આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અમદાવાદને આંગણે દસ્તક દઈ રહી છે એક સોનેરી સાંજ . . .
સૌ કવિતાપ્રેમી મિત્રોને હાર્દિક આમંત્રણ છે.
અમેરિકાસ્થિત કવિ શ્રી ભરત ત્રિવેદીનાં કાવ્યસંગ્રહ "વિ-દેશવટો" નો વિમોચન સમારોહ અને સાથે જ એક જાજરમાન મુશાયરો જેમાં ભાગ લેશે સર્વશ્રી ચિનુ મોદી, ખલીલ ધનતેજવી, રાજેન્દ્ર પટેલ, તુષાર શુક્લ, હરીશ મિનાશ્રુ, મકરંદ મુસળે, અનિલ ચાવડા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ, ચિરાગ ત્રિપાઠી અને ભરત ત્રિવેદી . . .
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી તુષાર શુક્લ કરશે.
સમય : ૨૪ માર્ચ, શનિવાર, સાંજે ૫:૩૦ થી ૮:૩૦
સ્થળ : રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાત સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ.
-
સ્વામી વિવેકાનંદZazi.com © 2009 . All right reserved |
Comments