વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 78 guests and no members online

મદદ

 


 



રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વાર્તા શિબિર

ગુજરાત સાહિત્ય અકાદમી – ગાંધીનગર દ્વારા ગુજરાતી ભાષામાં નવોદિત વાર્તાકારોને માર્ગદર્શન મળે તે માટે
તારીખ – ૧૨/૧૩ જાન્યુઆરી -૨૦૧૩ ના બે દિવસ માટે એક કાર્ય શિબિરનું આયોજન –

ગ્રામભારતી –
મું.અમરાપુર.
જિલ્લો – ગાંધીનગર મુકામે કરવામાં આવ્યું છે

આ કાર્ય શિબિરના સંયોજક તરીકે વાર્તામાસિક “ મમતા “ ના સંપાદક અને જાણીતા વાર્તાકાર શ્રી મધુરાય ઉપસ્થિત રહી બે દિવસ વાર્તાની પ્રક્રિયા વિશે ચર્ચા કરશે અને અન્ય વિદ્વાનો ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.

આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા નવોદિત વાર્તાકારો ‘ હું ઘેર જાઉં છું, તમે આવો છો કે પછી... ‘ આ પંક્તિથી શરું કરીને આશરે ૨૦૦ શબ્દોમાં લખાણ લખીને

તારીખ – ૨૮- ડિસેમ્બર – ૨૦૧૨ સુધીમાં-

ડૉ. કનૈયાલાલ ભટ્ટ ‘ ગુજરાત સાહિત્ય અકાદમી- અભિલેખાગાર ભવન –
સેકટર-૧૭,
ગાંધીનગરના સરનામે મોકલી આપવું

અથવા

ઇમેલ- This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

અથવા

This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. ઉપર પણ લખાણ મોકલી શકાશે.

આ શિબિરમાં સંયોજક દ્વારા પસંદ થનાર નવોદિત વાર્તાકારોને અકાદમી તરફથી આવવા જવાનું બીજા વર્ગનું રેલ/બસ ભાડું ચૂકવવામાં આવશે તથા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.

ડૉ. કનૈયાલાલ ભટ્ટ

 

Zazi.com © 2009 . All right reserved