વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 245 guests and no members online

મદદ

 


 



રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

હરનિશ જાની

Harnish  Jani
4 Pleasant Drive,
Yardville, NJ 08620
E mail- This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
Phone-609-585-0861

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ભાષણ કેટલું લાંબું હોવું જોઇએ? આ સવાલનો જવાબ કોઇ વક્તાએ આપ્યો નથી કે વિચાર્યો નથી. પરંતુ ભાષણ આપતી વખતે તે વક્તા કાગળમાંથી ડોકું ઊંચું કરી ઓડિયન્સ તરફ જુએ તો તેમને તુરત જ સમજ પડી જાય. એક વક્તા દેશની જાગૃતિ પર પ્રવચન આપતા હતા.અને તેમની નજર પહેલી હરોળમાં ઊંઘતી સ્ત્રી પર પડી-તેમણે તેમનું ભાષણ અટકાવી, તેની બાજુમાં બેઠેલા ભાઇને કહ્યું,”આ તમારા પત્નીને ઉઠાડોને ! તે ભાઇ બોલ્યા. “તમે સુવડાવી છે. તમે ઉઠાડો.”

આનો અર્થ એ લેવાનો કે અનિદ્રાનો રોગ દૂર કરવા કોઇનું પણ ભાષણ સાંભળવું જોઇએ.સામાન્યરીતે તેમ કરવામાં ખર્ચ તો જરાય થતો નથી.ઉપરથી ચહા પાણી અને નસીબ હોય તો નાસ્તો પણ મળે. બીજા લોકોના ભાષણોનો બહુ પરિચય નથી,પરંતુ કોઇપણ ગુજરાતી સંસ્થામાં અપાતા ભાષણોને જોવાનો અનુભવ છે.તેને પુરેપુરું સાંભળવા જેટલી મારી ધીરજ નથી હોતી-પ્રસંગ જ્ઞાતીનો હોય,ભાષાનો હોય,ધર્મનો હોય ,કે પોલિટીક્સનો હોય  ત્યારે લોકોને માથે ભાષણો ફટકારવાની પ્રથા છે.જો આપણે એ ભાષણો છપાયેલા જોઇએ અને વાંચવા પ્રયત્ન કરીએ તો વાંચતાં કલાકેક લાગે.ત્યારે  વિચાર આવે કે જયારે આ પ્રવચન ચાલતું હશે ત્યારે કેટલા માઇના લાલ સાંભળતા હશે? હા, એક વ્યક્તિ જરૂર સાભળે છે, તે છે બોલનાર પછીનો વક્તા.તેને એમ કે આ પુરું કરે તો સારું. જેથી લોકોને ટોર્ચર કરવાનો આપણો વારો આવે.અને એના ભમરડાની જાળી તપતી હોય છે. 

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries