વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 243 guests and no members online

મદદ

 


 



રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.

શોભના ઝા

અમદાવાદ,ગુજરાત, ભારત

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સાબરમતી નદી ના કિનારે ઊભો રહી હું વિચારી રહયો હતો કે સમય પણ આ નદીના પાણી ની જેમ વહી ગયો. સમજજ ના પડી! નદી કિનારે એક વૃધ્ધાશ્ર્રમ છે. તેમા હું રહું છું. મારી સાથે મારો બાળપણ નો મિત્ર મોતી પણ. આમતો અમે દસ પંદર જુદા જુદા વૃધ્ધાશ્ર્રમાં રહયા, પણ હવે અમને અહીંયા ફાવી ગયું છે. વાતાવરણ શુધ્ધ શાંત છે, બસ પંચાણુ વરસે શું જોઇયે. બે સમય સાદો અને ગરમ ખોરાક. જે શરીરને અનૂકુળ હોય. અહીં તે વ્યવસ્થિત મળે છે.

હું અને મોતી વાત્રક ના કિનારે આવેલ મહિસા નામના ગામમાં રહીયે. મારા બાપા મગનભાઇ. તેમને લોકો મગનકાકા ના નામથી ઓળખે. અને મારી બા શારદા. એક દમ ગાય જેવી. અમારા જમાનામાં પપ્પા મમ્મી ના કહેતા. બા અને બાપા. મગનકાકા ઘરની બહાર નીકળે એટલે તોફાન કરતા છોકરાઓ શાંત થઇ ને રમે. અને વહુ દિકરી ઓ ની તો હિંમત જ નહીં કે મારા બાપાની આડે ઉતરે. જો સંધ્યાકાળે કોઇની દિકરી ફળીયામા હોય તો તો આવીજ બને. એવી આંખ કાઢે કે સીધી ઘરમા ઘૂસી જાય. મગનકાકા ગામમાં કડક કાકા તરી કે ઓળખાય. મારી બા એકદમ શાંત. તે ભલી અને તેનું કામ.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ગાંધીનગરથી નીકળી ઘરે આવી રહયા હતા ત્યાંજ મારી નજર ભગી ઉપર પડી. મે ગાડી ને ઊભી રાખવાનું કહી નીચે ઊતરી. ઓ ભગી! કેટલા બધા વષૅૈ મલી? કયાં હતી? તે પણ મને જોઇને ખૂશ થઇ ગઇ. અરે! શોભના તમે! કયાં છો! અને પછી તો અમે બંન્ને વાતોમાં ખોવાઇ ગયા.

હું અને ભગી સખીઓ, નિમૅળ પ્રેમ. આવો પ્રેમ મેં ફકત ભગી પાસેથીજ મેળવ્યો છે. મારી પર વષૅની ઉંમરમાં ફકત એક જ વ્યકિત મને એવી મળી કે જે દિલથી એક દમ ચોખ્ખું, શાંત પાણીમાં તળીયું દેખાય તેવું. આટલા વષૅે અમે મલ્યાતે એનું પણ દિલ ભરાઇ આવ્યું. મને ભગી જેટલી વ્હાલી હતી તેટલીજ હું ભગીને! કાંઇ મેળવવાની આશા નથી ત્યાંજ આ પ્રેમ પાંગરતો હોય છે.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries