આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
“ શ્રધ્ધા , જરા અહી આવજે . “
“ આવી મમ્મી , ..” શબ્દો સાથે ગતિ કરતી એ નમણી વેલ ઘર ની પરસાળ તરફ દોડી .
“ હાં.. બોલો મમ્મ્મી ..!”
“ જરા આટલા કપડા છત પર સુકાવી દે ને બેટા ..”
“ સારું .”
પગથીયા ની સંખ્યા છતી કરતો હોય તેમ , પગ ની દરેક થપાટ સાથે વેરાતો ઝાંઝરી નો ઝંકાર .કપડા સુકાવી રહેલી શ્રધ્ધા ની નજર , અચાનક જ સામેના મકાન ની ખુલ્લી બારી પર પડી . અધખુલ્લી હોવા છતાં , બારી પાછળ નો ચહેરો સાફ દ્રશ્માન થતો હતો . તત્પર . એ તત્પર હતો .શ્રધ્ધા ની સમેના જ ઘર માં તે કાકા-કાકી સાથે રહેતો . તેના માં-બાપ વતન માં રહેતા હતા અને પોતે અહી શહેર માં કોઈ મોલ માં નોકરી કરતો . છેલ્લા ઘણા સમય થી શ્રધ્ધા ની નજરે ચડતો આવેલો તત્પર , આજે પણ પકડાઈ ગયો . શ્રધ્ધા ની નજર તેની નજર સાથે મળતાજ , તત્પરે તુરંત બારી બંધ કરી દીધી . શ્રધ્ધાએ પણ નજરો વળી લીધી . હવે આ નજરો ને વાળવા માટે વધુ જોર કરવું પડતું હોવાનું શ્રધ્ધા એ અનુભવ્યું . છેલ્લા કેટલાક દિવસો થી તત્પર ના , શ્રધ્ધા પ્રત્યે બદલાયેલા વલણ થી જે કુતુહલ જન્મ્યું હતું , હવે તે આત્મીયતા માં બદલાતું હોય એવું લાગ્યું . મન માં ને મન માં જાટકો મારી ,શ્રધ્ધા એ વિચારો ના વાદળો વેર-વિખેર કરી નાખ્યા .
ઘર ના ચોક માં હિંડોળા પર બેઠેલી શ્રધ્ધા . હિંડોળા ના હાલવા થી ,સ્થિર હવા માં રચાતી પવન ની સુરખીઓમા ,શ્રધ્ધા દ્વારા ગણગણાતા ગીત ના શબ્દો પણ લહેરાતા હતા . હાથ માં રહેલી નવલકથા માં ગીત તો લખેલું નહોતું , પણ લેખકે શબ્દો દ્વારા રચેલું ભાવ-વિશ્વ , શ્રધ્ધા ને ગણ ગણવા મજબુર કરતુ હતું . અચાનક , ગણ ગણાટ થંભ્યો . નવલકથા ના શબ્દો પર રમતી નઝર ,સામે ના ઘર ની પરસાળ માં ઉભેલા તત્પર પર પડી . આ વખતે નાં તો તત્પર ની નઝર ખસી , અને નાં તો શ્રધ્ધા ની . તત્પર ના ચહેરા પર રહેલી નિર્દોષતા ને મન ભરી ને જોવા માંગતી શ્રધ્ધા ની આંખો , પલકારો મારવા નું ભૂલી ગઈ . એજ હાલત તત્પર ની હતી . શરમ તો સ્ત્રી નું આભુષણ છે , અને આજે શરમ ની ગરમ વાયરી શ્રધ્ધા ના સમગ્ર ચહેરા પર લાલાશ પાથરી ગઈ . પાંપણો ઢળી ગઈ .
શ્રધ્ધાએ ચહેરો નવલકથા ના પાનાઓ માં પરોવ્યો , પણ એ પાનાઓ માં રહેલા અક્ષરો , ગોઠવાઈ ને તત્પરના ચહેરાની ભાત રચતા હતા . તત્પર માટે જન્મેલી કુણી લાગણીઓ , પ્રેમ નો ઘાટ લઇ રહી હતી . શ્રધ્ધા ની તત્પર પ્રત્યે ની તત્પરતા , હવે વિચારો બની ને દરેક પળે , તેણે તડપાવતી હતી . આ મુક પ્રેમ હતો . આંખો એ એકરાર કર્યો હતો , શબ્દો તો સુન-મુન હતા.
’ તું અને હું છીએ સામા કિનારા ને વચ્ચે આ વહેતું એ શું ..?
વાણી તો છે જાણે વૈશાખી વાદળા ને , મૌન કૈક કહેતું કે શું ..?’
સવાર સવાર માં જો કોઈ ને મળી ને તેની સાથે એકાદ કલાક પસાર કરવાનું બનતું હોય તો તે છે અખબાર , અને વળી તે પણ દરરોજ . ધીમે ધીમે છાપા ઓ માં , લુંટ ચોરી , ખૂન , બળાત્કાર , અકસ્માત અને ઠગાઈ ના સમાચારો નું પ્રમાણ વધતું જ રહ્યું છે . આઈનસ્ટાઈન અત્યારે જીવિત હોત તો તેણે ફીઝીક્સ , અને બ્રહ્માંડ જેવા વિષયો ને થોડો સમય તડકે સુકાતા મુકીને , ગુનાખોરી અને કળિયુગ ના સમય વચ્ચેની સાપેક્ષતા ના સિદ્ધાંતો જરૂરથી શોધ્યા હોત . અલબત્ત એક સાપેક્ષતા ગુનાખોરી અને સામાજિક આધુનિકરણ વચ્ચે છે પણ ખરી . આધુનિકરણ માત્ર વિચારો નું નથી થયું . આદતો, ઇચ્છાઓ, સપનાઓનું પણ થયું છે . વાસ્તવ માં વૈચારિક આધુનીકરણે તો માત્ર પા પા પગલીઓ જ ભરી છે . એષણાઓ નું આધુનિકરણ અને તેણે પરિપૂર્ણ કરવાની ઘેલછાએ તો હરણફાળ ભરી છે .
પરાપૂર્વ થી ચાલ્યું આવે છે, કે જયારે તકલીફો ના ઉપાય માટે ના બધા રસ્તા બંધ થઇ જાય ,ત્યારે આધ્યાત્મ નો દરવાજો હંમેશા ખુલ્લો હોય છે . એક જનસામાન્ય માટે આધ્યાત્મ એટલે ...એક ડીવોશનલ પુસ્તક ,ભજન કીર્તન કે ધ્યાન , અથવા તો આધ્યાત્મિક ગુરુ નો સત્સંગ . પુસ્તક નામનું પ્રાણી તો જાણે લુપ્ત થતી પ્રજાતિ માં આવી ચુક્યું છે , છતાં થોડુ ઘણું જે અસ્તિત્વ વધ્યું છે તે આધ્યાત્મિક પુસ્તકો ના રૂપે છે . પરંતુ સડસડાટ ટેક્નલોજી ના આ દૌર મા ,પુસ્તક થોડું આઉટડેટેડ ગણવા લાગ્યું છે . ભજન કીર્તન કરવા માં વળી મોર્ડન ઈમેજ ને ઠેસ પહોચવાની ભીતિ છે . એકજ ઉપાય વધ્યો છે અને તે છે ‘આધ્યાત્મિક ગુરુ’ . બીજા શબ્દો માં કહીએ તો ‘બાબાઓ ‘ .
-
મહાત્મા ગાંધીZazi.com © 2009 . All right reserved | Feed Entries |