વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 273 guests and no members online

મદદ

 


 રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અચાનક બિન્દુબહેનને ઘેર અગત્યના કામે જવાનું થયું. બારણે ઘંટડી મારી. થોડીવારે બારણું ખૂલ્યું. સામે બિન્દુબહેન જ હતાં. "આવો ,આવો, અંદર આવોને!" એમણે સાડી આસપાસ વીંટાળેલી હતી. "કયાંક બજાર જાઓ છો?" એમને તૈયાર થતા જોઈ મેં પૂછયું.  "હાલ આ મંડળમાં વાનગી હરિફાઈ છે તેમાં મારે નિર્ણાયક તરીકે જવાનું છે. પણ બેસોને હજી અર્ધા-પોણા કલાક પછી નીકળીશ." અંદરના બારણામાં હજી પગ જ કયો હશે, ને ફરી ઘંટડી રણકી."  અત્યારે કોણ આવ્યું હશે? " બબડતાં બબડતાં બારણું સહેજ ખોલ્યું. "ઓ રમણ. તું છે? સવારે કેટલી રાહ જોઈ. છેક અત્યારે બપોરે આવ્યો?" રમણે કંઈ જવાબ વળ્યો, ને પછી અંદર આવી રસોડામાંથી જુદી રાખેલી બાટલીઓનો ટોપલો ઉપાડયો. હજી બિન્દુબહેન એ જ લેબાસમાં હતા. બબડતા બોલ્યાં: "આ લોકોને સમયનું ભાન જ હોતું નથી. પણ જો પાછો કાઢીશ, તો મહિના સુધી દેખાશે નહિ."  પેલાએ કંઈ પાંચ-સાત રૂપિયા ઠરાવ્યા મુજબ બિન્દુબહેનને આપ્યા. તે પાકીટમાં જલદી મૂકીને એ અંદરના ઓરડામાં તૈયાર થવા ગયાં. થોડીવારમાં તૈયાર થઈને બહાર આવ્યા. મારા કામની વાત મેં પાંચ મિનિટમાં પતાવી દીધી ને અમે બન્ને સાથે જ નિકળ્યા.

તે વખતે આ નજીવા પ્રસંગ વિશે વિચારવાની મને ફૂરસદ નહોતી પણ યોગાનુયોગ એવો બન્યો કે મહિના પછી સુભદ્રાબહેનને ઘેર હું ગઈ, ત્યારે એ નહાવા બેઠેલાં. એમનો નવ વિસેક વર્ષની ઉંમરનો રસોઈયો રસોડામાં હતો.બહાર આવી એણે મને બેસવા કહ્યું. ત્યાં જ ફ્કત સાડી વીંટાળીને સુભદ્રાબહેન બાથરૂમમાંથી બહાર નીકળ્યાં. મને જોઈને બેસવા કહ્યું ને બોલ્યાં. "આ ચણિયો રહી ગયેલો તે લેવા બહાર આવવું પડયું. હું નાહી જ રહી છું. આવું જ છું. "થોડી વારે સાડી લપેટી બહાર નીકળ્યાં. સાડી પહેરતાં પહેરતાં કામની વાત કરવા માંડી. મને ઉતાવળ હતી. એટલે ઝાઝું બેઠી નહિ. આમ તો આ પ્રસંગ પણ ભૂલાઈ જાત. પરંતુ એકાએક રાતે વાંચતા સત્યઘટનામાં એક વાત વાંચીને થયું કે આ બંને ઘરમાં બનતી રોજિંદી ઘટના છે. છતાં સ્ત્રીઓએ વાતને હળવી રીતે લેવી ન જોઈએ. મોટા ગુનાઓ થાય છે. ત્યારે એના મૂળમાં નજીવી વાતો જ હોય છે. સ્ત્રીઓએ આ વાત પ્રત્યે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણા લાંબા સમય પહેલાની ઘટના છે. મલાડયાં તે વખતે અત્યારના જેટલી વસતિ નહોતી. ત્યાં લોકો બંગલાઓમાં રહેતા, આજની જેમ આઠ-દસ-બાર માળનાં મકાનો હજી બંધાયેલાં નહોતાં. છતાં પણ આસપાસના બંગલાઓમાં શાંતિ ઈચ્છતા લોકો રહેતા. ધંધો સારો ચાલતો અને હતા પણ શોખીન. એટલે કામ અંગે મુંબઈ જતા. પણ રાતે ઘરે પાછા ફરીને નિરાંતની જિંદગી ઈચ્છતા. એ આશયથી મલાડમાં બેઠા ઘાટનો બંગલો બંધાવેલો. આજુબાજુ નાનકડો બાગ કરેલો. સમય મળ્યે ભગુભાઈ જાતજાતના રોપાલાવી વાવતા અને એની માવજત પણ કરતા. મા-બાપનો એકનો એક જુવાન દીકરો હતો. એટલે લાડકોડમાં ઉછરેલો. લગ્ન માટે મા-બાપ કહ્યા કરે પણ કોઈ છોકરી પસંદ પડે નહિ. એવામાં પિતાનું મૃત્યુ થયુ. ને માતા ગામમાં રહેવા માગતી હતી. તેથી છોકરાને જલ્દી લગ્ન કરવા આગ્રહ કરતી. અંતે ખૂબ જ દેખાવડી, હસમુખી અને સરસ સ્વભાવની છોકરી પસંદ પડી. છોકરીનું નામ ચંપા. લગ્ન ધામધૂમથી ગામમાં ઊજવાયા. પછી ચંપા મલાડના બંગલામાં રહેવા આવી. ત્રણેક મહિના પછી સાસુજી ગામનું ઘર ખોલી કાયમ માટે ત્યાં રહેવા ચાલી ગયાં. પતિ-પત્ની યુવાન અને શોખીન. રોજને રોજ કોઈને કોઈ કાર્યક્રમ હોઈ જ. સુંદર કપડાં પહેરી ચંપા બનીઠની ભગુભાઈ સાથે રોજ ફરવા જતી.

એક સાંજે રોજની જેમ સાતને સુમારે ભગુભાઈ ઘરે પાછા ફર્યા. ત્યારે ઓટલાનાં પગથિયાં પર નોકર લલ્લુ બેઠેલો. ભગુશેઠને જોતાં જ એ ઊભો થઈ ગયો, ને બોલ્યોઃ"શેઠ, તમારી જ રાહ જોતો બેઠેલો. હું બજારમાં ગયેલો ને પાછો ફર્યો ત્યારે બંગલાને ચાવી મારી શેઠાણી બહાર ચાલ્યા ગયા છે. મારી પાસે ચાવી નથી. એટલે રાહ જોતો બેઠેલો"

ભગુભાઈને નવાઈ લાગી બપોરે બાર વાગ્યે ટેલીફોન પર વાત થયેલી. ત્યારે ચંપાએ પોતે બહાર જવાની છે એવી વાત કરી નહોતી. ને આમ એકાએક નોકર કહ્યા વગર કયાં ચાલી ગઈ ?  બારણાને બહારથી આગળો મારેલો. પોતાની પાસેની બીજી લેચ કી થી બારણું ખોલી શેઠ દાખલ થયા. આગલા બેઠક ખંડમાં કોઈ નહોતું. બાજુનો પોતાનો બેડરૂ ખુલ્લો હતો. એમાં દાખલ થતાં ભગુભાઈ સ્તબ્ધ થઈ ગયા. ડ્રેસિંગ ટેબલ આગળ જ ચંપા પડી હતી છતી માંથી લોહી નીકળીને ઠરી ગયું હતું જોતા જ સમજાય એવું હતું કે એ મૃત્યુ પામી છે.

પોલીસને તરત જ ખબર અપાઈ. પોલીસ ઈન્સ્પેકટરે આસપાસ તપાસ કરી. સૌથી પહેલો શક ભગુભાઈ પર આવ્યો. બપોરે બાર વાગ્યે ફોન પર વાત થઈ હોય તો ખૂન એ પછી જ થયું હોવું જોઈએ. દુકાન પર તપાસ કરતાં જણાયું કે ભગુભાઈ સાંજે સાડાપાંચ પછી જ દુકાનેથી નીકળ્યા હતા એટલે એમના પરનો શક ખોટો ઠર્યો. પતિપત્ની ખૂબ જ બનતું. કોઈએ કયારે પણ એ લોકોને લડતાં સાંભળ્યાં નહોતાં. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ ખૂન બપોરે દોઢથી બે વચ્ચે થયું હતું. બારણું કોઈએ તોડયું નહોતું. એનો અર્થએ થયો કે જે વ્યકિત આવી તે ચંપાબહેનને જાણતી હોવી જોઈએ. ચંપાના જેટલા સગાં ને ઓળખીતા હતા તે દરેકને ઘેર પોલીસે તપાસ કરી પણ તેમાનું કોઈ બપોરે ચંપાને ઘેર આવ્યું નહોતું. કોના પર શક કરવો તે સમજાતું ન હોતું.

લલ્લુનું કહેવું હતું કે બપોરે જમ્યા પછી એણે વાસણકપડાં કરી નાખ્યા પછી લોન્ડ્રીમાંથી કપડાં લાવવા તથા બજારમાં ખરીદી કરવાં શેઠાણીએ એને મોકલ્યો. ઘેર કામ નહોતું. એટલે લોન્ડ્રીવાળા જોડે થોડાં ગપ્પાં મારવા રોકાયો. ને પછી ત્રણ-સાડા ત્રણે ઘેર પાછો ફર્યો, ત્યારે ઘર બંધ હતું. ઘરના સભ્યો બહાર જતા ત્યારે ઓટોમેટિક તાળું બંધ થતું ને બહાર આગળો મારવામાં આવતો. છતાં ખાતરી કરવા બારણાની ઘંટડી ઉપરાછાપરી વગાડી. પણ કોઈએ બારણું ખોલ્યું નહિ. એટલે થયું કે શેઠાણી અચાનક કંઈ કામસર બહાર ગયાં હોવા જોઈએ. વળી સવારે એમનાં ભાભીનો ફોન આવેલો કે એમનાં બાની તબિયત ઠીક નથી, એટલે લલ્લુએ ધારી લીધું કે કદાચ વધારે તબિયત બગડી હોય, તો શેઠાણી ત્યાં ગયાં હોય.

ભગુભાઈએ પૂછપરછમાં જણાવ્યું કે લલ્લુ સાતેક વર્ષનો હવા ત્યારનો ચંપાના પિયરના ઘરમાં આવેલો. એના ઘરમાં છોકરાની જેમ જ ઊછરેલો. લગ્ન થયા પછી ચંપા આ છોકરાને પોતાની સાથે લેતી આવેલી. અત્યારે એ ૧૮- ૨૦ વર્ષનો હતો. ને ઘરમાં રસોઈથી માંડીને બધું જ કામ કુશળતાથી કરતો. ચંપાબહેન પર એને ખૂબ પ્રેમ હતો.

હવે ઈન્સ્પેકટર ખરેખર ગૂંચવાયા. ઉપરથી જલદીમાં જલદી ખૂનીને શોધવાનું દબાણ આવતું હતું ને અહીં રાત-દિવસની મહેનત છતાંકોઈ કડી સાંપડતી નહોતી. ચંપા જે રીતે જમીન પર હતી, તે પરથી એ બાથરૂમમાંથી નાહીને તરત નીકળી હોવી જોઈએ. વાળ ધોયા હોવા જોઈએ. કારણ કે જમીન પર વિખરાયેલા છૂટા વાળ નજરે ચડતા હતા. સાડી પહેરી નહોતી. એ પણ જમીન પર પથરાયેલી હતી. તપાસ કરતાં એમ લાગતું હતું કે કોઈએ સાડી કાઢી નહોતી. પણ તાજી ધોયેલી સાડી હજી પહેરવામાં આવી નહોતી. ઈન્સ્પેકટરે ધાર્યું કે બાથરૂમમાંથી સાડી લપેટી આ બાઈ બહાર નીકળી હોવી જોઈએ અચાનક એટલામાં બારણે ઘંટડી વાગી હશે ને એ બારણું ખોલવા ગઈ હશે? ખોલીને પાછી આ ઓરડામાં આવી હોય, ત્યારે હત્યા થઈ હોય એમ પણ બને. પણ એ જાણીતી વ્યકિત કે જેને ચંપાને ઘરમાં દાખલ કરી હોય તે કોણ હોઈ શકે? શરીરની તપાસ કરતાં બળાત્કાર શયાના પુરાવા હતા. એટલે દાખલ થનારો પુરુષ જ હોવો જોઈએ. બેઠક ખંડમાં એને બેસાડી સાડી પહેરવા ચંપાબહેન આ ઓરડામાં દાખલ થયાં હશે. ને પાછળથી પેલી વ્યકિતએ એમની ઉપર હુમલો કર્યો હશે. પકડાઈ જવાની બીકે ચપ્પુ મારીને ખૂન કરીને નાસી ગયો હશે. બહારથી આગળો એણે જ માર્યો હોવો જોઈએ એમ લાગતું હતું.

મોડી રાત સુધી વિચાર કરનારા ઈન્સ્પેકટરના મનમાં એકાએક પ્રકાસ પડયો. કોઈ પુરુષ બહારથી જ આવ્યો છે. એવું શા માટે વિચારવું? ચંપાબહેનને છેલ્લાં જીવંત જોનારો લલ્લુ જ છે. એના કહેવા મુજબ એ સાડા બારની આસપાસ બહાર ગયો ને ત્રણ સાડા ત્રણેપાછો ફર્યો એ દરમિયાન હત્યા થઈ. માને લો કે લલ્લુ દોઢ વાગ્યે હત્યા કર્યા પછી જ બજારમાં ગયો હોય તો ? બારણું બંધ કરતાં એ આપોઆપ બંધ થઈ જાય છે ને લેચ કી થી જ ખૂલે છે એ વાત લલ્લુ જાણતો હતો. બહારથી આગળો બંધ કરવાથી ઘર બંધ છે એવું લોકો જાણે. તે મુજબ એણે જ આગળો બંધ કર્યો હોય તો ?

સતત પૂછતાછ પછી ઈન્સ્પેકટરનો તર્ક સાચો ઠર્યો. રડતાં રડતાં લલ્લુએ સાચી વાત કહી. બેડરૂમમાંથી નાહીને નીકળેલાં ચંપાબહેન તાળ લૂછતાં હતાં. ખભે નાખેલી સાડી લગભગ સરી પડી હતી. બંને હાથે વાળ લૂછતાં ચંપાબહેનની યુવાન પુષ્ટ છાતી ઊંચી નીચી થતી લલ્લુ સ્પષ્ટ જોઈ શકતો હતો. ચંપાબહેન બજારમાંથી શું લઈ આવવાનું છે તેની યાદી કહેતાં હતા. ત્યારે લલ્લુનું ધ્યાન એમના સપ્રમાણ શરીર તરફ હતું. ગામડામાંથી મુંબઈ આવેલો લલ્લુ સિનેમાનો શોખીન બન્યો હતો. મનને ઉશ્કેરે એવાં પોસ્ટરોને સિનેમા જોઈને, વીસ વર્ષનો લલ્લુ એકદમ યુવાન બની ગયો હતો. એનાં શરીરમાં વિષયનો કીડો સળવળી ઊઠયો ને એણે ભાન ભૂલીને ચંપાબહેન પર હુમલો કર્યો. ગળાની સખત ભીંસ લેવાથી ચંપાબહેન બેભાન થઈ ગયાં. હવે લલ્લુ ગભરાયો. રસોડામાંથી ચાકુ લાવી બેશુધ્ધ ચંપાબહેનની છાતીમાં બે ઘા કર્યા. પછી હાથ તથા ચાકુ બરોબર ધોઈ ને પોતે નાહ્યો. કપડાં બદલી કંઈ બન્યું નથી એમ બજારમાં ગયો.

લલ્લુ આમ સીધો ને સારો છોકરો હતો. પણ ક્ષણભર માટે વાસનાનું ભૂત સવાર થઈ જતાં જ અપકૃત્ય કરી બેઠો. આને માટે ચંપાબહેનનું બેજવાબદાર વર્તન ઓછું જવાબદાર નહોતું. દરેક સ્ત્રીએ યાદ રાખવું જોઈએ કે નોકર, રસોઈયો, ધોબી કે ફેરીયો કે ડ્રાઈવર સૌપ્રથમ પુરુષ છે. ઘરની સ્ત્રીને એની કોઈ વિસાવ નહિ હોય. પણ આર્થિક રીવે પછાત વર્ગમાંથી આવતા આ પુરુષોમાં સંયમ હોતો નથી. ઉજળિયાત વર્ગની સ્ત્રીને આટલી નજીકથી જોવાની તક તેઓને ભાગ્યે જ મળતી હોય છે.તેમની વાસના કયારે ભડકે એ કહી શકાય નહિ. માટે ઘરમાં તેઓની હાજરીની નોંધ લઈને પૂરતાં કપડાં પહેરીને ફરવામાં જ સલામતી છે. શક્ય હોય ત્યાં સુધી સુવાના ઓરડામાં કે ડ્રેસિંગ ટેબલ પાસે એ લોકોને આવવાની તક આપવી નહિ. એ ઉપરાંત એ ઘરના પુરુષો સાથે વધારે ઠઠ્ઠામશ્કરી પણ કરવી હિતાવહ નથી. "અલ્યા, કયારે પરણવાનો?" કે "તારી વહુ કેવી છે? " વગેરે આત્મીયતાથી દૂર રહેવું. જરૂર પડયે પૂછવા યોગ્ય માહિતી-પૂરી ગંભીરતાથી લેવામાં ડહાપણ છે. કોઈક કિસ્સાઓમાં નહાતી વખતે ટુવાલ કે કપડાં લેવાનાં રહી જતાં નોકરને બૂમ પાડીને આપવા કહ્યું હોય ત્યારે સહેજ બારણું ખોલી નહાવાની ઓરડીમાંથી બહાર કાઢતાં નોકરે હુમલો કર્યાના બનાવો પણ બન્યા છે. આ જ કિસ્સામાં ભલે સાત વર્ષનો નાનો છોકરો ચંપાબહેનના બારને ઘેરથી આવ્યો હોય, પણ હવે એ ૧૮- ૨૦ વર્ષનો યુવાન થયો છે. અને પુરુષ- નોકર હોય કે ડ્રાઈવરએ પુરુષ જ રહે છે એ વાત ભૂલવા જેવી નથી. ઘરમાં સ્ત્રીઓ જ હોય, તો પુરુષ નોકર રાખવો જ નહિ. એ સલાહ ભરેલું છે. થોડીક સાવચેતી રાખવામાં આવે તો જરૂર આફતમાંથી ઊગરી જવાય....

 

Zazi.com © 2009 . All right reserved