આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
નાના બાળક ના જોર જોર થી રડવા નો અવાજ સાંભળી ને હું કુતુહલ સહજ ભાવે ઘર ની બહાર આવ્યો . એક ભાઈ એના ચારેક વરસ ના બાળક ને બાલ-મંદિર માં ( સુધરેલી ભાષા માં કહું તો પ્લે હોમ માં મુકવા જતા હતા) , પણ ઘર ના માહોલ ની બહાર ના રહેવા ટેવાયેલું એ બાળક રડતું હતું
" તારે ચોકલેટ ખાવી છે ને , જો હું સાંજે તને લઇ આપીશ " બાળક ને શાંત પાડવા માટે લાલચ અપાઈ રહી હતી. પણ બાળક નાં શબ્દો તો ઘર માંગી રહ્યા હતા , માં ના પાલવ ની આડશ , માંગી રહ્યા હતા .
શાળા જીવન ના શરુઆત ના દિવસો આવા જ હોય છે . માં ની હુંફ ભરી સોડ છોડી ને શાળાએ જવાનું , નવા શબ્દો અને એકડા શીખવાના . નવા મિત્રો , રિશેષ માં નાસ્તો કરવાની મઝા , એમાય બીજા ના ડબ્બા નો નાસ્તો હંમેશા સ્વાદિષ્ટ લાગતો . નાની નાની ચીજો માટે જીદ અને ધમપછાડા . ક્યારેક મળતી સમજાવટ, તો ક્યારેક મળતો મેથીપાક . એ તોફાન ની ફરિયાદો અને એ નાના નાના ઇનામો . શૈશવ કેટકેટલી મીઠાશભરી પળો ને હંમેશ માટે લઇ ને ચાલ્યું ગયું નૈ...
" મોઢે બોલું માં , અને ત્યાતો મને સાચેજ નાનપણ સાંભરે ,
પછી મોટપ ની મઝા , મને કડવી લાગે 'કાગ'ડા .."- કવિ દુલા ભાયા "કાગ" ની પંક્તિઓ યાદ આવે .
પણ એક વિચાર મન માં જરૂર આવે છે . બાળપણ ચાલ્યું ગયું ,પણ શું બાળપણું ગયું છે ખરું ....કાલુ કાલુ બોલતા નાના બાળક સાથે શું આપણે 'તોતલી' ભાષા માં બોલી નથી જતા ...! એ તોતડી બોલી હજી નથી ગઈ .
કયારેક ક્યારેક દોસ્ત કે કલીગ ની પ્લેટ માંથી સેન્ડવીચ કે પીઝા નો ટુકડો લઇ નથી લેતા..! ... એ નાસ્તો વહેંચી ને ખાવા ની ટેવ નથી ગઈ .
શું આપણ ને હજી પણ ટોમ એન્ડ જેરી , કે મિકી માઉસ ના શો જોવા નથી ગમતા ...! એ નટખટપણું નથી ગયું .
એક વાર દિલ પર હાથ મૂકી ને કહેજો , શું એવી એક પણ સવાર તમારા જીવન માં આવી છે , જયારે થાય કે ....' યાર આજે જોબ / ધંધા પર જવાની ઈચ્છા નથી , ઘરે બેસી ને મનગમતી કોઈ પ્રવૃત્તિ કરવી છે, કે બહાર ફરવા જવું છે' . પણ મન ની એ ઈચ્છા મારી ને આપણે કામ પર ગયા હોઈએ '... આપણું બાળ મન ઈચ્છા ની હુંફ માં રહેવા ઈચ્છે છે , પણ 'કામ ની ચિંતા કે પ્રેશર ' રૂપી પિતા એને 'આવતા સંડે કે હોલીડે 'ની લાલચ આપી ને મનાવી લે છે . અને આપણે એ મન ને મારી ને કામ પર ચાલ્યા જઈએ છીએ ..... બાળપણ ગયું દોસ્તો ... માંહ્યલું બાળક નહિ .....
--મહેન્દ્ર પોશીયા ( તરુવર )
અમદાવાદ, ગુજરાત
-
સ્વામી વિવેકાનંદ સ્વામીZazi.com © 2009 . All right reserved |
Read more...