આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આનંદદાયક "આદિલના શેરોનો આનંદ"
શનિવાર, જાન્યુઆરી ૧૨, ૨૦૧૩, ને સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જ્ન્મદિને પ્રગટ થયું છે દરેક ગુજરાતી માટેનું પુસ્તકઃ આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન.
શ્રી વિજય શાહની મદદથી આદિલના શેરોનો આનંદ પુસ્તકનું મુદ્રણ શક્ય બન્યું છે.
આદિલના શેરોનો આનંદ પુસ્તકની ઓળખઃ
–પુસ્તકના નામમાં બે અગત્યના શબ્દો છેઃ ‘આનંદ’ અને ‘રસમય’. આપણા લાડીલા શાયર આદિલના શેરોનો આનંદ આપ અનુભવશો આ પુસ્તકનું પઠન કરતાં. અને એ વાંચન રસમય બનશે.
–આ પુસ્તક કવિતાના લોકપ્રિય પ્રકાર ગઝલના શેરો વિશે છે — પણ એમાં મોટે ભાગે રસમય ગદ્ય છે.
–અને આ વિવેચનનું પુસ્તક પણ નથી. આ રસમય વાંચનનું પુસ્તક છે.
લગભગ ત્રણ વર્ષોની મહેનત પછી આ પુસ્તક પ્રગટ થાય છે.
અમર આદિલને સદા યાદ કરીએ
‘આદિલના શેરોનો આનંદ લઇએ
ગઝલ-મહફિલો જામતી હોય જ્યાં જ્યાં
આદિલનો આત્મા સદાકાળ ત્યાં ત્યાં.
ગઝલ મહેફિલો માત્ર મુશાયરાઓમાં જ જામે એવું નથી. તમારા દિલમાં પણ એ જામી શકે. અને મનમાં જામતી મહેફિલોની મઝા પણ ઓર હોય છે. આદિલના શેરોનો આનંદ તમને રસમય વાંચન પીરસી શેરોનો સ્વાદ ચખાડશે. એ શેરો અને એમના વિશેનું વાંચન તમને આનંદ તો આપશે જ અને સાથે સાથે જિંદગીનાં કેટલાંક રહસ્ય પણ ખોલશે.
શેર એટલે ગઝલની બે પંક્તિઓ. શેરોની બને ગઝલ. ગઝલ એ કાવ્યપ્રકાર ખરો, પણ એના શબ્દો સરળ હોય છે. ઉત્કૃષ્ટ ગઝલોના શેરોમાં થોડા જ શબ્દોમાં એવી નજાકત ભરી હોય છે કે આફરીન થઈ જવાય. આ પુસ્તકના આદિલના ૭૨ શેરોનું હૃદયપૂર્વક પઠન કરશો તો તમે પણ આફરીન થઈ જશો.
વીસ વિભાગો વાળા આ પુસ્તકના કેટલાક વિષયઃ કૃષ્ણ પ્રેમ, માતૃ પ્રેમ, વતન પ્રેમ, સ્વજન પ્રેમ, શૃંગાર રસના ઘૂંટ, આધ્યાત્મિક અજવાળાં પાથરતા શેરો, બાલમહિમા, વિનોદી શેરો.
પુસ્તકમાંથી આદિલના થોડા શેરઃ
વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
જ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે
એક બિન્દુમાં સમેટાતી ગઝલ
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
પુસ્તકને મળેલા ભાવભીના આવકારમાંથીઃ
"આદિલના શેરોનો આનંદ પુસ્તકને આદિલ મન્સૂરીની પત્ની તરીકે તથા સાહિત્યપ્રેમી હોવાના નાતે હું હૃદયપૂર્વક આવકારું છું, અને ધન્યતા અનુભવું છું. આદિલના શેરોનો આનંદ વાચકોના હૃદય સુધી પહોંચે એ જ મારી દિલી તમન્ન્ના છે. દરેક વાચક ખુશ થાય એ જ આદિલને અંજલિ." --બિસ્મિલ મન્સૂરી
"શેર "વાંચતાં ગિરીશભાઈ 'શેરમય' થતા જાય અને એ પ્રતિભાવમાં આપણને સામેલ કરતા જાય. સહોપસ્થિતિનો આનંદ એ આપણી ઉપલબ્ધિ.
આંગળી ચીંધ્યાનું પુણ્ય છે ગઝલ
શબ્દને ખોલો તો પ્રિયા નીકળે
ચીંધેલ દિશામાં પ્રયાણ કરનાર ભાવકો પોતપોતાની પ્રિયાઓ સુધી પહોંચી જશે એવી અપેક્ષા. " --અદમ ટંકારવી
"જનાબ આદિલ મન્સૂરીના સર્જન પ્રવાહમાંથી ગિરીશભાઈ પરીખને આ પુસ્તક તૈયાર કરવા માટે દિલી મુબારકબાદ પાઠવું છું, અને હૃદયપૂર્વક, અંતઃકરણથી આભાર માનું છું. મને આશા છે કે ગઝલનાં શહેનશાહને ફરીથી વાંચવામાં વાચકોને આનંદ મળશે." --વિજય શાહ
ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા સાહિત્યકાર અને પત્રકાર છે. કેલિફોર્નિયાના બે એરિયા ગુજરાતી સમાજે એમનું પત્રકાર તરીકે સન્માન કર્યું હતું તથા એમના બાળગીત સંગ્રહ ટમટમતા તારલા ને સરકારી ઈનામ મળ્યું હતું. એમનાં ગુજરાતી તથા અંગ્રેજીમાં કુલ ૧૨ પુસ્તકો પ્રગટ થયાં છે.
બ્લોગ: www.GirishParikh.wordpress.com
આ પુસ્તકના લેખક-સંપાદક તરીકે ગિરીશને જે રકમો મળશે એ શ્રી રામકૃષ્ણ પરિવાર તથા સદકાર્યોમાં વાપરવામાં આવશે.
પુસ્તકમાં ૧૦ યાદગાર તસ્વીરો છે. ૧૩૨ ૬" x ૯" પૃષ્ઠ.
આદિલના શેરોનો આનંદ પુસ્તક www.createspace.com/3823518 પર મળે છે.
-
રવીન્દ્રનાથ ટાગોરZazi.com © 2009 . All right reserved |
Read more...