વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 268 guests and no members online

મદદ

 


 રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.

ચિરાગ ઝા “ઝાઝી”

અમદાવાદ,ગુજરાત,ભારત

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

જે દેશ ની રચના કરવા માટે ભારતના નવજવાનો એ પોતાની જાન ની બાજી લગાવી દિધી એજ દેશના લોકો આજે ભારતને સોળ જવાનોની વિકૃત લાશ ની ભેટ ધરી છે. આ એક અસહય , વિકૃત, અધમ ઘટના છે. અને આનો બદલો લેવો જરુરી છે. વરસોથી જે ભાઇચારા ની વાત થઇ રહી છે , વરસોથી જે સાપ ના બચ્ચા કદાચ પારેવા થઇ જાય તેની રાહ ભારત જોઇ ને બેઠુ છે તે ભાવના હવે બુઠઠી થતી જયાછે. આ તમામ કૃત્ય ની જે રીતે રજુઆત કરવા માં આવી છે એ જોતા લાગે છે કે આ કામ બાંગ્લાદેશ ની સરકારનું નથી પણ આ કામ કેટલાક અંતિમવાદી લોકો નુ્ર છે. આજ પ્રકારની વાત જયારે કારગીલ થયું ત્યારે પણ આપણે પાકીસ્તાન તરફ થી સાંભળવા મલી હતી. આ વાતો પોકળ અને પાયા વગર ની છે. જો આ દેશો માં લોકો પોતાની સમાંતર ધામિઁક સરકારો ચલાવતા હોય તો તેનો ભોગ ભારતે બનવાની જરાય જરુર નથી. ભારત એ કોઇની રખાત નથી કે જેની મરજી આવે તે એને લુટી જાય.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સફળતા એ ખુબ કડવો શબ્દ છે. દરેક સફળ વ્યકતી અંતે હારી થાકી જાય છે. અથવા કોઇ ની ગોળી નો ભોગ બને છે. જે જીવતે જીવ પોતાને સફળ નથી કહી સકતા તેમને દુનિયા સફળ બનાવી ને તેના નામ પર તાગડધિન્ના કરે છે. અને અંતે લોકો પોતાના મતલબ માં સફળ થાય છે. સફળતા નો નવો આયામ આવી ગયો છે. એક નવી સુગંધ સફળતા માં ભળી છે. હજારો લોકો ની ખોપડી ઓને કચડી ને ઘર ઘર કરતી નીકળી જતી ભારેખમ રણગાડી ઓ માં સફળતા નો જય ઘોષ છે..? કે એક સામાન્ય માણસ ગલી ની અંદર ચાલી રહેલા ધામૅિકતા નાં બળાત્કારી ઓ થી બચી ને હેમ ખેમ ઘરે પહોંચે છે તેમાં છે? કે પછી પોતાની જાત ને અબળ ગણી , પોતાના પૂવૅજો નો ઇતિહાસ ભૂલી ને હજી આજ ની તારીખે પણ આમ જનતા આથમતા સૂરજ ને સલામ ભરે છે તે દયાજનક દૅશ્ય માં સફળતા છે.? સફળતા કયાં છે? કોને મલે છે.? ને તેનો કોઇ માપ દંડ છે? ને મારે સફળ કેમ થવું છે..?

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries