આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે આપ સૌ મિત્રોને શુભેચ્છા. સ્વર્ણિમ ગુજરાતની જ્યારે શાનદાર ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે ત્યારે સાહિત્ય ક્ષેત્રે પણ સાચા અર્થમાં સ્વર્ણિમ થાય એ હેતુથી અમે સાહિત્યની પાઠશાળા શરુ કરી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ભાષા અને સંગીતથી વિમુખ થતી આજની પેઢીને ગુજરાતી ગીત, ગઝલ અને સાહિત્ય વિશે માહિતી આપી, ઓનલાઈન પદ્ધતિસરનું માર્ગદર્શન આપી આ ક્ષેત્ર તરફ પ્રવૃતિમય કરવા.
`સાહિત્યની પાઠશાળા’ શીર્ષક હેઠળ શરુ થનાર આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના કેટલાક અનુભવી અને વિદ્વાન વ્યક્તિઓ ઓનલાઈન ગીત, ગઝલ વિશે જાણકારી આપશે. નવોદિતો જેઓ ગઝલ શીખવા માગે છે તેમને ગઝલના છંદ વિશેની સંપૂર્ણ માહિતી અહીં ઓનલાઈન શીખવા મળશે…… ટૂંક સમયમાં શરુ થઈ રહી છે `સાહિત્યની પાઠશાળા’….
——–000——-
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી્ શકું છું.
મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી -
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે લાયંસ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ડિશ શીખવા ‘ cooking class’ માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડ્કયા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
- વિપિન પરીખ
-
રામકૃષ્ણ પરમહંસZazi.com © 2009 . All right reserved |
Read more...