આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આમ તો આ આરસપહાણ નું પુતળું કોનું છે, તેની પણ વકિલોને ખબર ન હતી .જૂના સમય નાં રજવાડી મકાન માં કોર્ટ બેસતી અને તેનાં મુખ્ય હોલની વચ્ચે આ કોઈ સ્ત્રીનું પુતળું હતું. તેનાં પર ઝાળા હતા જે કદાચ આવતી દિવાળી પર સાફ થવાની શક્યતા હતી. કોઈ વકીલ ક્યાંકથી વાત લાવ્યો કે આ પુતળું જેનું હતું તેનાં વારસદારો એને પાછુ લઇ જવા આવવાનાં છે. ચાર –પાંચ સીનીયર વકીલ ની મંડળી સ્થળ-પરીક્ષણ માટે ગઈ. અરે ! આ તો કોઈ દેવી છે કે શું ?નીચે તકતી હતી : મહારાણી લક્ષ્મીદેવી.
બસ પછી તો પૂછવું જ શું? એક વિષય મળી ગયો વિરોધ માટે .મોટો શોર મચી ગયો. આ પુતળું સોરી લક્ષ્મીદેવી ,સોરી ,લક્ષ્મીદેવીનું પુતળું આપણા વિસ્તાર માં છે તેને ન્યાયમંદિર સંકુલ ની બહાર લઇ જવામાં
મોટો અન્યાય થશે.અને તે પણ ન્યાય નાં દરબાર માં? ના,ના,ન્યાય ના પ્રહરી વકિલો તે બાબત સાંખી નહિ લે.આ હોલમાંથી આવતાં-જતાંકેટલીયવાર મહારાણી ની પ્રતિમા સામે જોયું હશે(!) તેમની દિવ્ય હાજરી
અનુભવી હશે(!)તેને અહીંથી ખસેડી શકાય જ નહિ.તેને મંગની કરનારા મહારાણી ના વારસદારો હોય તેથી શું?તેમના પૂર્વજોએ આ ગામને નવી રોનક અને આગવી ઓળખ આપી તેથી શું?સહુ વકીલોએ ભેગા મળી
વિરોધ કરવાનું નક્કી કર્યું. “પ્રાણ જાયે પર પુતળા ના જાયે”
બીજા દિવસ ની સવારે પ્રિન્સ પુતળું લેવા આવ્યા તો તેમણેકૌતુક નિહાળ્યું.હમેશ માટે એકલી અટુલી રહેતી આ પ્રતિમા આજે માણસો થી ઘેરાયેલી હતી.પ્રતિમા ને કોર્ડન કરી વકિલો ઉભા હતા,સૂત્રોચ્ચાર કરતાં હતા ‘યે
લોકશાહી હૈ તાનાશાહી નહિ ચલેગી’ તથા ‘પ્રિન્સ ગો બેક .રાની કા પુતળા નહિ દેંગે,નહિ દેંગે. ’પ્રિન્સે ગરીમા અને સૌમ્યતા થી કહ્યું,આ મારા પૂજ્ય માતામાહની પ્રતિમા મારી માલિકી ની છે.’ આપ સહુ .....’પણ પ્રિન્સ ના શબ્દો સાંભળે કોણ? સમજાવટ કામ ના લગતા પ્રિન્સ કાયદાકીય રીતે કબજો લેવાનું વિચારતા હતા.કોઈ સારો વકીલ શોધી .......પણ વકિલો તો બધા વિરોધ કરતાં હતા. એમ તો પ્રિન્સ પાસે પ્રતિમા લઇ જવાનું ફરમાન પણ હતું .પણ કદાચ કોર્ટ ના ફરમાનનું પાલન કોર્ટ બહાર જ થતું હશે! ના,ના, ન્યાયતંત્ર સજાગ છે,જાગ્રત છે,સતર્ક છે.તમે ફરિયાદ કરો તો જરૂર કેસ ચાલશે.મુળતો પડશે,બયાનો લેવાશે,બદલાશે,દલીલો થશે,સાક્ષીને બોલાવશે,ફેરવાશે,તપાસ થશે-બધું જ થશે-અને ન્યાય મળશે જ .ક્યારે તે ખબર નહિ.નિયમ પ્રમાણે કાર્યવાહી થશે જ, જો કેસ થાય તો.આજે તો કોર્ટ પૂરી થઇ ગઈ છે.કાર્યવાહીની શરૂઆત હવે તો બીજા દિવસે કોર્ટ ખુલે પછી જ થાય.
અત્યારે તો ખિસ્સા માં ફરમાન લઇ પ્રિન્સ વિલા મોઢે અને ખાલી હાથે પાછા ફરી રહ્યાં છે.
-
શરદચંદ્રZazi.com © 2009 . All right reserved |
Read more...