વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 157 guests and no members online

મદદ

 


 



રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 



રાષ્ટ્રીય શાયર મેઘાણી સાહેબની  જ્ન્મ જયંતિ છે. દિ. ૨૧.૮.૨૦૧૧ના ધબકાર મુંબઈ દ્વારા એમને શબ્દાંજલી અર્પિત કરાઈ હતી - ધબકાર મુંબઈની 29મી કાવ્ય ગોષ્ઠી આશિત હૈદરાબાદીના નેતૃત્વ હેઠળ ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને ગ્રાન્ટ રોડ, મુંબઈ ખાતે યોજાઈ હતી. આ ગોષ્ઠી રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સમર્પિત કરાઈ હતી. આ પ્રસંગે હસમુખ ગડા, હેમા મહેતા,અશોલ મહેત, લાભશંકર જાની અને ચંદુભાઈ ફ્રેમવાલાએ મેઘાણીની અમર રચનઓને કંઠ આપ્યો હતો. સંગીત રાજેશ નાગડાએ આપ્યું હતું.





મૂઠી ધાન વિના નાના બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:
અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે -
ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !






રૂબાઈકાર મનહરભાઈ “શામિલ” , ભાવનગરના ગઝલકર જીતુભાઈ ત્રિવેદી, સુરેન્દ્ર કડિયા, કિર્તિ વાઘેલા,રેખા રોશની, શૈલ પાલનપુરી , કિશોર શાહ, ચેતન ફ્રેમવાલા સહિત કુલ 29 કવિ મિત્રોએ પોતાની કવિતા રજૂ કરી હતી. કાર્યક્ર્મનું સંચાલન ચેતન ફ્રેમવાલાએ કર્યુ હતુ.


ધબકાર – મુંબઈની આગમી કાવ્યગોષ્ઠી
કવિ જગદીશ જોષીની યાદમાં 18 સપ્ટેમ્બરે સાંજે 4:30 વાગે ચેતન ફ્રેમવાલાના નિવાસે સ્થાને યોજશે.




વધુમાહિતી માટે ફોન નં. : 9320033722 પર સંપર્ક કરી શકશે.




 

Zazi.com © 2009 . All right reserved