વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 35 guests and no members online

મદદ

 


 રમુજ

સરલાએ તેની બહેનપણી કમલાને પૂછયું, અરે કમલા, આ હાર તને કેટલામાં મળ્યો?

કમલાએ જવાબ આપ્યો, ખાસ કંઈ વધુ નહિ. એક દિવસ રડવામાં અને બે ટંક નહિ જમવામાં.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અવસર પરિવાર , આપ સૌ પરિવારજનો ના આશીર્વાદ અને હેત ના સિંચન થી દિવસે દિવસે વિકસતો જાય  છે . એ આપણા  સમગ્ર પરિવાર માટે હર્ષ ની વાત છે , પણ વધુ હરખ એ વાત નો છે કે આ વસંતે અવસર ના વૃક્ષ પર એક નવી કુંપળ ફુંટશે  . એ મ્હોરશે અને આપણને મ્હાલવાનું કારણ આપશે .

મિત્રો , છેલ્લા ઘણા સમય થી આપણે  અવસર ના ઓથારે ,કાવ્યો તથા ગઝલ ને "કાવ્યોત્સવ " ના માધ્યમ થી માણતા આવ્યા છીએ . અવસર પરિવાર એ ઉત્સવ ના આનંદ ને બમણો કરવા જઈ  રહ્યો છે .

અવસર પરિવાર એક એવા કાર્યક્રમ નું આયોજન કરવા જઈ  રહ્યો છે , જ્યાં  આપણે  દરેક વખતે માણીશું  જુદા જુદા કવિઓ ના સાનિધ્યને ,
કવિ પાસે થી જાણીશું એમની કવિતાઓ વિષે , કવિતા પ્રત્યેના અભિગમ અને એમની જીવની વિષે .

એક સિદ્ધહસ્ત કવિ , અને એમની માંહ્ય નો સામાન્ય માણસ , એ બે વચ્ચે ની સફર ક્યારેક એક કાવ્ય સ્વરૂપે કહી  શકાય ,ક્યારેક એક પંક્તિ માં વર્ણવાય તો ક્યારેક એને આખી નવલકથા નું સ્વરૂપ આપવું પડે,  અને એ કવિ ના જ  સ્વ-મુખે સંભાળવા મળે તો ....! એના થી રૂડું બીજું કઈ ના હોય એમજ ને ? 
દર બે  અથવા ત્રણ મહિના ના અંતરાલે સિદ્ધહસ્ત કવિ ને અવસર ના આંગણે આમંત્રિત કરી , કવિતા ના  તમામ ચાહક તથા ઉપાસક વર્ગ ની સમક્ષ રજુ કરવાનો એક અનેરો પ્રસંગ થશે .
આ વિચારો નો સમન્વય ,નવોદિત કવિ માટે માર્ગદર્શન બની રહેશે તો કોઈ માટે સ્વયમ ને મઠારવા ની માહિતી . અને હા ... જે તે કવિ ના કાવ્યો નો આસ્વાદ તો માણીશું  જ માણીશું  .
આ ઉપક્રમ નું નામ "અવસર-કાવ્ય ગોષ્ઠી" રાખી શકાય એવો એક પ્રાથમિક વિચાર છે (સૂચનો આવકાર્ય).

 અવસર નો આગામી કાવ્યોત્સવ :
એક એવું  મંચ કે જ્યાં તમામ નવોદિત તથા સિદ્ધહસ્ત કવિ પોતાની રચનાઓ નો આસ્વાદ કરાવી શકે છે અને રસિક જનો એ  માણવા  આવી શકે છે

3 માર્ચ , રવિવારે  સાંજે 5:00 વાગે

અક્ષર પ્રાથમિક શાળા, શ્રી નગર સોસાયટી ,કેશવબાગ વાડી ના સામે,નવા વાડજ સ્નાનાઘર પાસે,નવાવાડજ - 380013

આ કાવ્યોત્સવ માં આપણા  નવા ઉપક્રમ 'કાવ્ય-ગોષ્ઠી ' ના વિચાર ને પણ આખરી ઓપ આપવાનો હોઈ ,
તમામ પરિવારજનો ને સૂચનો અને મંતવ્યો સમેત  પધારવા ભાવ-ભર્યું  નિમંત્રણ છે .

વધુ માહિતી માટે સંપર્ક:

પાર્થ શર્મા :- 8905184172,

 

તાહા મન્સૂરી - 9924623249

 

 

 

Zazi.com © 2009 . All right reserved