આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ચંદ્રમણિ પ્રકાશન આવતી કાલના વાર્તાકારોનું આજનું માસિક
ગુજરાતી ભાષામાં હાલ બીજા સાહિત્યપ્રકારોની સરખામણીએ વાર્તાનું સ્વરૂપ ગુણવત્તા અને ફાલની દૃષ્ટિએ ઝંખવાઈ રહ્યું છે. ત્યારે સશક્ત, અને તેજસ્વી એવા નવા વાર્તાકારોની નવી શ્રેણીના ઉદગમ, સંવર્ધન અને પ્રતિષ્ઠા કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ અને બીજા કેટલાક સમર્થ સાહિત્યકારોના સહયોગમાં ખાસ નવોદિતો માટેના નવા વાર્તામાસિક ‘મમતા’નો પ્રારંભ તા, ૧૧–૧૧–૧૧થી થઈ રહ્યો છે.
આ ઝુંબેશના પહેલા ચરણરૂપે વાર્તાક્ષેત્રે નવી પ્રતિભાઓને શોધીને બહાર લાવવા માટે ‘મમતા’એ એક વિશેષ વાર્તા સ્પર્ધાનું આયોજન કર્યું છે. અને તેમાં ભાગ લેવા માટે જાણ્યા-અજાણ્યા તમામ વાર્તાકારોને જાહેર નિમંત્રણ છે,
આ વાર્તાસ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.
1. વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર થયાની તારીખ સુધીમાં જેમનું એક પણ પુસ્તક પ્રકટ ન થયું હોય તેઓ જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
2. વાર્તાનું લખાણ સરળ હોય ને વાર્તાતત્ત્વ સુરેખ હોય તે જરૂરી છે.
3. વાર્તા કોઈ સામયિક, દૈનિક, રેડિયો, ઇન્ટરનેટ કે બીજે કશેય પ્રકાશિત કે પ્રસારિત થયેલી ન હોવી જોઇએ.
4. વાર્તાની શબ્દસંખ્યા મહત્તમ 2000 શબ્દોની છે. તે ઓપન વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરેલી હોય અને તેની જોડણી સાર્થ શબ્દકોશ અનુસાર હોય તે ઇચ્છનીય છે.
5. વાર્તાના મથાળે માત્ર વાર્તાનું શીર્ષક જ હોવું જોઇએ. લેખકનું નામ, સરનામું, ટેલિફોન, સેલ ફોન નંબર અને ઇ–મેલ આઇડી એક અલગ કાગળમાં જે તે શીર્ષક્ના સંદર્ભ સાથે આપવું અનિવાર્ય છે.
આ સ્પર્ધામાં પ્રથમ આવનાર વાર્તાને રૂા.૫૧,૦૦૦નું ‘અશોક હર્ષ’ પારિતોષિક અમેરિકાવાસી સાહિત્યપ્રેમી દેવેન્દ્ર પીર તરફથી અને બીજા અને ત્રીજા સ્થાને આવનાર વાર્તાઓને ‘મમતા’ તરફથી રૂા. ૨૧,૦૦૦ અને રૂા. ૧૧,૦૦૦નાં પારિતોષિકો એનાયત થશે.
સ્પર્ધામાં આવેલી તમામ વાર્તાને પ્રકટ કરવાનો પ્રથમ હક ‘મમતા’ માસિકને રહેશે. ઈનામી સિવાયની વાર્તાઓ પણ પ્રગટ થયે તેનો યોગ્ય પુરસ્કાર પણ ચુકવવામાં આવશે. પણ તે દરમ્યાન એ વાર્તાને પ્રગટ કરવા માટે અન્યત્ર મોકલી શકાશે નહિં.
સ્પર્ધકે વાર્તા સાથે પોતાનો વાર્તા સંગ્રહ પ્રગટ ન થયો હોવાની, અને મોકલેલ વાર્તા સંપૂર્ણપણે પોતાની મૌલિક અને અપ્રગટ હોવાની, અને પ્રગટ કરવા માટે ક્યાંય મોકલી ના હોવાની, અને હવે ક્યાંય મોકલશે નહીં તેવી બાહેંધરી સાથે આશરે પચાસ શબ્દોમાં પોતાનો પરિચય અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ મોકલવો જરૂરી છે.
સ્પર્ધકો પોતાની વાર્તાની એક નકલ સાચવી રાખે તેવું સૂચન છે, કારણકે વાર્તાની હસ્તપ્રત પાછી મોકલવાનું શક્ય નથી. સ્પર્ધામાં પારિતિષિકો માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. પરિણામના અનુસંધાનમા કોઇ વાંધા કે વિવાદને માટે અવકાશ નથી. આ સ્પર્ધા અંગે કોઈ પત્રવહેવાર, એસએમએસ કે ફોનચર્ચા થશે નહીં.
વાર્તા મોડામાં મોડી સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૧ સુધીમાં નીચેના સરનામે મળી જશે તો જ સ્પર્ધામાં ભાગ લેવાને પાત્ર ગણશે..
વાર્તા મોકલવાનું સરનામું:
વાર્તા સ્પર્ધા
કેર ઓફ શ્રી એ. વી. ઠાકર,
૯૭૭/૨, સેક્ટર ૭–સી,
પથિકાશ્રમ બસ ડિપોની સામે,
ગાંધીનગર ૩૮૨ ૦૦૭
વર્ડ કે પીડીએફ ઇ–મેઇલથી મોકલવાનું સરનામું This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
-
કવિ ન્હાનાલાલZazi.com © 2009 . All right reserved |
Comments