વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 95 guests and no members online

મદદ

 


 રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!

ચિરાગ ઝા “ઝાઝી”

અમદાવાદ,ગુજરાત,ભારત

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ધમૅ એ રોજબરોજ ની એક માનસીકતા છે. એને કોઇ ચોકકસ દિવસ સાથે સંબધ ના હોવો જોઇયે એવું મારુ માનવું છે. માટે જયારે લોકોને ધામૅિકતાનો એટેક આવે ત્યારે હું મૂક બની જઉ છું. શું તમારા ને મારા ધમૅ ના લખેલા વાકયો એક ચોકકસ મહિના મા સોનાના અક્ષરના થઇ જાય છે?

મોંમા હાથ નાખી ને લખું છું , કેમકે મારું બોલવનું હજી લોકો સુધી ગયું નથી. હજી હું મનેજ સાંભળું છું. મારા આ લખાણ ની શરુઆત શ્રાવણ અને પયૅુશણ ના મહીનામા થયેલી. હિંદુ અને જૈનો એ સભાઓ ગજવી નાખી. રસ્તા પર આવી ગયા. કેમ, તો એમના પવિત્ર મહીનામા કતલખાના બંધ કરાવી દેવા માટે. ઝનુની હિંદુઓ અને જૈનો નો છેવટે વિજ ય થયો.

ગવૅ સે કહો હમ હિંદુ હૈૈ............ જૈનમ જયતિ શાસનમ્............

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

હરીજન, અછૂત , મારા તમારા માટે આ શબ્દ નવો નથી. ભણતા હતા ત્યારે આપણને સમજાવામા આવ્યું હતુ કે આ સમાજ કેમ બન્યો? મનુ ના લખેલા લેખ ને કારણે. વગરે વગરે. ગુલામી , આઝાદી અને પછી રજકારણ ના વમળ મા સમાજની રચનામા અછૂત લોકો વધવા લાગ્યા.

ભારતમા ચાર વણૅ ના લોકો જન્મતાની સાથેજ પોતાની જાત ને એક સમાજ મા મૂકી દેતા હોય છે. કેટલી સરળ પ્રક્રિયા ભારતમા છે.પણ નવા દેશો મા નવા લોકો વચ્ચે સામાજીક ફેરફારમા નવા અછૂતો બનતાજ રહયા છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

શાદૃલ ધ્વનિ

આઝાદી મલી ગઇ છે માટે હવે કોંગ્રેસ પક્ષ નું વિસૅજન કરી દેવું જોઇયે..ગાંધીજી
આઝાદી પછી આજે પણ કોંગ્રસ નું રાજ ચાલે છે.

જીવનભર રામનું નામ લેનારા ગાંધીજી એ રામ રાજયનું સ્વપ્ન જોયેલું.
ભા.જ .પ રામ રાજયની સ્થાપના કરવામાં સરેઆમ નિષ્ફળ ગયો છે.

ભારતે મોટું દિલ રાખી કાશ્મીર સમસ્યા ઉકેલવી જોઇયે..મુશૅરફ
ભારતના મોટા દિલને કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ નો જન્મ થયો છે.

આઝાદી પછી લોકો એ ગાંધીજીની વીચારધારાના ચીથરા ઉડાવ્યા છે અને મે અને તમે કશુ કયુૅ નથી. અને ભારત લલ્લુ પંજુ લોકો નો દેશ નથી.

હિંદુ ઓ નવા મંદિરો ના બનાવો. જે ભુખ્યા છે એમને ભોજન આપો. નવા ભજન નહીં પણ ભોજન હિંદુ ધમૅ ને બચાવશે.

ઇસ્લમાને સમજતા પહેલા ઇસ્લામ પહેલાની પરીસ્થીતી ને સમજો. પયંગંબરે કરેલો તેર વરસનો
પરીશ્રમ સમજો. ઇસ્લામ આપો આપ સમજાશે.


ઝાઝી
સોળ એપ્રિલ બે હજાર પાંચ

 

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

આ લેખ ના મથાળા માં નવું શું છે? અને જુનુ શું છે.? મારા હિસાબે જુનુ ભારત છે અને નવું યુરોપ છે. રોજ સમાચાર મા છાતી ઠોકી ને નવા યુરોપીયન યુનીયનની વાતો વાંચી સાંભળને આપણને અપણો ભારત દેશ યાદ આવ્યા વગર ના રહે.

અલગ ભાષા, એક દેશ એક બંધારણ અને બંધારણ પ્રમાણે સજા. ભારત છેલ્લા પચાસ વષૅથી વિવિધ સમસ્યા ઓ નો સામનો કરી રહયું છે, છતા દુનિયા અને ભારત ના લોકો એ સ્વીકારવા તૈયાર નથી અનેે રોજે રોજ આપણે આપણી પોતાની આગવી પહેચાન માટે લડવું પડે છે.

નથી કોઇ ગુજરાતી બોલતુ , કે નથી કોઇ હિંન્દી બોલતુ, અરે ઉદુૅ જેવી ભાષા કે જેમા એક જામાના મા રુઆબ દાર ફિલ્મો બનતી હતી એ માત્ર આજકાલ મદરેસા ની ભાષા બની ને રહી ગઇ છે. ત્યાં સુધી કે ભાષા નું શોષણ આ વખત ની ચુંટણી મા પણ પ્રવેશી ગયું.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries