આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
બદલાવ વિશેનું તમારુ સુચન ગમ્યું..
તમારા સુચનો જેવું જ મને ક્યાંક વાંચવા મળેલ કે
નવી વસ્તુ સ્વિકારતા દસ વખત વિચારવુ પણ જુનુ ત્યજતા સો વખત વિચારવુ.
પણ કેટલાક બદલાવ સામે તમને કોઇ તક જ નથી હોતી. અગાઉનાં પત્રોમાં ક્યાંક મેં “ક્રીપ્ટો ક્યુબ” નામની રમત નો ઉલ્લેખ કર્યો હતો. તેવુ જિંદગીનું પણ છે તમે એક રસ્તો બહુ વિચારીને લો પણ તે રસ્તો લીધા પછી ખબર પડેક તમે જે ધારો છો તે પરિણામ કે તે અંતિમ ધ્યેય નથી. વચ્ચે ઘણા જો અને તો માંથી પસાર થતા થતા જ્યારે તમે ધ્યેય પાસે પહોંચો ત્યારે ખબર પડે કે કંઇક જુદુ જ બની રહ્યું છે.
હર્ષલ મને કાયમ સમજાવે છે કે
અમેરિકા એ તો મોટું મેલ્ટીંગ પોટ છે. તે તમને ક્યારેય એવી તક નથી આપતું કે આ હું લઉં અને આ ના લઉં. ડોલર લેવા આવ્યા છો તો ડોલર સાથે જે આવશે તે બધુ જ મળશે.
તે કહેતો જેવો દેશ તેવો વેશ કરી લઇશ તો જલ્દી સ્થિર થઇ શકીશ.પણ હું થૉડોક વધુ આ દેશને સમજવા ગયો. અહીં વેજીટેરીયન ખાવા હવે મળે છે તો શા માટે આગ્રહ રાખવો કે તેઓની સાથે તેમના જેવુ થઇને માંસ મદિરા અને ઇંડા ખાવા.. અને પહેલી વાત તો એ કે આટલા વર્ષે હવે તો તે ગળે પણ ના ઉતરે..તે કહેતો કે તુ ભલે તારુ ગાણુ ગાયા કરજે આશ્કા અને અંશ તો જરૂર અભડાશે અને ખાતા થઇ જશે.( પછી તરત જ તેના જ મિત્ર ગૌરવ ની વાત મને મનમાં ઝબકી તે વર્ષો થી અહીં રહેતો હોવા છતા બદલાયો નહોંતો…) જો કે તે ચર્ચા તો પછી ઘણી આગળ ચાલી હતી અને તેમા તેવુ સ્પ્ષ્ટ ફલિત થતુ હતુ કે તેણે અમેરિકન સંસ્કૃતિની દરેકે દરેક વાત સહજતાથી અપનાવી હતી. અને તેની વાતો પર તે સમયે બહુ ધ્યાન નહોંતુ આપ્યું..અને માનતો હતો કે આશ્કાએ ત્યાંનુ જીવન જોયુ છે તે સમજુ છે અને અંશ તો છોકરો છે તે તો જોડે રહેશે તેથી સંસ્કાર કમી જે રહી હશે તે પુરી કરી દઇશું
હાલમાં આશ્કાની સખી પ્રિયંકા સૈયદ પીર્જાદા સાથે લગ્ન કરીને ડલાસ રહેવા ગયા.પ્રિયંકા ડોક્ટર છે અને સૈયદ મોટેલ ચલાવે છે. ત્યારે શીખાને આશ્કાએ પુછ્યું” મમ્મી! પ્રિયંકાની મમ્મી આટલો કકળાટ કેમ કરે છે? હિંદુ મુસ્લીમ ધર્મ જુદા હોવાથી તેમનુ લગ્ન જીવન નહીં ચાલે તેવુ કેમ મનાય?”
શીખા એ બહુ જ ઠરેલ જવાબ આપ્યો.
“લગ્ન એ બે વ્યક્તિનાં મિલનથી વધુ બે કુટુંબોનું મિલન છે. તેમા બને તેટલા વિરોધાભાસ ઓછા હોય તેટલુ સારુ. તેના કેસમાં ધર્મ,પૈસો અને ભણતરની વિસંવાદીતા ઉમેરાશે. તેથી તેના ઝઘડા થઇ શકે છે.”
આશ્કાએ બીજો પ્રશ્ન એ પુછ્યો
“તમારા બે વચ્ચે પણ કુટુંબને કારણે વિખવાદ તો થતા જ હોય છે તેથી હું માનુ છું કે એક મેકને ગમતા હોય તો આ ગૌણ કારણ છે. એવુ અહીં કોલેજમાં બધા માને છે.”
શીખા એ કહ્યું
“આ જ કારણે અહીંનું લગ્ન જીવન વારંવાર છુટાછેડા થી ખરડાતુ રહે છે. સરળ અને લાંબુ લગ્ન જીવન જોઇતુ હોય તો ગમવા ઉપરાંત કુટુંબ, ધર્મ, પૈસો વિગેરે ઘણી બાબતોમાં સામ્ય જોઇએ અને એ જેટલુ વધુ તેટલુ આજની સંઘર્ષમય જીવનમાં પ્રશ્નો ઓછા સરજે.”
આશ્કા કદાચ પહેલી વાર કલ્ચર અને નિયમોનુ મુલ્ય આ દ્રષ્ટીકોણ થી સમજી. પરંતુ શીખાએ તરત જ તેના માટે મુરતિયો શોધવાનાં પ્રયત્નો જોર શોર થી શરુ કરી દીધા.
મારુ મન પ્રિયંકાની મમ્મીની વેદના વેઠતું હતું.
હા તેઓ જો સુખી થશે તો સારુ પણ પ્રિયંકાની મમ્મી જેમ જોતી હતી તેમ મારુ આંતરમન આ આવનારા ભય થી કંપી ગયુ. અહીં આવ્યા ત્યારે સારુ ભણતર અને સારુ કુટુંબ મળશે તે કલ્પનાથી પ્રફુલ્લીત હતુ..આજે 5 વરસે એવુ લાગે છે કે જો આશ્કા આવી કોઇક ભુલ કરે તો અહીંના લોકોને તો નવાઇ નહીં લાગે પણ મને તો હું મારુ સર્વસ્વ ગુમાવી બેસીશ તેવુ લાગશે..
ના મોટાભાઇ હું આવા જલદ બદલાવથી હજી તૈયાર નથી. અહીંના લોકો તો એવુ વિચારે છે કે 18 થાય ત્યારથી છોકરાઓને રોડ ઉપર રખડતા મુકી દો તો જ તેઓ જાતે કમાય લોનો લે ભણે અને ઠેકાણે પડે… મારામાંનો બાપ તો હું દેવુ કરીને તેમને ભણાવુ તેમ ઇચ્છતો હોય છે.
શીખા મને આશ્વાસન આપતા કહેતી આપણા બાળકો આવુ ના કરે.. તેમના તેવા સંસ્કાર નથી…
ખૈર…
મને તમે કહેલી વાત યાદ આવે છે.
ભય કરતા ભયની કલ્પનાઓ વધુ ભયજનક હોય છે. અને જે ડરે છે તેને બધા જ ડરાવે છે
તબિયત જાળવજો અને સૌ યાદ કરતાને અમારી યાદ આપશો.
અટકું?
સોહમનાં પ્રણામ
-
નેપોલિયન બોનાપાર્ટZazi.com © 2009 . All right reserved |
Read more...