આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
પ્રખ્યાત લેખક જ્યોતીન્દ્ર દવે અને મારામાં કેટલીક સમાનતા છે. એક તો એ કે હું પણ તેમના જેમ હાસ્યલેખક છુ.(અલબત્ત વાચકો આ સ્વીકારે છે કે કેમ તે ખબર નથી.)અને બીજું હું પણ તેમના જેમ દુબલીપાતલી છું.(મજાલ છે કોઈની કે આ સમાનતાનો અસ્વીકાર કરે?) કહેવાય છે કે એક વાર જ્યોતિન્દ્રભાઈને ત્યાં કોઈ મહેમાન આવ્યા.તેમણે ઉઠીને કોટ પહેરવા માંડ્યો.મહેમાને પૂછ્યું: ‘ક્યાંય બહાર જાવ છો?’ ત્યારે જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપ્યો: ‘ના ,આ તો હું દેખાઉં ને એટલે કોટ પહેર્યો.’
મારે પણ એમ જ .લોકો કહેતા હોય છે કે તમને ભાતભાતની કોટન સ્ટાર્ચવાળી સાડી પહેરવાનો બહુ શોખ લાગે છે?’....પણ મારે આવો શોખ રાખવો જ પડે,તો જ દેખાઉં ને? બાકી તો કપડા પહેર્યા હોય કે હેંગર પર લટકાવ્યા હોય-કંઈ ફેર ના પડે.બહુ ધ્યાનથી જુઓ અને હેંગર હલતુંચાલતું લાગે તો સમજવું કે હું હઈશ.
મારી એક મિત્રની શારીરિક સુખાકારી અત્યંત સમૃદ્ધ છે.તેણે હમણાં જ મને કહ્યું.
‘તારે બહુ સારું. કોઈ પણ કપડા પહેરાય,ખરાબ ના લાગે.ટાઈટ્સ ને જિન્સ ને એવું બધું જ ,મારે તો..... તેનાં આગળના શબ્દો મેં ના સાંભળ્યા.તે જિન્સ પહેરે તો કેવી લાગે તેની તેની કલ્પનામાં હું સારી પડી. તેણે મને ઢંઢોળી. ‘તને કહું છું,ક્યાં વિચારોમાં ખોવાઈ ગઈ?’ ‘હે! હા,હ ખરું,કોઈ કપડા ખરાબ ના લાગે અને કોઈ સારા પણ ના લાગે.’
જોકે અમ વખાણ કરનારા લોકોની સંખ્યા થોડી જ છે. બાકી નો મોટો વર્ગ મને જોઈને નિસાસો નાંખે છે અને મારી દયા ખાનારા નો તો તોટો જ નથી.તમે નહિ માનો પણ એકવાર એક ડોક્ટર કક્ષા ની વ્યક્તિએ મને પૂછેલું: ‘તને કોઈ ખાવા નથી આપતું?’
‘બિચારી’ શબ્દ તો મારા માટે લગભગ પ્રત્યેક વ્યક્તિ વાપરે છે. વાક્યની શરૂઆત જ બિચારી થી થાય....એક તો દુબળી પાતલી,નોકરી કરે, ઘરકામનો બોજ......બહુ દોડદોડી રહે.
અરે! પણ લોકો ને કેમ સમજાવું કે આ બધી દોડાદોડ દુબળી વ્યક્તિ જ કરી શકે? બે માલ ના ઘરમાં બે વાર પણ દાદર ચડવાનો હોય તો જડી વ્યક્તિ ને ફાવે? હાંફી જાય હાંફી...ડ્રોઈંગ રૂમ માં વાગતાં ફોનને બંધ થતા પહેલા દોડીને કોણ ઉપાડી શકે? કે બૂફે જમણ ચાલુ થતાની સાથે જ ડીશ તરફ કોણ ધસીને કબજો લઇ શકશે? દોડીને બસ કે પછી ટ્રેન પકડવાની હોય તો કોણ પહોંચી શકે? સીટ પર ઓછી જગ્યા હોય તો પણ દુબળા માણસનો થોડી જગ્યામાં સમાવેશ થઇ જાય.
આ લોકો જ સૌથી વધારે ‘અકોમોડેટીંગ’ હોય છે.-દરેક અર્થમાં, જગ્યાનાં અર્થમાં અને સ્વભાવનાં અર્થમાં. કારણ આમ પણ આપણને ગુસ્સો આવે તો શું થાય? કૈ કોઈને મારવાની આપણી હિંમત થાય-સ્વપ્નામાં પણ? આપણે બધા સાથે હળીભળી જઈએ. સ્વભાવ ઘણોસરસ,સરળ,સાલસ,નિખાલસ.ઝઘડાખોર થવાનું દુબળાને પોસાય નહિ.
એક વાર ભયંકર વાવાઝોડું આવ્યું.બીજા દિવસે એક વડીલ ખાસ મારી ખબર જોવા ઘેર આવ્યાં.ક્યાંક વાવાઝોડામાં ઉડી તો નથી ગઈ ને?
આપણા સમાજ માં ખરેખર સજ્જનો વસે છે એટલે મારા દુબળાપણ વિષે ચિંતા કરનારાઓનોમાં પડોશી થી માંડી અજાણ્યા સહપ્રવાસી સુધીના ઘણાનો સમાવેશ છે થાય છે. તેઓ મને જળ થવા તરેહ તરેહનાં નુસખા સૂચવે છે.કોઈ કહે કે બે કેળા ને દૂધ સવારમાં પીઓ કે કોઈ કહે ખજુર ખાવ.કોઈ બહુ જાણકાર ની અદાથી સૂચવે –એમ કરો, કાજુ,બદામ,અખરોટ ખાતા જાવ.મેં મનમાં કહ્યું , ‘બીલ આપતા જાવ.’તો વળી ક્યાંકથી સલહ મળે ઘી બહુ સારું.જાડા થવાય. કયો ‘જા’ તે પૂછવાની મારી હિંમત ચાલી નહિ.ખાવાની માત્ર વધારવાનું સુચન તો કેટલાય કરે છે.ઓછુ ખાવાથી વજન નહિ વધતું હોય ,પણ વધારે ખાવાથી થતી જગજાહેર તકલીફો નું શું?
અમ ભાતભાતનાં સૂચનોનો માર ચાલે છે.તેમાં મને તો કોઈ પૂછતું જ નથી કે તારે ખરેખર જાડા થવું છે ખરું?
તે તો ઠીક, હું તો પોકારી પોકારીને કહું છું કે દુનિયા આખી ડાએટ પર ઉતરી પડી છે, મને પ્રકૃત્તિ દત્ત નમણું,-જેને તમે નબળું કહો છો –શરીર મળ્યું છે તો શા માટે મને ફુગ્ગા જેવી બનાવવા માંગો છો?
પણ મારી વાત સંભાળવાની કોઈની તૈયારી નથી.ઇર્ષ્યા જ –બીજું શું વળી?બધી વાતોમાં લોકોને મારી ઈર્ષ્યા થાય છે.હું તો ખુશ છું.પેલા તત્વજ્ઞાનીએ કહ્યું છે ને કે બીજાને દયાપાત્ર થવા કરતાં ઇર્ષ્યાપાત્ર થવું વધારે સારું.પણ લોકો પોતાની ઈર્ષ્યાને દયાના રૂપમાં મારી સાથે ફેરવી વાત કરે છે તેનો જ મને વાંધો છે.
મારી એક મિત્ર છે. આભ તૂટે તો પણ તેનાં પેટનું પાણી ન હાલે. તેણે આર્થીક મુશ્કેલી ઘણી.પણ સ્વયં કમાવાની ફિકર કાર્ય વિના કુટુંબીજનોને તેનું ઘર ચલાવવાની ચિંતા સોંપી મજેથી જીવનની ગાડી ગબડાવે છે.ગોળમટોળ દડા જેવી તે મારી લાગણીશીલતા કે ચોકસાઈને ‘નકામી’ ગણે છે.તે તો ઠીક,પણ એક વાર તેણે બ્રહ્મવાક્ય ઉચ્ચારી જ દીધું ‘તું ક્યારેય જાડી નહિ થાય...ચીક્ચીક બહુને....સ્વભાવે જ બળકણી ખરી ને?’
-
કવિ નાનાલાલZazi.com © 2009 . All right reserved |
Read more...