આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
મિત્રો- મને જણાવતા આનંદ થાય છે કે મુરબ્બી શ્રી હરનિશભાઈ જાનીને નિબંધ સંગ્રહ "સુશીલા" ૨૦૦૯ માટે ગુજરાતી સાહિત્ય પરિષદે- જ્યોતિન્દ્ર દવે પારિતોષિકથી સન્માનિત કર્યા છે.
પારિતોષિક વિશે પુછતાં હરનિશ ભાઈ જણાવે છે કે, “મારી દ્રષ્ટિએ,આ પારિતોષિક કોઇ પણ હાસ્ય લેખક માટે ઉચ્ચતમ સન્માન ગણાય. એનું મને ગૌરવ છે.અમેરિકન ગુજરાતીના નાતે વધુ આનંદ થાય .એ સ્વાભાવિક છે. આમાં તમારો ઘણો ફાળો છે. તમે લોકોએ જુદી જુદી રીતે કાયમ પ્રોત્સાહિત કર્યો છે અને ગાઇડ કર્યો છે. આપનો ખૂબ આભાર-. હજું હું એવો મોટો લેખક નથી બન્યો કે જે આ એવોર્ડ પાછો આપી દઉં. એટલે સહર્ષ સ્વીકાર્યો છે.”
તા.ક. આ પુસ્તક તમે મેળવીને જાતે ચકાશી જુઓ કે આ પારિતોષિકને યોગ્ય છે કે નહીં ? ભારતમાં આ પુસ્તક હર્ષ પ્રકાશન અમદાવાદ પાસેથી મળી શકશે.અથવા કોઇપણ બુકસ્ટોર મેળવી આપશે .અને યુ.એસ.એ.માં હરનિશનભાઈ પાસેથી લેવાજોડો-Phone-609-577-7102.
-
કિવ કલાપીZazi.com © 2009 . All right reserved |
Comments