આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
તમારો વેદનાઓથી ભરેલો પત્ર મળ્યો.
હું જે સમજુ છુ તે પ્રમાણે વેદનીય કર્મોનાં ઉદયે વેદના તો મળે જ છે પણ જિંદગીનાં ઉતરાર્ધે તમને તે મળે તેથી તે દુ:ખ સહન કરવાની શક્તિ ઓછી હોય અને તે અનુભુતી મનની મજબુતીથી સહ્ય કરવી રહી.
આશ્કા અને શીખાની વાતો આમ તો સામાન્ય અને સહજ છે પણ બે પેઢી વચ્ચેનો તફાવત દેખાયા વિના રહેતો નથી કારણ કે આશ્કા 2000માંજીવે છે અને શીખાનાં અનુભવો 1970નાં છે તે બે ના મેળ ક્યાં પડે? આશ્કાનાં મિત્રોમાં અમેરિકન ઓરીએંટલ અને સ્પેનીશ હોય..
દરેક્નાં વિચારો જુદા અને દરેકનાં માપદંડો આપણા માપદંડો કરતા જુદા અને પ્રશ્નો થાય આપણામાં આમ કેમ? અને જે જવાબે આશ્કા શાંત થાય તે જવાબે તેની મિત્રો શાંત થોડી થાય? જેમકે વિજાતિય મૈત્રી ફક્ત લગ્ન પછી કેમ?
આશ્કા સ્વિકારીલે કે આપણી સંસ્કૃતિ અલગ છે પણ ફરી કોલેજમાં જાય અને આવા આપણીજ સંસ્કૃતિનાં વિકૃત જોડા મળે અને કહે આપણે અઢારનાં થયા એટલે આપણી જિંદગી આપણી..માબાપ ને કંઇ બધુ પુછ્યા ના કરવાનું હોય..આ ઉંમરની મઝા આ ઉંમરમાં નહીં કરીયે તો ક્યારે કરશું?
શીખાનાં અનુભવો તેના સમયનાં_ જ્યાં તેમણે આ પરિસ્થિતિ જોઇ પણ ના હોય અને વિચારી પણ ના હોય. હવે તે પરિસ્થિતિનું સમાધાન તે આશ્કાને આપે તો તે કેટલુ સચોટ હોય તે આશ્કા જ કહી શકેને? ખૈર દાદ આપવા જેવી વાત તો એ છે કે બંન્ને વચ્ચે વાત ચીતનો દોર બે સખીઓનો હોય તેમ છે. મા દિકરી નો નહીં.
ઘણી વખત શીખાને અમેરિકન ક્લ્ચરની વાતો તે શીખવતી હોય… અને ત્યાં સુધી કે મેં રાતના દસ પછી બહાર નહીં રહેવાનુ કહ્યું હોય અને તે વખતે ” પપ્પા તમે પણ શું? અમારા પર ભરોંસો નથી?”નું શસ્ત્ર એક કાબેલ સિપાહીની જેમ અજમાવી એકાદ કલાકની છુટ લઇ લે.
તેને હું બાપની વ્યથા શું સમજાવુ? કે મને બેટા તારા ઉપર પાકો ભરોંસો પણ સમાજ્ની કુરુઢીઓ પર બીલ્કુલ જ નહીં. ડેટીંગ, બોય ફ્રેંડ,પાર્ટીઓ અને વેલેંટાઇન ના ભદ્દા સ્વરુપો જ્યારે કુંવારી માતા અને જાતિય રોગોનું દુષણ લઇ બેસે ત્યાર પછી શું?
અમે અહીં તમને સારુ શિક્ષણ અને વિકાસ અપાવવા આવ્યા છે આ બધુ તે મેળવ્યા પછી ન કરાય? મારા આ પ્રશ્નનો જવાબ આશ્કાએ ભરોંસાનાં કવચ હેઠળ ખાળી દીધો. પણ મન અશાંત તો જરુર હતુ. કાજળની કોટડીમાં કાજળનો ડાઘ ક્યાં સુધી લાગ્યા વિના નહીં રહે? શીખાનો ભય અને મારી ચિંતા તમેજ કહો ક્યાં સુધી અવાસ્તવિક છે?
શીખા એ કહ્યુ સોહમ તેં મોટાભાઇને પ્રશ્ન તો પૂછ્યો પણ તેઓ પણ મારી જેમજ 1955 કે 1960નાં જ અનુભવો નહીં કહે?
તેની વાતોનો જવાબ મારી પાસે પણ નહોંતો જ..
ધર્મ જ્ઞાન અહીં મદદે આવે છે..આપણને કર્મ કરવાનોજ અધિકાર છે..ફળતો જે હશે તે એના સમયે આવશે જ.
તમારી વાત સાચી છે જાતે લીધેલ વનવાસ ચોક્કસ જાતે તોડી શકાય છે અને તે તોડવો અઘરો નથી પણ હું અહીંનાં કાદવે એવો ફસાયો છું કે અંશ હાલ કોલેજ્નાં પહેલા વર્ષ માં છે તેનુ ભણતર પુરુ કરુ ત્યાર પછી વનવાસ પુરો કરાય…
આંતરમન તો કહે છે તમે સાચા છો મારે નીકળી આવવુ જોઇએ
પણ તોંતેર મણનો નડે છે અને તે ચારેય જણા નાં ભવિષ્ય માટે છે…
બા ને મારા સાદર પ્રણામ મને ખબર છે તેઓ મારા માટે ચિંતીત છે અને હું તમારા બંન્ને ઉપરાંત અહીં સૌના માટે ચિંતીત છું.
પ્રભુને પ્રાર્થના કે સૌને સન્મતિ દે.
અટ્કુ?
સોહમ નાં આદરભર્યા પ્રણામ
-
આનંદશંકર ધ્રુવZazi.com © 2009 . All right reserved |
Read more...