વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 48 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્ની સાથે મારે કદી વાદવિવાદ થતો નથી.
કદી નહિ ? એ કેવી રીતે બને ?
તે હંમેશાં એનું ધાર્યું કરે છે. અને હું પણ . . .
તમારું ધાર્યું ?
ના એનું ધાર્યું.

ચિરાગ ઝા “ઝાઝી”

અમદાવાદ,ગુજરાત,ભારત

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

પૈસા માટે દારુ પાસુ,
આજે બચાવો બેટી કાલે લઇ ડાન્સ બાર માં જાસુ
પૈસા મલે તો બધુ કરીએ
કાલે અમે ગાયોને કાપી તાજુ બીફ પણ ખાસુ
નારી તો નરકની જાત
ધરમની ભલે કંઠી પહેરી દારુ પી એને મારસુ
ગમશુ બધાને એવાકે
કાલે મંદિરેથી સાથીયા ને બે લાત મારસુ
કોણ છે આ ઘેલો નર
છે વાંઢો ને કહે પાંચ કરોડના સંસાર ને તારસુ?

‘શાદૃલ ધ્વનિ

દારુ પીને ધમાલ કરનારો પુરુષપહેલા મહિલાઓ પર અત્યાચાર કરશે
બેટી બચાવાની વાત કયાં રહી જયારે જીવતી મહિલા વિધવા થઇને ફરશે
અને જો જન્મ લેશે એ દિકરી તો પછી કયાં જઇને સખનો સ્વાસ લેશે
બાપ,ભાઇ, દિકરો, પતિ દારુડીયો ગુજરાતની બેટી ડાન્સ બામાં મરશે.

દારુની રેલમ છેમ પછી જો કોઇ હિંદુ કે જૈન અહિંસાની વાતો કરશે અથવા ગાયો બચાવવાની વાહીયાત કોશીષ કરશે તો આનાથી વધારે દંભી સમાજ દુનિયામા કોઇ નહીં હોય. વખત એવો આવશે કે પૈસા કમાવવા માટે જૈનો અને હિંદુઓ પોતાના હાથેજ પોતાના મંદિરો અને ધમૅને તોડશે.

ચિરાગ ઝા ઝાઝી
આઠ જાન્યુઆરી બે હજાર સાત.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

હસવાનુ મન થાય એવી વાત છે. હિંદુ ધમૅની પ્રયોગશાળા  હજારો વષોૅથી જે ધમૅ અસ્તિત્વમાં છે એ ધમૅની પ્રયોગશાળા? ચલો માની લીધુ કે પ્રયોગ થઇ રહયા છે પણ કોના માટે? કોને પુછીને ? એક સામાન્ય હિંદુની જરુરીયાતો જયારે પુરી નથી થતી ત્યારે એ ખ્રીસ્તી બની જાય છે કારણ કે તેમ કરતા તેને શીક્ષણ મલે છે, સમાનતા મલે છે અને સામાજીક બળ મલે છે. શું માણસની સામાન્ય જરુરીયાત પુરી કરવા માટે પ્રયગો કરવાની જરુર છે? કેમ ભુખ લાગે છે તો પ્રયોગ કરનારાઓને ખબર નથી પડતી કે ભુખ લાગી છે?

ભારતીય સંસ્કૃતિ ને ધમૅ મા વિભાજીત કરવાનો જે ત્રાગડો રચાયોછે એચોળી ને ચીકણો થઇ ગયો છે. સભ્યતા, ધામૅિક લાગણી ઓ અને દેશ નું બંધારણ આ ત્રણ અલગ અલગ બાબતો છે. કોઇ એક ધમૅથી સંસ્કૃતિ નથી બનતી. કોઇ એક સંસ્કૃતિ થી દેશ નથી બનતો અને કોઇ એક દેશથી દુનિયા નથી બનતી.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

બહુ વિચિત્ર સંજોગો ચાલી રહયા છે. આજની તારીખ ઘણું કહી જાય છે. આંદોલન અને ક્રાંતિ નો દિવસ. ગુજરાતી જે લોકો બોલે છે તેવા લોકો નું અલગ રાજય. જે મરાઠી બોલે છે તે લોકો નું અલગ રાજય. ભાષા, મારો પ્રિય વિષય, આજની તારીખે સ્પેનીશ બોલતા લોકોને રસ્તાની વચ્ચો વચ્ચ આંદોલન કરતા જોંઉ ત્યારે મને પેલા તમામ અધકચરા અંગ્રજી બોલતા ગુજરાતી વિષે આઘાત લાગે છે. મને પેલા ભણેલા ગણેલા ગુજરાતી અંગે્રજોની બીક લાગે છે. જેમના મા બાપ ગુજરાત રાજય, ગુજરાતી ભાષા માટે મરી પરવાયૉ એમના આ નબીરાઓ એમને આહુતિ નથી આપી શકતા તયારે પરંપરાની અંધશ્રધ્ધા વાળો હું એમના શ્રાધ્ધની ચિંતામા સુકાતો જાઉં છુ.

ઝાઝી દુબળે કયું? , ગામ આખે કી ફિકર.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

કવિ બનવું એ મુફલિસોનો ધંધો છે. અથવાતો પછી નવરો માણસ જયારે વેવલા વેડા કરે તેને કવિ કહેવાય. સામાન્ય સમાજની કવિ વિષેની ખતરનાક અણસમજ ને કારણે આપણા સાહિત્યથી નવા કિશોર કિશોરી ઓ કવિતા અને લેખનથી વિમુખ થતા જાય છે અને સાહિત્યને નવું બળ મલતુ નથી.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries