આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ચિત્રલેખા 2013 નાટ્ય સ્પર્ધામાં નવ નવ ઈનામો મેળવી ચકચાર મચાવનારું હૃદયસ્પર્શી સામાજિક થ્રીલર ‘અંતિમ અપરાધ’ હવે એના નવા રંગરૂપ સાથે, મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિના ઓપ સાથે, 9 મેથી શરૂ થઈ રહ્યું છે. રાજેન્દ્ર બુટાલા પ્રસ્તુત, સપ્તમેઘ સર્જિત, તેજલ રાવલ-ચેતન ગાંધી-શીલાબુટાલા નિર્મિત આ નાટકના દિગ્દર્શક વીરલ રાચ્છ અને લેખક ડો. રઈશ મણિયાર છે.
અંતિમ અપરાધ એ જીવનના જુદા જુદા તપકામાંથી આવનારા અને અચાનક જેલમાં એકબીજાને ભેટી જનારા બે વ્યક્તિઓની વાર્તા છે. એક, 11 ખૂનનો આરોપી પ્રોફેશનલ કિલર અરુણ ગાગન દેખીતી રીતે સંવેદનહીન અને અજંપ વ્યક્તિ છે અને બીજો, પોતાના શેઠના બાળક માટે ગુનો ઓઢનાર પ્રભાત પાટડિયા છે જે એક પ્રાઈવેટ ફર્મમાં મામૂલી ક્લર્કની નોકરી કરી માંડ પેટિયું રળે છે છતાં અપંગ બાળક અને અભણ છતાં પ્રેમાળ પત્ની સાથે પ્રસન્ન અને સંતોષી જીવન જીવે છે. બન્નેના જીવનમાં એવી ઘટના આકાર લે છે કે બન્ને રતનગઢની એક ચેરિટી હોસ્પિટલમાં ફરી ભેગા થાય છે. સમય સંજોગ અને સંવેદનાના આટાપાટા વચ્ચે રહસ્યમય પાત્ર બનીને આવતી નિશા અંતિમ અપરાધનો તખ્તો ગોઠવે છે અને પ્રત્યેક પળે દર્શકને જકડી રાખતો વાર્તાનો પ્રવાહ રોમાંચક અંત સુધી પહોંચે છે.
સબંધના ત્રિકોણ ની એક બાજુ છે ડો. માધવ કે જે ન્યુરો સર્જન છે અને એમની સાથે કામ કરતી નર્સ બંસરી સાથે લગ્ન કરી લે છે. આ બે બાજુઓને જોડે છે બંસરીનો ભૂતકાળ અને પૂર્ણ કરે છે સબંધોનો ત્રિકોણ. શું ડો. માધવ બંસરી ની સાથે જીવનનું સમાધાન કરી લેશે? શું બંસરી તેના ભૂતકાળ ને ભૂલી શકશે? તપાસી જુવો “એક સાંવરીયો બીજો બાવરીયો”.
લેખક : રાજેશ સોની
દિગદર્શક : રસિક દવે
કલાકાર : કેતકી દવે ,મીરા આચાર્ય , પુજા દમાણીયા, વિક્ર્મ મહેતા , મહેશ ઉદેશી, દુષયંત વોરા, સુકેતા મહેતા, પૃથ્વરાજ , સાજન , કશ્યપ અને હરેશ પંચાલ
ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતી દાદીમાંને યુએસમાં રહેતો લાડકો પૌત્ર કાયમ કહ્યા કરે કે દાદી “તુ એક વાર તો મારા દેશ આવીને મને મળ, જોતો ખરી આ કેવો મજાનો દેશ છે”. અને દાદી કાયમ વાતને ટાળી દેતી. કુદરતને આ વાત કદાચ મંજુર નહિં હોય અને એક અણધાર્યા બનાવ ને લીધે દાદી નક્કિ કરીને પહોંચે છે અમેરીકા. હાસ્યથી ભરપૂર લાગણી સભર નાટક : અમરેલી થી અમેરીકા
શો : મુંબઈ, સાંજે 7:45 , રવિવાર ,સપ્ટેમ્બર 25, 2011 , તેજપાલ હોલ
ઈશ્વરમાં જેને શ્રધ્ધા નથી એવા “એન્ટીક શોપ” ના માલિક ને શહેરમાં આવેલા ભયંકર ભુંક્પ ને કારણે મોટા આર્થિક નુકશાનનો સામનો કરવો પડે છે. ભુકંપ જેવી એક વૈજ્ઞાનનિક ઘટના નાસ્તિક માણસ ના જીવનને ગોળ ફરતું કરી દે છે અને શરુ થાય છે ઈશ્વર અને નાસ્તિક વચ્ચેનો જંગ - “કાનજી વિરુધ્ધ કાનજી” .
લેખક : ભાવેશ માંડલીઆ
દિગદર્શક : ઉમેશ શુક્લા
કલાકાર : ટિકુ તલસાણીયા, કમલેશ મોટા, ઐશવર્યા મેહતા, જય ઉપાધ્યાય, તુષાર કાપડીયા અને અન્ય.
શો : મુંબઈ : સાંજે 04:30, રવિવાર, 11-સપ્ટેમ્બર-2011, પ્રબોધાંકર ઠાકરે ઑડીટોરીયમ
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved | Feed Entries |