વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 91 guests and no members online

મદદ

 


 



રમુજ

દર્દી :ડોકટર સાહેબ, ઓપરેશન પહેલાં તો તમે કહ્યું હતું કે દસ હજારનો ખર્ચ થશે. હવે બાર હજાર કેમ માંગો છો?

ડોકટર :વાસ્તવમાં વાત એમ છે કે તમારું ઓપરેશન કરતી વખતે મારું પાકીટ તમારા પેટમાં રહી ગયું છે. એમાં બે હજાર રૂપિયા હતા.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

આજે સવારથી મને બહુ  જ ગમે તેવો ઝીણો ઝરમરિયો વરસાદ વરસે છે. હંમેશા એવા વરસાદમાં ચાલવા જવાનો મોહ રહ્યો છે. ખાસ કરીને પ્રિય વ્યક્તિઓની સાથે.

પણ આજનો વરસાદ જોઇને થયું કે સ્નો પડે તો કેવી મજાં પડે? અમસ્તો’તો સ્નો જરાયે  નથી ગમતો. આજે પહેલી વાર થયું કે સ્નો પડતો હોય ને તારાં જેવાં  મિત્ર જોડે એમાં ચાલવા જવાનું હોય તો કેવી મજાં આવે? હું મનની બારીએથી બંધ આંખે બહારનાં રસ્તા પર  કુદી પડી, એ ચાલતાં રસ્તા સાથે મારાં કદમ મેળવવા લાગી. રસ્તો અને હું તદ્દન એકરૂપ થઇ ગયાં. રસ્તાએ મારું  મન  પારખી લઈ મને એક કેડીએ લઇ આવ્યો. અત્યારે આ કેડી પર ફક્ત પાનાખરની ચાડી ફૂંકતા સૂકાં રંગબેરંગી પાંદડાઓનો ઢગલો જ છે: ત્રાંબાવરણા  ઓક,  સોનેરી મેપલ, લાલ  હિંગળોકીયાં  બ્લેક  ગમ, રાતા-કેસરીયાં સ્વીટ ગમ, અને બીજાં કેટલાંય.

 

જોકે અત્યારે તો મનની આંખો એ સહુ પર પથરાયેલી સ્નોની જાડી ચાદર જ જોઈ રહી’તી. આ સફેદ કેડી પર હજી કોઈએ પગલાં પાડ્યાં ન’હતાં. આ સફેદ સાળુથી વીટળાયેંલ લાંબી નમણી કેડી જાણે આપણી જ રાહ જોઈ રહી હતી, આપણને આમંત્રી રહી હતી.  હું આપણને એનાં પર ડગ ભરતાં જોઈ રહી. આપણાં બેમાંથી કોઈ કશું એ બોલતું ન'હતું, કારણ આખીયે સૃષ્ટિ મૌન રાગમાં એક સુંદર સુરાવલી છેડતી હતી. ત્યાં તેં એક ધીમી સીટી વગાડવી શરુ કરી.

સીટીની ધૂનમાં ધીરે ધીરે આપણે કેડીનાં અંતે એક ત્રિભેટે આવીને ઉભાં. ડાબી કેડી સીધી લાંબી હતી એટલે એક સોળશી જેવી રૂપવતી દેખાતી હતી. તું એ જોવામાં, અને હું તને જોવામાં પલભર  ખોવાય ગઈ. તારું બાળસહજ કુતુહલ મને અકબંધ મળ્યું. મને એક મસ્તીખોર વિચાર આવી ગયો. મેં સ્નોને લઇ એનો એક ગોળો વાળી તારાં પર ફેંક્યો. એકપળ તો તું ચમક્યો. મારાં તોફાનનો ગોળાએ તને પણ ચેપ લગાડ્યો. કુતુહલનું  સ્થાન મસ્તીએ લઇ લીધું. એક મસ્ત સ્નોનો ગોળો બનાવી મારા ભણી તેં ફેંક્યો. એને ચૂકવવાંમાં આ વખતે તો હું સફળ રહી. બસ પછી તો સ્નોનાં ગોળાઓ બની ગયાં આપણાં રમતિયાળ શસ્ત્રો. પુખ્ત વયનાં આપણે બે બની ગયાં બે તરુણો: ખડખડાટ પણે હસતાં રમતાં નટખટો. દુનીયાંનાં, સંબંધોનાં, પ્રતિષ્ઠાનાં એવાં બધાં જ દુન્યવી આવરણો સરી ગયાં, રહી ગયો કેવળ નિજાનંદ.

પવનની એક ધીરી લહેરખીએ મારું મન વાંચી લીધું અને સહુ પાંદડા દોડવા લાગ્યાં, ખડ ખડ હસતાં હસતાં જાણે પકડા પકડી રમતાં હતાં! હું એ અદભુત્ત દ્રશ્ય બંધ આંખોએ જ નીહારતી રહી. ધીરે ધીરે હું પણ ના રહી; બની ગઈ ફક્ત ઝુંડમાંનું તને ગોતતી એક પાંદડું.

Zazi.com © 2009 . All right reserved