાં પુસ્તકપ્રકાશિત થાય એ ગઝલસગ્રહના લાંબા નામની જેમ ગુજરાતી સાહિત્ય જગતમાં એક અનોખો રેકૉર્ડજ કહેવાય.


આ આખી વાત એમ બની કે ગુજરાતના તમામ ખૂણેથી ગઝલના ઉપાસકો ભેગા થયા, અમરેલી, આદિપૂર, ધોળકા, અમદાવાદ,હિંમતનગર, નડિયાદ, ગોધર,સૂરત, વાપી અને મુંબઈ (જ્યાં જ્યાં વસે ગુજરાતીત્યાં સદાકાળ ગુજરાત).  આ અલગ અલગ શહેરના કવિઓએક બીજા સાથે જોડાયા “સૉસિયલ નેટર્વક” નાંમાધ્યમથી..એટલે કે “ફેસબુક”. ધોળકાના શિક્ષકશ્રી મગનભાઈ મકવાણા સંચાલિત “ગઝલતો હું લખું” ગ્રૂપના અમે તમામ સભ્યો, અને પોતપોતાની રચનાઓ મૂકીનેએક બીજાની પાસેથી શીખવાનો પ્રયાસ કરતા હતા. ખાસ તો છંદના બંધારણ, તકતી, કાફિયા અને રદ્દિફની ચર્ચા ઉપરાંત જોડણી ,વ્યાકરણ , ગઝલનાં છૂટના નિયમો વિષે તંદુરસ્ત ચર્ચાથતી.  ગ્રૂપનો એક  વણ લખ્યો નિયમ હતો કે શીખવું અને શિખવાડવું અનેગઝલ સિવાયના કોઈ બીજા વિષય પર ચર્ચા નકરવી.


આ ગ્રૂપ દ્વારા ઘણા નવા મિત્રો થયા કે જેમને ગઝલ છંદ શાસ્ત્રમાં લખવાનોરસ હતો. આમાનાં  એક મિત્ર હતા યોગેનદુ જોષી.એમની સાથી ચેટ દ્વારા અવનવા રદ્દિફ અને કાફિયા લઈને ગઝલ લખવાની શરૂઆત કરી. આમ કરતાંકરતાં લગભગ દોઢ વર્ષબાદ પ્રથમવાર હું યોગેન્દુ જોષીને મળ્યો. અમદાવાદના યોગેન્દુભાઈવાપીનાં કાંતિભાઈ સાથે પાછલા ચાર વર્ષથી ગઝલ વિષે ઓર્કુટ, ફેસબુક,ફોન પર ચર્ચા કરતા, શીખતા અને વળી એવી ઈચ્છા પણ હતી કેએક ગઝલસંગ્રહ પ્રગટ કરવો. એક કે બીજા કારણસર ગઝસંગ્રહ નું કામ આગળ વધતું નહોતું, એ વાત યોગેન્દુભાઈએમને કરી. વિજયચાર રસ્તા પાસે બે-ત્રણ કલાકની ચર્ચાને અંતે અમે હાથ મિલાવ્યા ને નક્કીકર્યું કે હવે ગઝલસંગ્રહ પ્રગટ કરીને રહેવું.


આમતો આજકાલ પુસ્તક છાવાનું કામ ઝડપ ભેરથાય છે. પણ એ પુસ્તક છપાવવા પાછળનો અમારો મૂળ હેતુ હતો કે જીવનના અલગ અલગ સ્તરે ઊભેલાઅગિયાર નવોદિત ગઝલકારો ની ગઝલ યાત્રા ક્યાંથી કેવી રીતે શરૂ થઈ અને ગઝલને અમે કેવીરીતે જોઈ ,જાણી અને શીખ્યા.


એક જુની વાર્તા યાદ આવે છે, ચાર માણસો ને આંખે પાટા બાંધીની કિધું કે જરા અડકીનેકહો કે આ શું છે?. એક જણ બોલ્યો કે થાંભલો છે, એક બોલ્યોના આતો પાઈપ છે. એક વળી દોરડું કહીને ખસી ગયો.  મને ઘણી વાર થાય કે એ ચાર જણા ગઝલના વિદ્યાર્થીનહિ હોય. બાકી સાચી રીતે ગઝલ લખતો હોય એ તરત વિચારે આ કોની વાસ છે? આટલી ખરબચડી શું વસ્તુ છે? વાળ જેવું લાગે છે બરછટ છે.અને એથીય આગળ  વધીને કદાચ એમ પણ વિચારે અનેકરી પણનાખે કે લાવ ને ચૂંટલી ભરી જોઉં!.


બસ કંઈ આવાજ વિચારથી આ ગઝલસંગ્રહના કવર પેજ થી લઈને અંતિમ પાના સુધીનીદરેક બાબત અમે જોઈ, ચકાસી, એકમેક સાથે રૂબરૂમાં ,ફોન પર અને પુસ્તક પ્રકાશિત કરવા માટે બનાવેલા નાનકડા ફોરમમાં તમામ બાબતોનેલખીને અગિયારે અગિયારની સંમતિ અને દલીલોને ધ્યાન પર લઈ નિર્ણય કર્યા. ગઝલને જે રીતેમઠારવી પડે એજ રીતે આખી આ “પ્રોસેસ” નેઅમે અમારી રીતે મઠારી. એ કેવી બની છે એતો તમે જ્યારે સંગ્રહ હાથ પર લેશો ત્યારે જાણીજ જશો.


આ સંગ્રહની પ્રસ્તાવના કોની પાસે લખાવવી? એવો એક સવાલહતો. યોગેન્દુભાઈ પાસે એક બે નામ હતા. પણ મેં એવો આગ્રહ રાખ્યો કે આપણે શ્રી ભાવેશભાઈભટ્ટ, શ્રી અનિલ ચાવડા અને શ્રી ચંદ્રેશ મકવાણા પાસે જ લખાવવી.આ ત્રણે યુવાન કવિઓની રચના મને હંમેશા મારી આસપાસ બનતી ઘટનાઓ જેવી સરળ અને સહજ લાગતી.ભાવેશાભાઈએ તો એમ પણ કીધું કે ના હોય...પણ મારા , હિંમતનગરનાંઅનંત રાઠોડ અને યોગેન્દુભાઈ ના ભરપૂર “ફોલો-અપ” બાદ ખૂબ સુંદર રીતે લખી આપી. ભાવેશભાઈએ તો ત્યાં સુધી લખ્યુંકે “જુનિયર” વિદ્યાર્થી “સિનિયર”પાસે પેપર ચેક કરાવે એવી લાગણી થાય છે. અને અમને તો એ વાતનો આનંદ થયોકે આપણે એક શાળામાં ભણીએ છીએ જ્યાં સાંપ્રત સમયના બાહોશ કવિઓ પોતાનું નામ રોશન કરીરહ્યા છે. આજ અરસામાં શ્રી અનિલભાઈ એમના ત્રણ પુસ્તકોના વિમોચનની તૈયારીમાં  વ્યસ્ત હતાં અને તે છતાં સમય આપીને દરેક કવિની રચનાઅને ગઝલ અને કવિતા વિષેના એમના વિચારો પ્રસ્તાવનામાં માટે મોકલી આપ્યા. શ્રીચંદ્રેશભાઈએ ચૂંટેલા શેર સાથે શુભેચ્છા સંદેશ મોકલી આનંદની લાગણી વ્યક્ત કરી.


અમે જ્યારે પ્રસ્તાવના વાંચી ત્યારે અમને એવી લાગણી થઈ કે આપણી ગઝલ લોકોવાંચે કે ના વાંચેપ્રસ્તવના વાંચીને પણ જો કોઈ નવોદિત અમારા જેવા ગઝલ લખતા થાય તો “લઈને... અગિયારમીદિશા” ગઝલ સંગ્રહની અમારી મહેનત રંગ લાવશે.


આખા પ્રસંગમાં હું મુંબઈના ભાવેશ શાહ ને એક મુશાયરામાં મળ્યો ,તો હિંમતનગરનાઅનંત સાથે વારંવાર મળવાનું થયું. તો એક શનિવારની બેઠકમાં ધોળકાના મગનભાઈ જેમણે આ પુસ્તકનીજોડણી અને છંદ તપાસવાનું અઘરું કામ પાર પાડ્યું તો ગોધરાથી આવેલ યુવાન કવિ મોહસીનભાઈનેમળવાનું થયું. પુસ્તકની કલ્પના , આવરણ, છાપકામથી લઈને બાંઈન્ડીંગનું કામ જેમણે હાથ પર લિધુ હતું એવા વાપીના શ્રી કાંતિભાઈનેઅમદાવાદમાં મળવાનું થયું. હજી જેમને રૂબરૂ મળી નથી શક્યો એવા અમરેલીના પારૂલબેન ખખ્ખર,આદિપૂરના મેહુલ ભટ્ટ , સૂરતના મેહૂલ પટેલ,  નડિયાદના ટેરેન્સ જાની ને મળવાનીતીવ્ર ઇચ્છા છે. મારી અંગત ઇચ્છા તો એવી પણ ખરી કે દરેક કવિના ગામ જઈને મુશાયરાનુંઆયોજન કરવું.


આ આખી પ્રક્રિયામાં જેમણે અમને સૌને માર્ગદર્શન આપ્યું એ શ્રી સંજુભાઈવાળા, શ્રી ગૌરાંગ ઠાકર, શ્રી કિરણભાઈ ચૌહાણ તથા જેમનું ગઝલનાછંદનું પુસ્તક અમે પાઠ્યપુસ્તક તરીકે વાપર્યું એવા શ્રી રઈશભાઈ મણીઆર અને પંચમ શુક્લ,તાહા મનસૂરી, ચિંતન શેલત,સૌરભ પંડ્યા, દક્ષેશ કોન્ટ્રાકટર, મુહમ્મદઅલી વફા, મુકેશ દવે, પિયુષ પરમાર,મહેશ રાવલ, શીતલ જોષી, ભરતત્રિવેદી જેવા મિત્રોના અમે આભારી છીએ.


હું અંતમાં એટલું ચોક્ક્સ  કહીશે“લઈને.....અગિયારમી દિશા” એ આજના ડીજીટલ જગતનું સાચુ: ॥ सह नाववतु। ॥ છે.સાચું કામ થાય છે અને થઈ શકે એનું આ ઉદાહરણ છે. સૌથી મહત્વની વાત - ગઝલસંગ્રહ ' લઈને ... અગિયારમીદિશા' ફેસબુક  ગ્રૂપ 'ગઝલ તો હું લખું 'ને અર્પણ કરવામાં આવ્યો છે જે ફેસબુકપર રચનાત્મક કાર્ય કરી રહેલાં માટે દીવાદાંડી સમાન છે.

'ગઝલ તો હું લખું' ગ્રૂપના મિત્રો- પારુલ ખખ્ખર, મોહસીન મીર, મેહુલ ભટ્ટ,ભાવેશ શાહ , ટેરેન્સ જાની, મેહુલ પટેલ , મગન મકવાણા, કાંતિવાછાણી , યોગેંદુ જોશી અને અનંત રાઠોડને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું  છું અને એમના સાથ સહકારનો આભાર માનું છું.

ॐ सह नाववतु ।
सह नौ भुनक्तु ।
सह वीर्यं करवावहै ।
तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

ચિરાગ ઝા “ઝાઝી”
અમદાવાદ, ગુજરાત
29-એપ્રિલ-2013

 

Zazi.com © 2009 . All right reserved