આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
1997 માં “tripod” નામની શરૂઆત ની વેબપેજ (આજની બ્લોગ હોસ્ટ કરી આપતી બ્લોગર્સ અને વર્ડપ્રેસ જેવી) હોસ્ટ કરી આપતી વેબસાઈટ પર ગુજતાતી કવિતા મેગેઝીન “યાયાવર” ની શરુઆત કરી. ત્યાર બાદ શ્રી ચંદુ શાહ “નર્મદ” (www.narmad.com) અને મારા પરમ મિત્ર શ્રી વિપુલભાઈ જોષી ના સાથ-સહકાર અને માર્ગદર્શન સાથે “યાયાવર”-ગુજરાતી કવિતા માસિક નો 1998 થી પ્રારંભ થયો ઝાઝી.કોમ પર. ઈન્ટરનેટ અને “.કોમ” ના શરૂઆતના વર્ષોમાં ગુજરાતી ફોન્ટની મર્યાદા સાથે ધીમી ગતિએ કામની શરુઆત થઈ. માત્ર કવિતા માસિકથી શરુ કરેલી શરુઆત આગળ જતા 1998 થી www.zazi.com ના સ્વરૂપે આગળ વધતી રહિ. લગભગ દર છ મહિને એક નવો વિભાગ (મહેફિલ , મુશાયરો, અલપઝલક , સંકલીત સમાચાર, ઈકાર્ડ, પ્રત્યંચા, લઘુ નવલિકા, ચિંતન, આરોગ્યગ્રામ) અને પ્રથમવાર ગુજરાતી નવલકથા ને ક્રમશ: ઈન્ટરનેટ પર પ્રસિધ્ધ કરી ગુજરાતી ભાષાનાં તમામ પાસાઓને વણી લેવાનો નમ્ર પ્રયાસ કર્યો જે આજે પણ કાર્યરત છે.
આજે 01-જાન્યુઆરી-2012 ના આ મંગળ દિવસે (મારા પિતા શ્રી નરેશભાઈ ચંદ્રશંકર ઝા નો જન્મ દિવસ ) 13 વર્ષ પુરા કરી 14માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આપ સૌ મિત્રો, વડિલો નો ખરા દિલથી આભાર માનું છું.
2012 આપ સૌ માટે મંગળમય બની રહે એજ શુભેચ્છા.
લી.
ચિરાગ અને માનસી
-
ભગવાન બુધ્ધ.Zazi.com © 2009 . All right reserved |
Comments
ઝાઝી.કોમ ને ૧૩ વર્ષ પૂરા થયાં ને ચૌદમા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે તે ખરેખર આનંદની વાત છે. નામ પ્રમાણે ખરેખર આ એક અડીખમ આંદોલન જ કહી શકાય. આટલા વરસો સુધી તદ્દન નિસ્વાર્થભાવે ગુજરાતી ભાષાની નાવડીને ઈન્ટરનેટના મહાસાગરમાં તરતી રાખવી નાની વાત નથી. આપના સંનિષ્ઠ પ્રયાસોને દિલથી સલામ. સાથે સાથે તમારી સાહિત્યસાધના ચાલુ રહે અને તમારામાંનો સર્જક સાહિત્યજગતને ઉત્તમ કૃતિઓની ભેટ આપે એવી અપેક્ષા.
-ધુમકેતુ
અહીં પીનારા ની સાથે પાનારો પણ જોડીએ તો પણ કલાકાર માટે યોગ્ય ગણાશે..શ્રી ચિરાગભાઈ,તથા શ્રીમતી માનસીબેનનો આભાર માનીને તેમના આંદોલનમાં હુંકારો ભણાવું છું ને શ્રી દક્ષેશભાઈની સાથે સંમત થાઉ છું... અભિનંદનના ચુંટેલા ફુલોનો ગુલદસ્તો ને શ્બ્દોના કંકુ ચોખા ...તમારી રાહમાં મળે..!!ઝાઝી.કોમ ને ૧૩ વર્ષ પૂરા થયાં ને ચૌદમા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે તે ખરેખર આનંદની વાત છે. આટલા વરસો સુધી તદ્દન નિસ્વાર્થભાવે ગુજરાતી ભાષાની નાવડીને ઈન્ટરનેટના મહાસાગરમાં તરતી રાખવી નાની વાત નથી. આપના સંનિષ્ઠ પ્રયાસોને દિલથી સલામ. સાથે સાથે તમારી સાહિત્યસાધના ચાલુ રહે અને તમારામાંનો સર્જક સાહિત્યજગતને ઉત્તમ કૃતિઓની ભેટ આપે એવી અપેક્ષા.ખુબ સરસ..!! ૨૦૧૨ ના પ્રથમદિને નાનો પ્રયાસ મારા બ્લોગ પર ૩ કવિતા મુકી છે વાંચી ને આપનો અભિપ્રાય જણાવવા નમ્ર વિનંતી છે…આશા રાખું તમારું પ્રોત્સાહન પ્રેરશે.http:// wwwgaganepoonam nochandcom-rekh a.blogspot.com/ Please visit my blog and add your most valuable comments….thank you.