આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
બધબકાર મુંબઈ ની આગામી કાવ્ય ગોષ્ઠી, એક એવા ગઝલકાર કે જેમણે માનહર ઉધાસને ગુજરાતી ગઝલ ગાતા કર્યા - એ કૈલાસ પંડિતની યાદમાં,
ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.
હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.
ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.
-કૈલાસ પંડિત
દિ. ૨૦ મી નવેમ્બર સાંજે ૪ કલાકે
ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને,
ગ્રાંટ રોડ,મુંબઈ ખાતે યોજાશે,
આપ સૌને પધારવા ભાવ ભર્યુ આમંત્રણ છે.
આપ કોઈ પાસે કૈલાસભાઈનો ફોટો હોય તો જરૂર ઈમેલ કરશો.
વધુ માહિતી માટે સંપર્ક - ૯૩૨૦૦૩૩૭૨૨
જય ગુર્જરી.
-
નિરંજન ભગતZazi.com © 2009 . All right reserved |
Read more...