આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સંસ્થા નહીં પણ સાહિત્ય મહાન છે એ સિદ્ધ કરતાં ધબકાર મુંબઈ અને કલાગુર્જરી (સ્થાપક સંસ્થા) ના સંયુક્ત ઉપક્રમે ૩૦મી 'કાવ્ય ગોષ્ઠી - અક્ષર અર્ચના' કવિશ્રી જગદીશ જોશીને શબ્દાંજલી રૂપે , દસરથલાલ જોશી લાયબ્રેરી, વિલે પાર્લે ખાતે યોજાઈ.
શ્રી અક્ષય મેહતા અધ્યક્ષ્તા કરી, વિશેષ અતિથિ તરિકે સર્વશ્રી સુરેન્દ્ર કડિયા, સુરેશ જવેરી તથા જાણીતા સાહિત્યકાર યશવંતભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
સંચાલન ચેતન ફ્રેમવાલાએ કર્યું હતું. જાણીતા કલાસર્જક શ્રી કનુભાઈ નાયકને શ્રધ્ધાંજલી અર્પી અક્ષર અર્ચનાની શરૂઆત થઈ, જગદીશ જોશી રચિત ' ધારો કે એક સાંજ......., ખોબો ભરીને અમે એટલું હસ્યા........... , પાંદડી તે પી પીને............ વગેરે સર્વોત્તમ ગીત અને એમના પ્રબળ અછાંદસ કાવ્યો સંચાલકે રજુ કર્યા.
આ કાવ્ય સંધ્યામાં યશવંતભાઈ ત્રિવેદી, સુરેન્દ્ર કડિયા, સુરેશ જવેરી, નીતિન મેહતા, મનહર શામિલ, કીર્તિ વાઘેલા, સતીશ વ્યાસ, રેખા રોશની ચેતન ફ્રેમવાલા, ડૉ. પ્રિતી જરીવાલા સહિત કુલ ૨૮ રચનાકારોએ પોતાની કવિતા રજુ કરી. અશોક મેહતાએ જગદીશભાઈના ગીતો ને કંઠ આપ્યો હતો.
આગામી ધબકાર કાવ્ય ગોષ્ઠી રવિવાર,
દિ. ૧૬ ઑક્ટોબર સાંજે ૪ કલાકે
ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને,
આધુનિક ગઝલકાર શેખાદમ આબુવાલાની સ્મૃતિમાં યોજાશે.
વધુ માહિતી માટે સંપર્ક - ૯૩૨૦૦૩૩૭૨૨ (ચેતન ફ્રેમવાલા - ધબકાર પરિવાર મુંબઈ )
-
મહાત્મા ગાંધીZazi.com © 2009 . All right reserved |
Read more...