આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
હ્યુસ્ટ્ન,ટેક્સાસ,અમેરીકા
13727 Eldridge Springs way
Houston TX 77083
281-564-5116
૧૯મી જૂનના પ્રભાત છાપામાં એક સમાચાર હતા નવરંગપુરા રેલ્વે ફાટક પાસે કપાઇ ગયેલ એક અજાણ્યો યુવક સાથે કમકમી જવાય તેવી રીતે ધડથી છૂટું પડી ગયેલ માથું હાથ અને પગ અને બાઝી ગયેલ લોહીના અવશેેષૌ ની છબી જોઇને ફોટોગ્રાફરેજ નહીં જેણ તે જોયા હશે તે બધાંએ કમકમિયા અનુભવ્યાં હશે..
૨૨ વર્ષનો યુવાન .. હમણાં બોલી ઊઠશે તેવો ચહેરો અને સીટી પોલીસ , આ અમારી હદ નથી રેલ્વે પોલીસ જાણે અને રેલ્વે વાળા આ શહેરની હદમાંછે એમ કાગળિયે લઢતા હતા ત્યારે એ કોઇના એ લાડકવાયાને તાપ ન લાગે અને માંખો ન બણબણે તે માટે કફનના દાન જેવી ફાટેલી ચાદર ઓઢાડી હતી.એકાદ ફર્લાંગ દુર બેઠા ઘાટની બીનવારસી લીલા રંગની લેડીઝ સાયકલ પ્રસંગની સાક્ષી પુરતી ઉભી હતી. એક પગનાં બૂટનું નિકંદન ઘર્ષણમાં નીકળી ગયુ હતુ. દોઢ વાગ્યાના બોટાદ મેઇલ નીચે કચડાઇ મરેલ તે દેહનૂ પોષ્ટમોર્ટમ રાો દસ વાગ્યે થયું. લાશના કપડાંમાથી કોઇ ચિહ્મ કે નિશાન ના મળતા પોલીસને તેની ઓળખવિધિ એક માથાનો દુખાવો બની ગઇ હતી તેથી તે ફોટો ગ્રાફ અને સમાચાર નજીકના પોલીસ સ્ટેશનોમાં અપાઇ અને છાપાઓમા જાહેરાત અપાઇ.
છાપાના રીપોર્ટરો અકસ્માતની જગ્યાએ કોઇ વધુ સગડ મળે તે હેતુથી ખાંખા ખોળા કરતા હતા. લોહી જે રીતે પ્રસરેલૂ હતુ તેનાથી એક વાત તો સ્પષ્ટ હતીકે મૃતક ૫૦થી ૬૦ ફુટ ટ્રેન સાથે ઘસડાયો હતો અને તે સમય દરમ્યાન તેના શરીરે જે દર્દ વેઠયુ હશે..ચીસ પાડી હશે જીવ બચાવવા ફાંફા માર્યા હશે એ બધી કલ્પના કરતા ધ્રુજી જવાતુ હતુ.
સવારના પ્રભાતમાં ફોન આવ્યો અને એ સમાચાર વિશે પુછપરછ થઇ.ફોન કરનાર તે અભાગીના પિતા ચંદુભાઇ હતા અને લાશ ક્યાં હશે અને એ મેળવવા શુ કરવાનુ બાબતે પુછયુ સીવિલ હોસ્પીટલમાંથી લાશની ઓળખ આપી ચંદુભાઇ કપાયેલ અંગોનું પેાટલુ શબવાહીનીમાં ઘરે લાવ્યા બાદ છુટ્ટે મોઢે રડયા.કપિલ આ તને શું સુજ્યુ..
તે સાંજે એડોલ્ફ ખુબ જ પરેશાન હતો. તેના કુટૂંબમાં જે ગણો તે હીલ્ડા અને એડોલ્ફ બે જ હતા.શીકાગોના પરામાં હીલ્ડાનું ઘર હતું -૩૦ ડીગ્રીની ઠંડીમાં ઘર ગરમ રાખવા વધારાના લાકડા આગદાનીમાં નાખતો અને હીલ્ડા ને કહેતો “મા તને હું કશું નહી થવા દઉ.” બે છેડા ભેગા કરવા ૧૮ કલાક ત્રણ જુદા જુદા લીકર સ્ટોરમાં કામ કરતો.
હીલ્ડાને તો આ અમેરિકા દીઠ્ઠુય નહોંતુ ગમતુ..એનુ આખુ ય જીવન દક્ષીણ અમેરિકાનાં પેરુમાં ગયુ હતુ..એડોલ્ફ સૌથી નાનો તેથી તેને જીદ કરીને અમેરિકા લઈ આવ્યો હતો.
હીલ્ડાનો આ યંગ બેબી બોય બે વખત લગ્ન બંધનમાં ગોઠવાયો પણ દરેક્ને હીલ્ડા મા ના જોઇએ અને એડોલ્ફ કહે એ તો મારી સાથે જ રહેશે..હું કંઇ તેને નર્સીંગ હોમમાં ના મુકું..તેથી તેની વહુઓ તેને છોડીને જતી રહી, પણ એડોલ્ફ ના બદલાયો..ઊંમર વધતી ગઈ અને એક તબક્કે એડોલ્ફ અને તેની મામા પહેલા હાંસીનું અને પછી કરૂણાનૂ પાત્ર બની રહ્યા.
તારો પત્ર લગભગ સાત વાર વાંચ્યો
દરેક વખતે તારા મનની કથા અને વ્યથા વાંચી. મને સમજાતુ નથી કે દુ:ખ તારુ દ્વાર શોધતું આવે છેકે તુ તેને આમંત્રણ આપીને તેડી લાવે છે હેં?
આશ્કાને કુંતલ મળ્યો કેવી સુંદર વાત તે ફક્ત ચાર લીટીમાં લખી અને અંશ નિષ્ફળ નિવડ્યો તેના સંવેદનોમાં તે લગભગ પત્ર પુરો કર્યો. મને સમજાતુ નથી કેમ તુ વારંવાર ભગવાનનાં ન્યાય કે વિધાતાનાં વિધાનોને બદલવા મથ્યા કરે છે? તારાથી બન્યુ તે તેં કર્યુ હવે તારુ ધાર્યુ ન થાય તો તેનો સંતાપ છોડ અને સહજ બનીને જીવતા શીખ. પચાસ પછી અહીં વેદોમાં એવુ સુચવે છે કે જ્યારે પુત્ર પુખ્ત થાય ત્યારે તે મિત્ર વધુ થાય અને પિતા વાનપ્રસ્થાન તરફ પ્રયાણ કરે. આજની ભાષામાં કદાચ તે નિરિક્ષક માત્ર બનતા હોય છે.
તમારી દરેક વાતો સાચી છે અને સાથે સાથે એક વાત એ પણ સાચી છે કે અહીં આવ્યા પછી જ સમજાય કે દેશની ભીની ભીની માટીની સુગંધ શું છે? સવારનાં પહોરમાં ઝણકતી મંદિરોની ઘંટડીઓનો રણકાર શું છે કે બાનાં ધર્માચરણોનો અર્થ શું છે? ત્યાં હતા ત્યારે કદાચ જે સહજ હતુ તે દસ હજારમાઇલ દુર આવ્યા પછી સમજાયુ કે તે સુપેરે કેવુ સુંદર હતુ? કહે છેને ત્યાં સ્વર્ગ ક્યાં તેમ પુછીયે તો ઉપર આકાશ ચિંધાતુ અને નર્ક ક્યાં છે તો નીચી ધારે પાતાળ દેખાડાતુ. બસ તેમજ જો કાલ્પનીક રીતે જમીન ખોદતા ખોદતા આવો તો તમે અહીં અમેરીકામાં દેખાશો.
જો કે એવુ પણ ત્યારે મનને સમજાતુ હતું કે જે પોતાનાં સમુદ્રનાં કિનારા ના છોડે તેને નવા સમુદ્રો ક્યાંથી જોવા મળે? હું તો જરુર કહીશ કે મારા હિસાબે આ સમુદ્રો મારા દેશનાં સમુદ્રોથી સહેજ પણ અધિકા નથી. આ વાત હું બીજા સમુદ્રો જોયા પછી લખું છું. કદાચ અંશ આશ્કા અને શીખાનો અભિપ્રાય મારા કરતા જુદો હોઇ શકે પણ મને એમ લાગે છે ભલેને અહીંનાં ટીવી ને કારણે ત્યાં જે બગડતુ હશે તે અહીંનાં બગાડની સરખામણીમાં ઓછુ હશે… અહીં હર્ષલને પુછશો કે તેની પેઢીનાં દરેકને પુછશો તો કહેશે અહીં તેવુ સર્જન કરો પણ અહીં રહો. તેથીજ તો દરેક મોટા ગામો અને જગાઓમાં મંદીરો અને ભારતિયતા જાળવવા બને તેટલા પોતાના ભારતિય ટોળાઓમાં શનિ રવિ નીકળે છે.
હું તો ભલે સુધારાવાદી હોવાનો દેખાવ કરું પણ મનથી તો એવુ ઇચ્છુંજ છું કે મારું કુટુંબ બને ત્યાં સુધી ભારતીય સંસ્કારીતા જાળવે. અને પહેલુ ચરણ જુઓ આશ્કા ને માટે સારો મુરતીયો શોધવાનો પ્રયત્ન સફળ થયો. અહીં ઉંમરલાયક છોકરા અને છોકરીઓનાં પરિચય સમારંભો યોજાય અને મારી મીઠ્ડીને એને ગમતો છોકરો મળી ગયો. કુંતલની મમ્મી તેને માટે હીરાનો હાર અને મીઠાઇનો થાળ લઇને આવી…દિકરી અને બેટા કહેતા તેની જીભ ના સુકાતી.
તારો પત્ર મળ્યો તમારી અમેરીકન દ્વીધાઓ માણવાનો એક વધુ મોકો મળ્યો.
કદાચ સાત વર્ષમાં અહીં કેટલુ પરિવર્તન આવ્યું છે તેનાથી તુ કે શીખા એટલા વાકેફ નથી તેથી તુ તારા સંતાનો ની અંગત જિંદગીમાં લાગણીભરી દખલ કરી રહ્યો છે. અહીં ટીવી અને મીડીયાને કારણે પસ્ચિમનાં દરેક દુષણો રોકેટ્ની ઝડપે પ્રસરી રહ્યાં છે. ડેટીંગ, વિવાહો તોડવા, છૂટા છેડા અને સ્વ કેન્દ્રી વિચાર ધારા અહીં પણ ઝડપ ભેર સંસ્કૃતિને મલિન કરી રહ્યા છે. તે બધુ હોવા છતા અહીંનો માણસ ગરીબીને ઝેલી રહ્યો છે સારી તકનીકી વિકાસધારામાં આગળ વધી રહ્યો છે.
-
અજ્ઞાતZazi.com © 2009 . All right reserved | Feed Entries |